200 કરોડની ખંડણીનો કેસ:ઠગ સુકેશ ચંદ્રશેખરનો આરોપ, જેકલીન ફર્નાન્ડિઝ ED અધિકારીઓની સામે ખોટું બોલી રહી છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુકેશે આરોપ લગાવ્યો કે જેકલીન સાચું નથી બોલી રહી

200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝની EDએ ઘણી વખત પૂછપરછ કરી છે. પોતાના નિવેદનમાં સુકેશે કહ્યું હતું કે હું જેકલીનને મોંઘી ગિફ્ટ આપતો હતો. સુકેશ 2015માં મુંબઈ આવ્યો હતો. અહીં નકલી સ્કિમ દ્વારા 450 કરતાં પણ વધુ લોકો સાથે 19.5 કરોડની છેતરપિંડી કરી છે. ત્યારબાદ CBIએ બંનેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો. ત્યારબાદ પણ સુકેશે છેતરપિંડી ચાલુ જ રાખી. તે પોતાને લૉ અને હોમ મિનિસ્ટ્રીનો ઓફિસર જણાવીને છેતરપિંડી કરતો હતો.

જેકલીન જૂઠું બોલી રહી છે
ED અધિકારીઓની સામે પોતાના નિવેદનમાં જેકલીને કહ્યું હતું કે શું તેની બહેને સુકેશ પાસેથી 1,50,000 ડોલરની લોન લીધી હતી. તેના પર સુકેશે આરોપ લગાવ્યો કે જેકલીન સાચું નથી બોલી રહી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, કોનમેને કહ્યું કે, મેં એક્ટ્રેસને 180,000 ડોલર ટ્રાન્સફર કર્યા અને જેકલીનની માતા ગેરાલ્ડિનને એક BMW (X5) પણ ગિફ્ટ કરી હતી. જો કે, જેકલીને કથિત રીતે અધિકારીઓને જણાવ્યું હતું કે, તેને ચંદ્રશેખર પાસેથી ઘણી મોંઘી ગિફ્ટ મળી છે, જેમાં એસ્પુએલા નામનો એક ઘોડો, ગુચીની 3 ડિઝાઈનર બેગ, જીમમાં પહેરવા માટે 2 ગુચીના કપડા, એક જોડી લુઈ વીટનના જૂતા, બે જોડી હીરાની બુટ્ટી અને રૂબી બ્રેસલેટ, હે હેમિર્સ બ્રેસલેટ અને મિની કૂપર સામેલ છે. સુકેશે એક્ટ્રેસને 15 લાખ કેશ પણ આપ્યા હતા.

4 વર્ષ પહેલા સંપર્કમાં આવી હતી જેકલીન
ED દ્વારા દાખલ ચાર્જશીટમાં જેકલીને ચંદ્રશેખર સાથેની પોતાની મુલાકાત વિશે ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે કહ્યું હતું, હું ફેબ્રુઆરી 2017થી સુકેશ સાથે વાત કરી રહી છું. ઓગસ્ટ 2021માં તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ હું તેને ક્યારેય નથી મળી. તેને મને જણાવ્યું હતું કે તે સન ટીવીનો માલિક છે અને જયલલિતાના રાજનીતિક પરિવારથી છે. જેકલીન સિવાય નોરા ફતેહી ચંદ્રશેખર પાસેથી મોંઘી ગિફ્ટ લેવાના સમાચાર છે. કથિક રીતે એક્ટ્રેસને ઠગે એક મોંઘી BMW આપી હતી.

જેકલીન સાથે પોતાનો પરિચય કરાવવા માટે પિંકી ઈરાનીને રકમ આપી હતી
મની લોન્ડ્રિંગ કેસમાં EDએ પિંકી ઈરાનીની ધરપકડ કરી હતી. પિંકી ઈરાનીએ સુકેશ ચંદ્રશેખરને જેકલીન ફર્નાન્ડિઝ સાથે ઓળખાણ કરાવી હતી. ANIના અનુસાર, ED અધિકારીઓએ શુક્રવારે પિંકી ઈરાની અને સુકેશ ચંદ્રશેખરને તિહાડ જેલમાં મોકલી દીધા છે. બંનેને અલગ અલગ અને એક સાથે ઘણા સવાલ પૂછીને નિવેદન લેવામાં આવ્યું છે.