તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસીહાનું દર્દ:સોનુ સૂદે ભાવુક થઈને કહ્યું, સારું થયું કે મારા માતા-પિતા યોગ્ય સમયે દુનિયામાંથી જતાં રહ્યાં

મુંબઈ4 મહિનો પહેલા
  • સોનુ સૂદે કહ્યું, રોજ 100થી લઈ હજાર લોકોની મદદ કરીએ છીએ
  • 'જ્યારે લોકોને બચાવી નથી શકતા ત્યારે અસહાય ફીલ કરું છું'

સોનુ સૂદ ગયા વર્ષથી લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે ગયા વર્ષે શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી જ્યારે આ વર્ષે તેણે કોરોના દર્દીઓને હોસ્પિટલમાં બેડ તથા દવાઓની વ્યવસ્થા કરી છે. હાલમાં જ સોનુ સૂદે એક ઈન્ટરવ્યૂમાં પોતાના આ અનુભવ અંગે વાત કરી હતી અને એમ કહ્યું હતું કે સારું થયું કે તેના પેરેન્ટ્સ યોગ્ય સમયે જ જતા રહ્યાં.

ટાઈમ્સ નાઉ સાથેના ઈન્ટરવ્યૂમાં સોનુ સૂદે કહ્યું હતું કે રોજ તેમણે 100થી લઈ હજાર લોકોની મદદ કરી. ધીમે ધીમે જે લોકોને મદદ મળી, તે તેમની ટીમ સાથે જોડાતા ગયા. તેને ખ્યાલ જ ના રહ્યો કે ક્યારે તે લોકો આ મુશ્કેલ સમયમાં વોલિન્ટિયર બની ગયા.

પેરેન્ટ્સમાંથી પ્રેરણા મળી
સોનુ સૂદેને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને આ કરવાની પ્રેરણા ક્યાંથી મળી તો તેણે કહ્યું હતું કે તેના પિતાની પંજાબમાં દુકાન હતી. તેઓ મફતમાં લોકોને ભોજન આપતા અને ત્યારે લોકોના ચહેરા પર એક ચમક જોવા મળતી હતી. તેની માતા પ્રોફેસર હતી અને તે બાળકોને મફતમાં ભણાવતી હતી. આજે તે તેમને યાદ કરે છે. તેને આનંદ છે કે તેણે જે લોકોને મદદ કરી, તે લોકો કોઈ પણ જાતના ફાયદા વગર બીજાને મદદ કરી રહ્યાં છે. 22 કલાક જાગીને તે લોકોને મદદ કરી રહ્યો છે.

આ ખરાબ સમય હવે ક્યારેય ના આવે
વધુમાં સોનુ સૂદે કહ્યું હતું કે તેને લાગે છે કે કદાચ તેના પેરેન્ટ્સ યોગ્ય સમય પર જતા રહ્યાં તે સારું થયું. જો તેને આ સમયમાંથી પસાર થવું પડત કે તેને એક બેડ ના મળતા કે પછી ઓક્સિજન કે દવા મેનેજ ના કરી શક્યો હોત તો તે ઘણો જ તૂટી જાત. તેણે રોજ અનેક લોકોને તૂટતા જોયા છે, રડતા જોયા છે. આનાથી ખરાબ સમય ક્યારેય આવ્યો નથી અને હવે આવે પણ નહીં.

વાત કરતાં ભાવુક થયો
સોનુ સૂદે ભાવુક થતાં કહ્યું હતું કે તે રોજ પોતાને અસહાય ફીલ કરે છે. તેને લોકોની રોજ નવી નવી સમસ્યાઓની ખબર પડે છે. તેને એવું લાગે છે કે આપણે કયા દેશમાં રહીએ છીએ.

સોનુ સૂદે કહ્યું હતું કે તે બોલિવૂડમાં કામ કરવાનું ચાલુ રાખશે. જોકે, કોઈનું જીવન બચાવવું એ અલગ જ વાત છે. તેનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. આમાંથી તે ખુશી મળે છે, તે અન્ય કોઈ બાબતમાંથી મળતી નથી.

સો.મીડિયામાં કહ્યું, અસહાય ફીલ થાય છે
સોનુ સૂદે હાલમાં સો.મીડિયામાં કહ્યું હતું, 'જ્યારે લોકો તેની પાસે મદદ માગે છે અને તે બચાવવામાં અસમર્થ બને છે તો તેને બહુ જ અસહાય ફીલ થાય છે. જે દર્દીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હોય તેને જ્યારે ગુમાવીએ છીએ ત્યારે પોતાના ગુમાવ્યા હોય તેવું લાગે છે. જે પરિવારને તેમના પ્રિયજનને બચાવવાનું વચન આપ્યું હોય તેને ના બચાવી શક્યા હોઈએ ત્યારે તે પરિવારનો સામનો કરવો ઘણો જ મુશ્કેલ છે. આજ મેં આવા જ કેટલાંક લોકોને ગુમાવી દીધા છે. જે પરિવારની સાથે તમે રોજ 10 વાર સંપર્કમાં રહેતા હતા, તેમનાથી હંમેશાં માટે સંપર્ક ગુમાવી દીધો. અસહાય ફીલ કરી રહ્યો છું.'

ચાહકોએ સોનુનો ઉત્સાહ વધાર્યો
સોનુની આ પોસ્ટ પછી અનેક ચાહકો તથા યુઝર્સે તેને ખુશ કરવાનો તથા સારા કામોની યાદ અપાવવાનો પ્રયાસ કર્યો છે. એક યુઝરે કહ્યું હતું, 'માનવતાની સેવા ઈશ્વરની સેવા છે. તમે લોકોની આ જ રીતે મદદ કરતા રહો. તમે રિયલ હીરો છો.' અન્ય એકે કહ્યું હતું, 'સર, જન્મ તથા મૃત્યુ કોઈના હાથમાં નથી. આ બધાને પહેલેથી જ ખબર છે. જોકે, સમાચાર બહુ જ ખરાબ છે અને જેણે પણ જોયું તે તેમના આંસુ રોકી શક્યા નહીં. મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદના. જીવન બચાવવામાં ક્યારેય હાર માનશો નહીં.'

દર્દીઓના પરિવારને મળવા માટે સોનુ બહાર આવ્યો
સોનુ સૂદ રવિવાર, 23 મેના રોજ ઘરની બહાર આવ્યો હતો. અહીંયા તે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ તથા તેમના પરિવારને મળવા માટે બહાર આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...