વીડિયો સોન્ગ / રેપર બાદશાહનું જેકલીન ફર્નાન્ડિઝ સ્ટારર સોન્ગ ‘ગેંદા ફૂલ’ રિલીઝ, જેકલીન બંગાળી લુકમાં દેખાઈ

X

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 07:20 PM IST

બોલિવૂડ ડેસ્ક: રેપર બાદશાહનું નવું સોન્ગ રિલીઝ થયું છે. ‘ગેંદા ફૂલ’ સિંગલને બાદશાહે બનાવ્યું છે. તેણે જ આ સોન્ગ લખ્યું છે અને કમ્પોઝ કર્યું છે. આ સોન્ગને બાદશાહ અને પાયલ દેવે ગાયું છે. સોની મ્યુઝિકના યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલ આ વીડિયોમાં જેકલીન ફર્નાન્ડિઝ છે. વીડિયો રિલીઝ થયાના થોડા જ સમયમાં 5 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોઈ લીધો હતો.

View this post on Instagram

OUT NOW EVERYWHERE Video link in bio @jacquelinef143 @payaldevofficial @magicsneya @adityadevmusic @piyush_bhagat @shaziasamji

A post shared by BADSHAH (@badboyshah) on Mar 25, 2020 at 11:59pm PDT

જેકલીન આ સિવાય છેલ્લે ‘મેરે અંગને મેં’ વીડિયો સોન્ગમાં દેખાઈ હતી. નેહા કક્કરે આ સોન્ગ ગાયું હતું જેમાં જેકલીન બિગ બોસ 13 ફેમ અસીમ રિયાઝ સાથે દેખાઈ હતી. જેકલીન છેલ્લે  ‘ડ્રાઇવ ’ ફિલ્મમાં દેખાઈ હતી. હાલ લોકડાઉનમાં તે ઘરે તેની બિલાડી સાથે સમય વિતાવી રહી છે. તે તેના યોગ સેશનના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી