તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:જેકી શ્રોફે ટાઈગરનો ઉછેર નથી કર્યો, કહ્યું- હું હંમેશાં કામ માટે બહાર રહેતો હતો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પિતા જેકી અને માતા આયેશા સાથે ટાઈગર શ્રોફ. - Divya Bhaskar
પિતા જેકી અને માતા આયેશા સાથે ટાઈગર શ્રોફ.
  • જેકી શ્રોફે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હું માત્ર તેના કામની પ્રશંસા કરું છું
  • ટાઈગર છેલ્લે 'બાગી 3'માં જોવા મળ્યો હતો

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેઓ હંમેશાં કામને લઈને બહાર રહેતા હતા, તેથી તેમને પોતાના દીકરા ટાઈગર શ્રોફના ઉછેરમાં કોઈ યોગદાન નથી આપ્યું. તે સાથે તેમને ટાઈગરના ઉછેરનો તમામ શ્રેય 'ત્રણ દેવીઓ'ને આપ્યો.

ટાઈગરના ઉછેરમાં જેકીનું કોઈ યોગદાન નથી
જેકીએ જણાવ્યું કે, 'ત્રણ દેવીઓ'એ જ ટાઈગરનો ઉછેર કર્યો છે કેમ કે હું હંમેશાં કામ માટે બહાર રહેતો હતો અને જ્યારે પાછો આવતો હતો ત્યારે તેની સાથે લાડ લડાવતો હતો. તે એકદમ અલગ છે, તે જે રીતે પોતાના કામ અને ફિટનેસ પ્રત્યે શિસ્તબદ્ધ છે, તે ખરેખર પ્રશંસનીય છે. હું તેની સાથે કામને લઈને ગંભીર વાત નથી કરતો. જ્યારે પણ અમે મળીએ છીએ તો હું તેની સાથે અન્ય પેરેન્ટ્સની જેમ જ વ્યવહાર કરું છું. અમે મિત્રોની જેમ વાત કરીએ છીએ. હું માત્ર તેના કામની પ્રશંસા કરું છું. આજે તે જે પણ છે તેના માટે હું ભગવાનનો અને તેના ફેન્સનો આભાર વ્યક્ત કરું છું.

'પિંચ'માં જોવા મળ્યો હતો ટાઈગર શ્રોફ
અરબાઝ ખાનના ટોક શો 'પિંચ'માં તાજેતરમાં તે જોવા મળ્યો હતો, ટાઈગરે સ્વીકાર કર્યો હતો કે તેને પોતાની કરિયરની શરૂઆતમાં પોતાના લુકને લઈને ઘણી કમેન્ટ્સ મળી હતી. તેને આ વિશે વાત કરતા કહ્યું, રિલીઝ પહેલા પણ હું મારા લુકને લઈને ઘણો ટ્રોલ થયો હતો. લોકો કહેતા હતા કે 'આ હીરો છે કે હીરોઈન?તે જેકી દાદનો દીકરો છે જ નહીં'. મેં મારી સ્ટ્રેન્થને ધ્યાનમાં રાખીને જાણીને જોઈને આ પગલું ભર્યું.

'હીરોપંતી 2'માં જોવા મળશે જેકી
જેકી શ્રોફ છેલ્લે 'નાઈટ ઓફ 26/11' અને તે પહેલા 'ઓકે ચાર્લી'માં જોવા મળ્યા હતા. સાથે તેઓ આ વર્ષની શરૂઆતમાં 'ઓક કમ્પ્યુટર'માં પણ જોવા મળ્યા હતા. તેમજ ટાઈગર પોતાની અપકમિંગ ફિલ્મમાં જોવા મળશે, જે 'હીરોપંતી 2', 'ગણપત' અને 'બાગી 4' છે. ટાઈગર છેલ્લે 'બાગી 3'માં જોવા મળ્યો હતો.