તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સ અને અફવા:પોતાની પ્રેગ્નન્સી તથા આત્મહત્યાની ચર્ચા પર ઈલિયાના ડિક્રૂઝે કહ્યું, ઘણું જ દુઃખ થાય છે

11 દિવસ પહેલા

બોલિવૂડ સેલેબ્સ પોતાની ફિલ્મ કરતાં પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. બોલિવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ સાથે પણ કંઈક આવું થયું છે થોડાં સમય પહેલાં તેની પ્રેગ્નન્સી અંગે વાતો ઉડી હતી. આ ઉપરાંત તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ ચર્ચા થઈ હતી. હવે એક્ટ્રેસે આ પ્રકારના ફૅક ન્યૂઝ તથા અફવા પર રિએક્શન આપ્યું હતું.

2018માં પ્રેગ્નન્સીની ચર્ચા થઈ હતી
હાલમાં જ વેબ પોર્ટલ બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં ઈલિયાનાએ ફૅક ન્યૂઝ તથા અફવા પર કહ્યું હતું, 'મારી સાથે જોડાયેલી કેટલીક અફવા છે. એવી ચર્ચા થતી હતી કે હું પ્રેગ્નન્ટ હતી અને મેં અબોર્શન કરાવ્યું હતું. આ બહુ જ દુઃખી કરનારી વાત છે. સાચું કહું તો કેટલાંક લોકો આવુ જ લખે છે. આ બહુ જ વાહિયાત છે.' ઉલ્લેખનીય છે કે 2018માં ઈલિયાના પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા થવા લાગી હતી. જોકે, તે સમયે એક્ટ્રેસે સો.મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું, 'નોટ પ્રેગ્નન્ટ.'

વધુમાં ઈલિયાનાએ કહ્યું હતું, 'એક એવી અફવા પણ હતી કે મેં સુસાઈડ કર્યું છે, નહીં કે મેં સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો છે. આ બહુ જ દુઃખદ હતું. મેં સુસાઈડ કર્યું હતું, પરંતુ હું બચી ગઈ. મારી કામવાળીએ આ વાતને કન્ફર્મ કરી હતી. મારા ઘરમા કામવાળી છે જ નહીં. મેં સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો જ નહોતો. હું જીવિત હતી. આ વાતનો કોઈ સેન્સ જ નહોતો. મને ખ્યાલ નથી કે આ પ્રકારનો સ્ટફ કેવી રીતે મળે છે.'

'ધ બિગ બુલ'માં જોવા મળી હતી
સાઉથમાં અલગ ઓળખ બનાવ્યા બાદ ઈલિયાનાએ બોલિવૂડમાં 'બરફી', 'મૈં તેરા હીરો' તથા 'રૂસ્તમ' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. હાલમાં જ ઈલિયાના એક્ટર અભિષેક બચ્ચન સાથે 'ધ બિગ બુલ'માં જોવા મળી હતી. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો