એક્ટ્રેસ પર માનહાનિનો કેસ:શર્લિનને બીજી FIR કરવી ભારે પડી, શિલ્પા-રાજ કુંદ્રાએ 50 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી
  • બે મહિના બાદ રાજને જામીન મળ્યા હતા

શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ શર્લિન ચોપરા વિરુદ્ધ 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, ગયા અઠવાડિયે શર્લિન ચોપરાએ જુહુ પોલીસ સ્ટેશનમાં રાજ વિરુદ્ધ FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) કરી હતી અને ત્યાર બાદ શિલ્પા-રાજના વકીલોએ આ કેસ કર્યો છે. શર્લિને પોતાની ફરિયાદમાં રાજ તથા શિલ્પા વિરુદ્ધ યૌન ઉત્પીડન તથા અન્ડરવર્લ્ડની ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો. શિલ્પા-રાજની ચેતવણી બાદ પણ શર્લિને પ્રેસ-કોન્ફરન્સ કરી હતી.

શર્લિને પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે તેણે રાજ કુંદ્રાની JL સ્ટ્રીમ કંપની માટે 3 વીડિયો શૂટ કર્યા હતા, પરંતુ વચન પ્રમાણે તેને પૈસા આપવામાં આવ્યા નહોતા. ફરિયાદમાં એક્ટ્રેસે કહ્યું હતું કે રાજ કુંદ્રા લોકોને ઉઘાડા બતાવ્યા બાદ કલાકારોને પેમેન્ટ કરતો નથી.

19 જુલાઈના રોજ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
19 જુલાઈના રોજ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો.

વકીલોએ પહેલાં પણ ચેતવણી આપી હતી
શિલ્પા તથા રાજના વકીલે નિવેદન જાહેર કરીને કહ્યું હતું, 'શર્લિન ચોપરા જે પણ બોલી રહી છે તેણે તમામ વાતો કાયદામાં રહીને કરવી જોઈએ. મારા ક્લાયન્ટ વિરુદ્ધ પ્રેસ-કોન્ફરન્સ કરવી તે તેમને બદનામ કરવાનું ષડયંત્ર છે. જાહેરમાં શર્લિન ચોપરાએ કરેલી તમામ વાતો કોર્ટમાં તેની વિરુદ્ધ કરવામાં આવશે. તેની વિરુદ્ધ સિવિલ તથા ક્રિમિનલ પ્રોસિડિંગ હેઠળ કેસ કરવામાં આવશે.'

રાજ કુંદ્રા પર સેક્સ્યૂઅલ અસોલ્ટનો આરોપ
શર્લિને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ પણ ફરિયાદ કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. આ વર્ષે જુલાઈમાં શર્લિને રાજ કુંદ્રા પર શોષણનો આરોપ મૂકીને દાવો કર્યો હતો કે રાજ બે વર્ષ પહેલાં 2019માં એક દિવસ તેના ઘરે અચાનક આવ્યો હતો અને તેનું યૌન શોષણ કર્યું હતું. શર્લિને આરોપ મૂક્યો હતો કે રાજ કુંદ્રાએ તેણે ના પાડી હોવા છતાં કિસ કરી હતી.

એપ્રિલ, 2021માં શર્લિને રાજ કુંદ્રા વિરુદ્ધ યૌન શોષણનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ રાજ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડ હેઠળ R/W 384, 415, 420, 504 અને 506, 354 (A) (B) (D), 509, 67, 67 (A) કેસ કર્યો હતો.

પૂછપરછ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચે રાજની ધરપકડ કરી હતી.
પૂછપરછ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચે રાજની ધરપકડ કરી હતી.

રાજ કુંદ્રા બે મહિના જેલમાં રહ્યો હતો
રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રા વિરુદ્ધ 1500 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. રાજને બે મહિના બાદ 20 સપ્ટેમ્બરના રોજ જામીન મળ્યા હતા. જોકે ગેહના વશિષ્ઠે દાવો કર્યો હતો કે શર્લિન જ રાજને બોલ્ડ કન્ટેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લઈને આવી હતી. શર્લિન માત્ર ધ્યાન ખેંચવા માટે રાજ પર કાદવ ઉછાળે છે.