તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ટરવ્યૂ:રાધેની OTT રિલીઝ પર જેકી શ્રોફે કહ્યું, સલમાન ખાનનું કન્ટેન્ટ મોટા પડદે જોવાની મજા આવે છે, પણ હાલ ખરાબ સમય ચાલી રહ્યો છે

4 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • પોતાના કેરેક્ટર વિશે જેકીએ કહ્યું, ઘણા દિવસો પછી મને કોમેડી કરવાનો મોકો મળ્યો છે
  • જેકી શ્રોફને ફિલ્મમાં તેના દીકરા ટાઈગર શ્રોફ સાથે કામ કરવું છે

એક્ટર જેકી શ્રોફ ફિલ્મ રાધેમાં એક કોમિક રોલમાં છે. ફિલ્મમાં તેઓ દિશા પટનીના ભાઈનો રોલ પ્લે કરી રહ્યા છે. હાલમાં જ તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન જેકી શ્રોફે ફિલ્મ સાથે જોડાયેલી અમુક વાતો શેર કરી અન કહ્યું કે, હું ઈચ્છતો હતો કે સલામન ખાનની ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય, પણ હાલની સ્થિતિ જોઇને હું બસ એટલું જ ઈચ્છું છું કે ફિલ્મ પાસેથી બિઝનેસને જેટલી પણ આશા છે તે પૂરી થાય.

‘સલમાનની ફિલ્મ મોટા પડદે રિલીઝ થવી જોઈએ’
હાલની સ્થિતિથી હું ખુશ નથી કારણકે થિયેટર બંધ છે. સલમાનની ફિલ્મો દર્શકો મોટા પડદે એન્જોય કરે છે. ઈદ પર ફિલ્મ રિલીઝ કરવાનો તેનો પોતાનો એક ટ્રેન્ડ છે. એક અલગ જ ફેન ક્લબ છે અને આ એક મોટો બિઝનેસ છે. નસીબજોગે આ વખતે તેવું થયું નહીં. તેવામાં OTT પ્લેટફોર્મ આશીર્વાદ બનીને આવ્યું છે. તેના દ્વારા આપણે 200-300 દેશમાં પહોંચી જઈશું. હું બસ આશા કરું છું કે બિઝનેસનું બેલેન્સ રહે. જે પણ ખર્ચ કર્યો છે તે મળી જાય. જેટલો પ્રોફિટ ઈચ્છે છે તેટલો મળી જાય. સલમાનનું કન્ટેન્ટ મોટા પડદે જોવાની મજા આવે છે. હવે ઘરે બેસીને જોવામાં ફર્ક તો દેખાશે જ. સમય ખરાબ છે, પણ આ પસાર થઇ જશે. જો કે, મને લાગે છે સલમાનની ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થવી જોઈએ.

‘હું થિયેટરને મિસ કરું છું’
થિયેટરની બહુ યાદ આવે છે, ત્યાં એકવાર તો જવાનું જ છે.ઓડિયન્સ પણ જશે, બસ થોડા દિવસ રાહ જોવાની છે. આ સ્થિતિમાં એકબીજાને સાચવી લો. વેક્સિનેશન પછી સ્થિતિ સુધરશે એટલે સિનેમા પણ ખૂલી જશે.

‘મારું કેરેક્ટર બધાના ઘરમાં ખુશી લાવશે’
પોતાના કેરેક્ટર વિશે જેકીએ કહ્યું, ઘણા દિવસો પછી મને કોમેડી કરવાનો મોકો મળ્યો છે. પ્રભુ દેવા સારા ડિરેક્ટરની સાથે સારા એડિટર, એક્ટર અને ડાન્સર પણ છે. તેમની સાથે કામ કરવું સરળ છે. કોઈકને રડાવવા સહેલું છે પણ હસાવવા મુશ્કેલ છે. ઘણા દિવસોથી બધાના ઘરમાં અનેક દુઃખ છે મારા કેરેક્ટરથી ખુશીઓ આવશે. ફિલ્મમાં દિશાના મોટા ભાઈનો રોલ પ્લે કરી રહ્યો છું જે એક પોલીસ છે. દર્શકોને મારી પ્યોર કોમેડી જોવા મળશે.

‘ટાઈગર સાથે કામ કરવું છે’
સલમાન સાથે મેં ઘણી ફિલ્મ કરી છે, અમે એકબીજાને સારી રીત ઓળખીએ છીએ. મારી એક ફિલ્મમાં તે આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. આજે મારો નાનો ભાઈ સુપરસ્ટાર છે એ જોઇને સારું લાગે છે. દિશા ઘણી પાવરફુલ છે. તે ફિલ્મોમાં છાપ છોડી દે છે. હું તેને પર્સનલી ઓળખું છું. તેન ફેન-ફોલોઈંગ પણ સારું છે. હું મારા દીકરા ટાઈગર સાથે કામ કરવા પણ ઉત્સુક છું.