જેકલિન ફર્નાન્ડિઝે સુકેશ વિરુદ્ધ કોર્ટમાં નિવેદન આપ્યું:કહ્યું, 'સુકેશે મને છેતરી, મારું કરિયર ને જીવન બરબાદ કરી નાખ્યું'

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

200 કરોડના ખંડણી કેસ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં જેકલિન ફર્નાન્ડિઝ અવાર-નવાર ચર્ચામાં રહે છે. બુધવાર, 18 જાન્યુઆરીના રોજ જેકલિન દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ હતી. આ દરમિયાન તેણે કોર્ટમાં કહ્યું હતું કે સુકેશે તેની લાગણીઓ સાથે રમત રમી હતી. તેના જીવનને નર્ક બનાવી દીધું અને તેની કરિયર બરબાદ કરી દીધી.

સુકેશે પોતાને સન ટીવીનો માલિક કહીને મુલાકાત કરી હતી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જેકલિને કોર્ટમાં કહ્યું હતું કે સુકેશ જ્યારે તેને મળ્યો ત્યારે તેણે દાવો કર્યો હતો કે તે સન ટીવીનો માલિક છે અને તમિળનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતા તેનાં માસી હતાં.

'સુકેશે મને છેતરી'
જેકલિને કોર્ટમાં એમ પણ કહ્યું હતું, 'સુકેશે મને એમ જણાવ્યું હતું કે તે મારો મોટો પ્રશંસક છે. તે મારી સાથે સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરવા માગે છે. સન ટીવીના માલિક તરીકે તેની પાસે અનેક પ્રોજેક્ટ્સ છે. સુકેશે મને છેતરી અને મારી કરિયર ને મારું જીવન બરબાદ કર્યું.'

સુકેશનું અસલી પણ ખબર નહોતી
જેકલિને વધુમાં કહ્યું હતું, 'મને પિંકી ઈરાનીએ પણ છેતરી. પિંકીને સુકેશની તમામ વાતો ખબર હતી, પરંતુ તેણે મને ક્યારેય આ અંગે કહ્યું નહીં. સુકેશનું અસલી નામ ત્યારે ખબર પડી જ્યારે તેના ગુનાઓની જાણ થઈ.' ઉલ્લેખનીય છે કે આ કેસની આગામી સુનાવણી 25 જાન્યુઆરીએ થશે.

જેકલિને ED સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું
ગયા વર્ષે EDએ સુકેશ ચંદ્રશેખર તથા અન્ય વિરુદ્ધ 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સુકેશ તિહાર જેલમાં હતો ત્યારે તેણે એક બિઝનેસમેનની પત્ની પાસેથી ખંડણી વસૂલી હતી. ED પ્રિવેશન ઑફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ જેકલિનનું નિવેદન લીધું છે. EDના મતે, સુકેશના 200 કરોડના ખંડણી કેસમાં જેકલિન મહત્ત્વની સાક્ષી છે.

આ કેસમાં ઘણી એક્ટ્રેસિસનું નામ આવી ચૂક્યું છે
આ કેસમાં જેકલિન ઉપરાંત નોરા ફતેહી, ચાહત ખન્ના, નેહા કપૂર સહિતની એક્ટ્રેસિસનું નામ આવ્યું છે. નોરા આ કેસમાં સરકારી સાક્ષી બની ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...