તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ:શાહીર શેખ અને રુચિકા કપૂરના ઘરે દીકરીનો જન્મ થયો, ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કોર્ટ મેરેજ કર્યા હતાં

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા અઠવાડિયાં પહેલાં રુચિકા કપૂરના બેબી શૉવરના ફોટોઝ વાઇરલ થયા હતાં
  • કપલે દીકરીના જન્મની ઓફિશિયલ જાહેરાત કરી નથી

10 સપ્ટેમ્બરના રોજ શાહીર શેખ અને રુચિકા કપૂરના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. રુચિકાએ દીકરીને જન્મ આપ્યો છે.થોડા અઠવાડિયાં પહેલાં રુચિકા કપૂરના બેબી શૉવરના ફોટોઝ વાઇરલ થયા હતા. કપલે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કોર્ટ મેરેજ કર્યા હતા.

કોર્ટ મેરેજ પછી શાહીર શેખ અને રુચિકા શાહીરના હોમ ટાઉન જમ્મુ ગયા હતા. રુચિકાએ પ્રેગ્નન્સીની ઓફિશિયલ જાહેરાત કરી નહોતી પણ તેની અમુક સોશિયલ મીડિયા પોસ્ટ પરથી ચાહકોએ પ્રેગ્નન્ટ હોવાનું અનુમાન કર્યું હતું. બેબી શૉવરના ફોટો જોયા પછી પ્રેગ્નન્સીની વાત કન્ફર્મ થઇ ગઈ હતી.

એક ઇન્ટરવ્યૂમાં પોતાની મેરેજ લાઈફ વિશે શાહીર શેખે કહ્યું હતું કે, મેરેજ પછી અમે બંને એક નવા ફેજમાં એન્ટર થયા અને રોજ કઇકે નવું શીખી રહ્યા છીએ. હું ઘણા વર્ષોથી મુંબઈમાં એકલો રહેતો હતો. રુચિકા સાથે મારી સ્પેસ શૅર કરી હું ઘણું બધું શીખ્યો. મને રુચિકાની રસોઈ પણ ખૂબ ગમે છે.

રુચિકા ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે
શાહીર શેખ અને રુચિકાની મુલાકાત આશરે બે વર્ષે પહેલાં ‘જજમેન્ટલ હૈ ક્યાં’ના સેટ પર થઇ હતી. બંનેએ દોઢ વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા. એ પછી થોડા દિવસ પહેલા શાહીરે સગાઈના ન્યૂઝ ઓફિશિયલ કર્યા હતા. રુચિકાએ રાજકુમાર રાવ સ્ટારર ‘જજમેન્ટલ હૈ ક્યાં’, ‘જબરિયા જોડી’, ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’, ‘ડ્રીમ ગર્લ’માં કામ કર્યું છે. તે બાલાજી મોશન પિક્ચર્સ લિમિટેડમાં ક્રિએટિવ પ્રોડ્યુસર અને એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ છે.

શાહીર શેખ ‘પવિત્ર રિશ્તા’ની બીજી સીઝનમાં દેખાશે
‘પવિત્ર રિશ્તા’ ટીવી સિરિયલની બીજી સીઝનમાં શાહીર શેખે દિવંગત એક્ટર સુશાંતને રિપ્લેસ કર્યો છે. ZEE5 પર સ્ટ્રીમ થનારી આ સિરિયલનો પ્રથમ પ્રોમો રિલીઝ થઈ ગયો છે. શોમાં શાહીર શેખનો લુક લાસ્ટ સીઝનના માનવ ઉર્ફ સુશાંત જેવો રાખ્યો હોવાથી અનેક ફેન્સને સુશાંત યાદ આવ્યો હતો.