EDની ઓફિસમાં એક્ટ્રેસ:મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝનું કનેક્શન! છેલ્લાં 5 કલાકથી નવી દિલ્હીમાં EDની પૂછપરછ ચાલુ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • સુકેશ ચંદ્રશેખર સાથેના કેસના સંદર્ભમાં જેકલીનની પૂછપરછ

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ આજે 30 ઓગસ્ટના રોજ દિલ્હીમાં પાંચ કલાકથી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) પૂછપરછ કરી રહ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં જેકલીનનું નિવેદન લેવાઈ રહ્યું છે. આ કેસ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે. સુકેશ પર મની લોન્ડરિંગ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.

કોણ છે સુકેશ?
ઉલ્લેખનીય છે કે 20 ઓગસ્ટથી તિહાર જેલમાંથી અત્યાર સુધીની સૌથી મોટી ખંડણી (200 કરોડ) વસૂલ કરનારો આરોપ સુકેશ ચંદ્રશેખર તથા ફિલ્મ એક્ટ્રેસ લીના પૉલના ચેન્નઇ સ્થિત બંગલામાં EDએ દરોડા પાડ્યા હતા. ED ઇસ્ટે કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડ્યા ત્યારે મોટી માત્રામાં રોકડ રકમ તથા 15 લક્ઝૂરિયસ કાર જપ્ત કરી છે. આટલું જ નહીં આ બંગલાની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે.

200 કરોડની ખંડણીનો કેસ
હાલમાં જ સુકેશે તિહાર જેલની અંદરથી એક મોટા બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી લીધી હતી, જેમાં RBL (ધ રત્નાકર બેંક) બેંકના અધિકારીઓ સહિત તિહાર જેલના કેટલાંક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. સુકેશની નિકટની સાથે લીનાની પણ EDએ પૂછપરછ કરી હતી. સુકેશની સ્પેશિયલ સેલે ખંડણી કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં તે EOW (ઇકોનોમિક્સ અફેન્સ વિંગ)ની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે સુકેશ રાજકીય નેતા સિંબલના કેસનો આરોપી છે અને લાંબા સમયથી જેલમાં છે.

આ પહેલાં પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે હાઇ પ્રોફાઇલ ચીટર સુકેશ જેલમાં પણ મોટા મોટા બિઝનેસમેનના કોન્ટેક્ટમાં હતો અને ફોન કરીને સુપ્રીમ તથા હાઇકોર્ટમાં કેસનો ઉકેલ લાવવાનો દાવો કરીને પૈસા વસૂલ કરતો હતો. જેલમાં મોબાઈલ ફોન મળ્યા બાદ જેલ તંત્ર સાથે જોડાયેલા કેટલાંક અધિકારીઓ રડાર પર આવ્યા હતા.

નોંધનીય છે કે સુકેશ એ જ વ્યક્તિ છે, જેણે AIADMK (ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડા મુન્નેત્રા કઝગમ)ના ડેપ્યુટી ચીફ દિનાકરન પાસેથી 2 કરોડ રૂપિયા લઈને ચૂંટણી ચિહ્ન આપવાનું વચન આપ્યું હતું. આ કેસનો ઘટસ્ફોટ થતાં ક્રાઇમ બ્રાંચે સુકેશની ધરપકડ કરી હતી. સુકેશની પૂછપરછ બાદ દિનાકરનની પણ ધરપકડ કરવામાં આવી હતી.

જેકલીન સી ફેસિંગ બંગલામાં બોયફ્રેન્ડ સાથે રહેશે
સૂત્રોના મતે, જેકલીન છેલ્લાં થોડાં સમયથી જુહૂ તથા બાંદ્રાની વચ્ચે સી ફેસિંગ ઘર શોધતી હતી. જોકે, તે એકલી જ ઘર શોધતી હતી. રિપોર્ટ પ્રમાણે, અનેક ઘર જોયા બાદ જેકલીન તથા તેના બોયફ્રેન્ડે જુહૂમાં એક સી ફેસિંગ બંગલો ભાડેથી લીધો છે. બંને ટૂંક સમયમાં અહીંયા રહેવા જશે. આ બંગલાના ઇન્ટિરિયરનું કામ ફ્રાંસના એક ડિઝાઈનરને આપવામાં આવ્યું છે. તે જેકલીનના કહ્યાં પ્રમાણે આખો બંગલો સજાવશે. આ બંગલા માટે જેકલીને ડિપોઝીટ આપી છે. આ ઘરમાં પહેલાં પ્રિયંકા ચોપરા રહેતી હતી.

જેકલીન સંબંધો અંગે ગંભીર છે
સૂત્રોના મતે, જેકલીન પ્રેમી સાથેના સંબંધો અંગે એકદમ ગંભીર છે. બંને વીડિયો કૉલ પર વાત કરતાં રહેતા હોય છે. ઘર અંગે પણ બંનેએ વીડિયો કૉલના માધ્યમથી જ વાત કરી હતી. આ ઘરમાં બોયફ્રેન્ડની ઓફિસ પણ હશે. તે ટૂંક સમયમાં મુંબઈ શિફ્ટ થવાનો છે.

જેકલીન ટીવી રિપોર્ટર હતી
ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં આવ્યા પહેલાં જેક્લીન ટીવી રિપોર્ટર હતી. જેકલીન મિસ શ્રીલંકા પણ રહી ચૂકી છે. તેણે સિડની યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. જેકલીનના પિતા શ્રીલંકામાં મ્યૂઝિશિયન તથા માતા એર હોસ્ટેસ હતી. જેકલીને 14 વર્ષની ઉંમરથી ટીવી શો હોસ્ટ કરવાની શરૂઆત કરી હતી. ટીવી રિપોર્ટરની નોકરી દરમિયાન તેને મોડલિંગની ઓફર મળી હતી. બોલિવૂડમાં 2009માં ફિલ્મ 'અલાદ્દીન'થી ડેબ્યૂ કર્યું હતું. તેણે 'મર્ડર 2', 'હાઉસફુલ 2', 'રેસ 2', 'કિક', 'ફ્લાઇંગ જાટ', 'રેસ 3' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. 'ઝલક દિખલાજા 9'ને જજ પણ કર્યો હતો. 'ભૂત પોલીસ'માં સૈફ અલી ખાન તથા અર્જુન કપૂર સાથે જોવા મળશે. આ ઉપરાંત તે 'સર્કસ', 'અટેક', 'વિક્રાંત રોના', 'બચ્ચન પાંડે', 'રામસેતુ' તથા તમિળ ફિલ્મ 'હરિ હરા વીરા મલ્લુ'માં જોવા મળશે. છેલ્લે તે 'મિસ સિરિયલ કિલર' ફિલ્મમાં દેખાઈ હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી.