તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેકલીનનું નવું સરનામું:પ્રિયંકા ચોપરાના જુના ઘરમાં જેકલીન ફર્નાન્ડિઝ શિફ્ટ થઇ, 7 કરોડ રૂપિયા કિંમત છે

એક મહિનો પહેલા

પ્રિયંકા ચોપરાના જુના ઘરમાં જેકલીન ફર્નાન્ડિઝ શિફ્ટ થઇ, જેની 7 કરોડ રૂપિયા કિંમત છે. આ ઘર મુંબઈના જુહુ વિસ્તારમાં છે. જેકલીન છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ભાડેના ઘરમાં રહેતી હતી. આ એ જ ઘર છે જ્યાં પ્રિયંકા 2018માં નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. આ કર્મયોગ નામની બિલ્ડિંગમાં છે.

પીસીએ જેને વેચ્યું તેની પાસેથી જ ભાડે લીધું
પિન્કવીલાના રિપોર્ટ અનુસાર હાલમાં જ જેકલીન આ ઘરમાં શિફ્ટ થઇ છે. ઘરમાં મોટો લિવિંગ એરિયા અને આઉટડોર બાલ્કની છે. જેકલીન આ પહેલાં બાંદ્રામાં રહેતી હતી. પ્રિયંકાની માતા મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ યારી રોડવાળા એપાર્ટમેન્ટમાં રહેવા જતા રહ્યા છે. માટે આ ઘર હવે જેકલીનને મળી ગયું છે. પ્રિયંકાના નજીકના લોકોના જણાવ્યા અનુસાર આ ઘર હવે પીસીનું નથી. તેણે આ ઘર વેચી દીધું હતું અને હવે જેકલીને તેને ભાડે લીધું છે.

જેકલીનના અપકમિંગ પ્રોજેક્ટ્સ
વાત જો જેકલીનના ફિલ્મ પ્રોજેક્ટ્સની કરીએ તો આ વર્ષે તે ઘણી વ્યસ્ત છે, જેકલીન હાલમાં જ સૈફ અલી ખાન સાથેની 'ભૂત પોલીસ'નું શૂટિંગ કરીને ફ્રી થઇ છે અને હવે તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'નું શૂટિંગ શરૂ કરવાની છે. છેલ્લે તે 'મિસ સિરિયલ કિલર' ફિલ્મમાં દેખાઈ હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો