તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફવા પર પ્રતિક્રિયા:અમિતાભની પૌત્રી નવ્યા અને દીકરા મીઝાનના સંબંધો પર જાવેદ જાફરી બોલ્યા- સારા મિત્રો હોવાનું હંમેશાં કંઈક અલગ જ માનવામાં આવે છે

24 દિવસ પહેલા

એક્ટર- ડાન્સર જાવેદ જાફરીના દીકરા મીઝાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'મલાલ'થી 2019માં ડેબ્યુ કર્યું હતું. તે બોલિવૂડમાં આવ્યો તે પહેલાં જ તેનું નામ અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથે જોડાતું રહ્યું છે. હવે આ બાબતે ફાઈનલી જાવેદે મૌન તોડ્યું છે. જાવેદે કહ્યું કે લોકો કંટેટ ઈચ્છે છે. કોઈનું સારું ફ્રેન્ડ હોવું હંમેશાં કંઈક અલગ જ માનવામાં આવે છે.

નવ્યાના સ્કૂલ ફ્રેન્ડ્સ છે જાવેદના બાળકો
જાવેદે આગળ કહ્યું, આ બાળકો એકસાથે મોટા થયા છે. મારી દીકરી અલાવિયા અને નવ્યા સ્કૂલ ફ્રેન્ડ્સ છે. તે મોટેભાગે સાથે જોવા મળે છે કારણકે તેમના ઘણા કોમન ફ્રેન્ડ્સ છે. માટે તેમને લિંક કરવા ઘણા સરળ છે કારણકે તે હંમેશાં સાથે હોય છે. વાત જો જાવેદના સ્ટેટમેન્ટથી અલગ કરીએ તો આ બંનેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ તેમના રોમાન્સના સમાચારની હવા આપતા રહે છે.

'હંગામા 2'માં દેખાશે મીઝાન
એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર કમેન્ટ્સ કરવાથી લઈને એકબીજાને કામ માટે હિંમત આપવા સુધી, આ બંને હંમેશાંથી લોકોના ધ્યાનમાં રહ્યા છે. વાત જો મીઝાનના અપકમિંગ પ્રોજેક્ટની કરીએ તો તે 'હંગામા 2'માં દેખાશે. નવ્યાએ ભારતમાં મહિલા સશક્તિકરણ પર એક પહેલ કરતા પ્રોજેક્ટ નેવેલી લોન્ચ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો