સીક્રેટ:જેકલીન ફર્નાન્ડિઝના સંબંધો સાઉથના બિઝનેસમેન સાથે, ટૂંક સમયમાં નવા ઘરમાં પ્રેમી સાથે લિવ ઈનમાં રહેશે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેકલીનનો બોયફ્રેન્ટ ટૂંક સમયમાં મુંબઈ શિફ્ટ થશે, બંને રિલેશનશિપ અંગે ગંભીર

બોલિવૂ઼ડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ હાલમાં રિલેશનશિપમાં છે. તે ટૂંક સમયમાં પ્રેમી સાથે નવા ઘરમાં શિફ્ટ થવાની છે. જેકલીને અત્યાર સુધી આ સંબંધોને છુપાવીને રાખ્યા હતા. રિપોર્ટ પ્રમાણે, જેકલીન જે વ્યક્તિને ડેટ કરે છે, તે કોઈ એક્ટર નથી, પરંતુ સાઉથમાં રહેતો એક બિઝનેસમેન છે. હવે જેક્લીન પ્રેમી સાથે લિવ ઈનમાં રહેવાનો પ્લાન બનાવી રહી છે.

સી ફેસિંગ બંગલામાં બોયફ્રેન્ડ સાથે રહેશે
સૂત્રોના મતે, જેકલીન છેલ્લાં 2 મહિનાથી જુહૂ તથા બાંદ્રાની વચ્ચે સી ફેસિંગ ઘર શોધતી હતી. જોકે, તે એકલી જ ઘર શોધતી હતી. રિપોર્ટ પ્રમાણે, અનેક ઘર જોયા બાદ જેકલીન તથા તેના બોયફ્રેન્ડે જુહૂમાં એક સી ફેસિંગ બંગલો ફાઇનલ કર્યો છે. બંને ટૂંક સમયમાં અહીંયા રહેવા જશે. આ બંગલાના ઇન્ટિરિયરનું કામ ફ્રાંસના એક ડિઝાઈનરને આપવામાં આવ્યું છે. તે જેકલીનના કહ્યાં પ્રમાણે આખો બંગલો સજાવશે. આ બંગલા માટે જેકલીને થોડાં રૂપિયા આપી દીધા છે. અનલૉક થયા બાદ ફાઇનલ પેપર વર્ક કરવામાં આવશે.

જેકલીન સંબંધો અંગે ગંભીર છે
સૂત્રોના મતે, જેકલીન પ્રેમી સાથેના સંબંધો અંગે એકદમ ગંભીર છે. બંને વીડિયો કૉલ પર વાત કરતાં રહેતા હોય છે. ઘર અંગે પણ બંનેએ વીડિયો કૉલના માધ્યમથી જ વાત કરી હતી. કપલે જે ઘર ફાઇનલ કર્યું છે, તે જુહૂમાં પ્રાઇમ લોકેશન પર છે. આ ઘરમાં બોયફ્રેન્ડની ઓફિસ પણ હશે. તે ટૂંક સમયમાં મુંબી શિફ્ટ થવાનો છે.

આ પહેલાં જેકલીનના સંબંધો પ્રિન્સ સાથે હતા
ચર્ચા હતી કે જેકલીનના સંબંધો બહેરીનના પ્રિન્સ ડસન બિન રાશિદ સાથે હતા. આ સંબંધો તૂડ્યા બાદ જેકલીનનું નામ બોલિવૂડ ડિરેક્ટર સાજીદ ખાનને ડેટ કરતી હતી.