બિહાઈન્ડ ધ સીન:'બોબ બિસ્વાસ'માં અભિષેક બચ્ચનને ઓળખવો મુશ્કેલ બન્યો, સેટની તસવીરો વાઈરલ

કોલકાતા2 વર્ષ પહેલા

અભિષેક બચ્ચન હાલમાં થ્રિલર ફિલ્મ 'બોબ બિસ્વાસ'નું શૂટિંગ કોલકાતામાં કરી રહ્યો છે. નવ ડિસેમ્બર સુધી 'બોબ બિસ્વાસ'નું શૂટિંગ કરશે. ફિલ્મને ગૌરી ખાન, સુજોય ઘોષ તથા ગૌરવ વર્મા પ્રોડ્યૂસ કરે છે. ફિલ્મને સુજોયની દીકરી દિયા અન્નપૂર્ણા ઘોષ ડિરેક્ટ કરે છે. અભિષેકની સાથે ચિત્રાંગદા સિંહ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

સેટની તસવીરો વાઈરલ
'બોબ બિસ્વાસ'ના સેટની કેટલીક તસવીરો વાઈરલ થઈ છે. આ તસવીરોમાં અભિષેક બચ્ચનને ઓળખવો મુશ્કેલ બન્યો છે.

હાલમાં જ અભિષેકની ફિલ્મ રિલીઝ થઈ
લૉકડાઉનને કારણે છ મહિના થિયેટર બંધ રહ્યા હતા. આ જ કારણથી ઘણી ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. અભિષેકની ફિલ્મ 'લુડો' 12 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિષેકે બિટ્ટુનો રોલ પ્લે કર્યો હતો.

શૂટિંગ પહેલાં અભિષેકે સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી હતી
અભિષેક કોલકાતા જતો હતો ત્યારે તેણે એક તસવીર શૅર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું, 'બોબ પરત ફર્યો, દરેક લોકો સલામત રહે. ટ્રાવેલ સલામત રીતે કરે. હંમેશાં માસ્ક પહેરીને રાખો.'

કોણ છે બોબ વિશ્વાસ?
ડિરેક્ટર સુજોય ઘોષ તથા એક્ટ્રેસ વિદ્યા બાલનની વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘કહાની’માં બોબ બિસ્વાસ એક પાત્ર હતું, જે પોતાના શાતિર ચહેરા અને કોન્ટ્રાક્ટ કિલર તરીકે ચાહકોમાં લોકપ્રિય થયો હતો. આ કેરેક્ટરને લઈ સોશિયલ મીડિયામાં અનેક પેજીસ બન્યા હતાં, વિવિધ મીમ્સ પણ બન્યા હતાં. આજ સુધી બોબ બિસ્વાસ ચાહકોના મનમાં છવાયેલો છે. ફિલ્મમાં બોબ બિસ્વાસ વાક્યની શરૂઆત ‘નોમોસ્કાર, એક મિનિટ’ એ રીતે કરતો હતો. આ પાત્ર બંગાળી એક્ટર સાસ્વત ચેટર્જીએ પ્લે કર્યું હતું.