'RRR'ના ગીત 'નાટૂ નાટૂ..'ને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની એક પોસ્ટથી વિવાદ થઈ ગયો હતો. મુખ્યમંત્રીએ ફિલ્મના મેકર્સને શુભેચ્છા આપતા સમયે તેમણે કહ્યું કે તેલુગુ ઝંડો ઊંચાઈ પર ઉડી રહ્યો છે.
આ વાત સિંગર અદનાન સામીને બિલકુલ ગમી નહીં. તેમણે જગન મોહન રેડ્ડીની પોસ્ટ પર સિંગરે કહ્યું હતું, 'આ અલગતાવાદી વિચારધારા યોગ્ય નથી. આપણે પહેલાં ભારતીય છીએ અને તેથી જ તમે તમારી જાતને દેશથી અલગ ના રાખો.'
જગન મોહન રેડ્ડીએ શુભેચ્છામાં શું કહ્યું હતું?
જગન મોહન રેડ્ડીએ 'RRR'ના મેકર્સને શુભેચ્છા આપતા કહ્યું હતું, 'તેલુગુ ઝંડો બુલંદી પર ઉડી રહ્યો છે. આખા આંધ્ર પ્રદેશ તરફથી હું ફિલ્મના તમામ સભ્યોને શુભેચ્છા પાઠવું છું. અમને તમારા પર ઘણો જ ગર્વ છે.'
આ પોસ્ટના જવાબમાં અદનાને કહ્યું હતું, 'તેલુગુ ઝંડાનો અર્થ શું છે? શું તમે ભારતીય ઝંડાની વાત કરી રહ્યા છો? આપણે પહેલાં એક ભારતીય છીએ, આથી જ તમે તમારાથી દેશને અલગ ના રાખો. આંતરરાષ્ટ્રી સ્તર પર તો બિલકુલ નહીં. આપણે તમામ એક જ દેશના વાસી છીએ. આ અલગતાવાદી વિચારધારા યોગ્ય નથી. આ કઈ હદે જોખમી છે, તે આપણે 1947માં જોયું છે.
ભારતીય સિનેમા માટે ઐતિહાસિક ક્ષણઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
એસ. એસ. રાજમૌલિની ફિલ્મ 'RRR'ને અમેરિકામાં યોજાયેલા ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ અવૉર્ડ જીત્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન સહિતના અનેક સેલેબ્સે ફિલ્મના મેકર્સને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને આ ક્ષણને ભારતીય સિનેમા માટે ઐતિહાસિક ગણાવી હતી.
અદનાન સામી 2016માં ભારતનો નાગરિક બન્યો
અદનાન સામી લંડનમાં જ જન્મ્યા ને મોટા થયા છે. અદનાન પિતા અરશદ સામી ખાન પાકિસ્તાની એરફોર્સમાં પાયલોટ હતા. 2015માં અદનાને ભારતની નાગરિકતા માટે અરજી કરી હતી. 2016માં ભારત સરકારે અદનાને નાગરિકતા આપી હતી. અદનાન સિંગર હોવાની સાથે સાથે મ્યૂઝિશિયન, પિયાનિસ્ટ પણ છે. અદનાન હિંદી તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના મ્યૂઝિક કમ્પોઝ કરે છે. 2021ના રોજ અદનાનને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.