જેકલીને હાથ જોડ્યા:મહાઠગ સુકેશ સાથે જેકલીનનો ‘લવબાઇટ’વાળો ચુંબનફોટો વાઇરલ થતાં એક્ટ્રેસની આંતરડી કકળી ઊઠી, કહ્યું, ‘પ્લીઝ, મારી પ્રાઇવસીને માન આપો’

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેકલીન 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગમાં નામ આવ્યા પછી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે

એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ અને કોનમેન સુકેશ ચંદ્રશેખરના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને મીડિયાને પ્રાઈવેસીની વિનંતી કરી છે. તેને જણાવ્યું કે, મારા માટે આ મુશ્કેલ સમય છે અને હું ઈચ્છું છું કે મારી પર્સનલ સ્પેસમાં કોઈ દખલ ન કરે. જેકલીન 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગમાં નામ આવ્યા પછી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.

લીક થયેલા અંગત ફોટોગ્રાફમાં જેકલીનની ગરદન પરની ‘લવબાઇટ’ને લીધે ફોટો વાઇરલ થયો છે
લીક થયેલા અંગત ફોટોગ્રાફમાં જેકલીનની ગરદન પરની ‘લવબાઇટ’ને લીધે ફોટો વાઇરલ થયો છે

પ્રાઈવેટ ફોટોઝ સર્ક્યુલેટ ન કરોઃ જેકલીન
જેકલીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું કે. આ દેશ અને અહીંના લોકો તરફથી મને ઘણો પ્રેમ અને સન્માન મળ્યું છે. તેમાં મારા મીડિયાના મિત્રો પણ સામેલ છે. હું તમારા બધા પાસેથી કંઈક શીખી છું. અત્યારે હું કપરા અને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું. હું મીડિયાના મારા મિત્રોને રિક્વેસ્ટ કરી રહી છું કે આ પ્રકારના ફોટો સર્ક્યુલેટ ન કરો, જે પ્રાઈવેટ છે અને મારી પ્રાઈવસીમાં દખલ કરી રહ્યા છે. તમે તમારા લોકોની સાથે આવું નથી કરતા, તેથી હું માનું છું કે તમે મારી સાથે આવું નહીં કરો. મને આશા છે કે જલ્દી ન્યાય મળશે.

મની લોન્ડ્રિંગ કેસમાં EDના રડાર પર જેકલીન
જેકલીન ફર્નાન્ડીઝ અને સુકેશ ચંદ્રશેખરનાં કનેક્શન પહેલેથી જ તપાસ હેઠળ છે, કેમ કે એક્ટ્રેસને ઠગ સુકેશ તરફથી ઘણી મોંઘી ગિફ્ટ મળી હતી. જેકલીને ED અધિકારીઓને જણાવ્યું હતું કે, સુકેશ ચંદ્રશેખરે તેને કહ્યું હતું કે તે જયલલિતાના પરિવાર સાથે જોડાયેલો છે અને સન ટીવીનો માલિક છે અને તેને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ કરવા માટે પણ કહ્યું હતું. જેકલીને એવો પણ ખુલાસો કર્યો હતો કે સુકેશ તેના મેકઅપ આર્ટિસ્ટ દ્વારા તેના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે સુકેશ ચંદ્રશેખર આ વર્ષની શરૂઆતમાં થોડા સમય માટે જામીન પર બહાર હતો, ત્યારે તેની મુલાકાત જેકલીન સાથે થઈ અને બંનેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. જેકલીન સિવાય નોરા ફતેહીને પણ સુકેશે મોંઘી ગિફ્ટ આપી હતી.

છેતરપિંડીનો સમગ્ર કેસ
સુકેશ પર રેનબેક્સી ફાર્માના પૂર્વ ફાઉન્ડરને જેલમાંથી બહાર કાઢવાનો ઝાંસો આપીને તેમના પરિવાર પાસેથી 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આક્ષેપ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પૈસા તે ફિલ્મી કલાકારો પર ખર્ચી રહ્યો હતો. સુકેશે જેલમાં જ ફોન પર ઘણી એક્ટ્રેસ સાથે કોન્ટેક્ટ કર્યો અને પોતે બહુ મોટો માણસ કહીને પોતાની જાળમાં ફસાવી હતી. તેને મોંઘી ગિફ્ટ આપી હતી. તેમાં મોંઘી ગાડી, જ્વેલરી, અને હવાઈ મુસાફરી ખર્ચનો સમાવેશ થાય છે. દાવો છે કે આ લાલચમાં ચાહત ખન્ના, નેહા કપૂર અને નોરા ફતેહીએ સુકેશ સાથે તિહાડ જેલમાં ઘણી વખત મુલાકાત કરી હતી.