હિજાબ વિવાદ:ટ્વિંકલ ખન્નાએ કહ્યું, 'મહિલાઓ પર નિર્ભર છે કે તે જાતે જ નિર્ણય કરે કે તેણે શું પહેરવું છે'

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવા અંગેનો વિવાદ હજી ચાલુ છે, પરંતુ આ દરમિયાન બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ પોતાની મંતવ્ય રજૂ કર્યું હતું. ટ્વિંકલ ખન્નાના મતે, મહિલાઓએ શું પહેરવું જોઈએ, તેની પસંદગીનો અધિકાર માત્ર મહિલાઓ પાસે જ હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે હિજાબ વિવાદ આ વર્ષની શરૂઆતમાં થયો હતો, કર્ણાટકની કેટલીક વિદ્યાર્થિનીઓ કોર્ટમાં જઈને કહ્યું હતું કે તેમને હિજાબ પહેરવાને કારણે કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં. વિદ્યાર્થિની ઈચ્છતી હતી કે શાંતિ, સદભાવ તથા જાહેર વ્યવસ્થાને ભંગ કરનારા કોઈ પણ કપડાં પરના પ્રતિબંધ મૂકતા સરકારી આદેશને રદ્દ કરવામાં આવે.

હવે ટ્વિંકલે છ માર્ચ, 2022ના રોજ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી અને આર્ટિકલ શૅર કર્યો હતો. તેણે કહ્યું હતું, 'બુરખો, હિજાબ અને ત્યાં સુધી કે ઘૂંઘટે પણ ધાર્મિક તથા સાંસ્કૃતિક નિર્માણમાં બહુ જ મોટું યોગદાન આપ્યું છે. જોકે, હું કોઈ પણ પ્રકારના પડદાંના પક્ષમાં નથી. આ મહિલાઓ પર નિર્ભર છે કે તે કોઈનો પણ પક્ષ લીધા વગર જાતે નિર્ણય કરે.'

વધુમાં ટ્વિંકલે કહ્યું હતું, 'હું એ જરૂર કહેવા માગીશ કે કેટલાંક ધાર્મિક નેતાઓએ આ અંગે વાત કરી હતી કે કેવી રીતે હિજાબ પુરુષોને આકર્ષતા રોકે છે અને આના પર હસવું આવે તે યોગ્ય જ છે. આ તમામ ભાઈસાહેબોએ એક બાજુ બેસી જવાની જરૂર છે અને તેને બદલે સ્ટેન્ડ અપ્સ વાત કરે તે જરૂરી છે. બહુ ઓછા પુરુષો મહિલાના માથાને ઇરોજેનસ ઝોન માને છે. શું તમને ડેટ-નાઇટ યાદ છે, જ્યારે તમારે પ્રેમી-પતિએ કહ્યું હોય કે વાઉ આજે તારું માથું એકદમ હોટ દેખાય છે? ઓહ થેંક્યૂ ડાર્લિંગ. હું પ્રયાસ કરીશ કે તેને એ જ આકારમાં રાખું અને તેની સુંદરતા સહેજ પણ ઝાંખી ના પડે.'

ટ્વિંકલે યુક્રેન તથા રશિયા વચ્ચેના યુદ્ધ અંગે પણ કમેન્ટ કરી હતી. ટ્વિંકલે કહ્યું હતું, 'એક પૂર્વ કોમેડિયન ઝેલેન્સ્કી વૈશ્વિક હીરો બનીને સામે આવ્યા છે. બાબા ટ્વિંકદેવ એક માત્ર ગુરુ છે, જેમને સાંભળવાની તમને સલાહ આપું છું. આ સાથએ જ અલ્ટરનેટ સન્ડે ઇગ્નોર કરવાનું કહું છું.'

અન્ય સમાચારો પણ છે...