તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:જેકી શ્રોફના મેકઅપ આર્ટિસ્ટ શશિ સાતમનું અવસાન, એક્ટરે કહ્યું- 'શશિ દાદા તમે હંમેશાં મારા દિલમાં રહેશો'

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના સીનિયર મેકઅપ આર્ટિસ્ટ શશિ સાતમનું સોમવાર 17 મેનારોજ સ્ટ્રોકને કારણે અવસાન થયું છું. જેકી શ્રોફે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. જેકીએ એમ પણ કહ્યું હતું કે શશિ સાતમ છેલ્લાં 37 વર્ષથી તેની સાથે કામ કરતાં હતાં.

શશિ દાદા તમે હંમેશાં મારા દિલમાં રહેશો
જેકી શ્રોફે શશિ સાતમ સાથેની એક તસવીર શૅર કરીને કહ્યું હતું, 'શશિ દાદા તમે હંમેશાં મારા દિલમાં રહેશો. 37 વર્ષથી મારા મેકઅપ પર્સન રહેલા શશિ દાદાનું નિધન થયું છે.' જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને લખ્યું હતું, 'RIP, શશિ દાદ. અમે તમને હંમેશાં યાદ કરીશું.' શશિ સાતમને ઈન્ડસ્ટ્રીમાં શશિ દાદા તરીકે ઓળખવામાં આવતા હતા.

ગયા વર્ષે બીમાર પડ્યા હતા
રિપોર્ટ પ્રમાણે, શશિ સાતમ છેલ્લાં એક વર્ષથી બીમાર હતા. ગયા વર્ષે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું, ત્યારથી તેઓ બીમાર હતા. આ ઉપરાંત ગયા અઠવાડિયે બાથરૂમમાં પડી ગયા હતા અને તેમને સ્ટ્રોક આવ્યો હતો. પછી તેમની તબિયત વધુ લથડી હતી.

'હીરો' ફિલ્મથી બંનેએ સાથે કામ કરવાની શરૂઆત કરી
શશિ સાતમે જેકી શ્રોફ ઉપરાંત રિશી કપૂરના મેકઅપ પર્સન તરીકે કામ કર્યું હતું. જેકી સાથે 'હીરો'થી લઈ 'પરિંદા', 'મેરા ધર્મ', 'કર્ઝ', 'તેરી મહેરબાનિયા', 'મેરા જવાબ', 'ક્યોં કી' સહિતની ફિલ્મમાં કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...