'ધ કાશ્મીર ફાઇલ્સ' વિવાદ:ઇઝરાયેલના ડિરેક્ટર નાદવ લેપિડે આખરે માફી માગી, કહ્યું કે, 'મારા આ નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું'

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિરેક્ટર-પ્રોડ્યૂસર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર વિવાદ થયો હતો. ગોવામાં 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનું આયોજન થયું હતું. અહીંયા ઇઝરાયેલના ડિરેક્ટર નાદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે વાત કરી હતી. તેમણે આ ફિલ્મને વલ્ગર પ્રોપેગેંડા ગણાવી હતી. ત્યારથી સોશિયલ મીડિયામાં તેની જોરદાર ચર્ચા ચાલી રહી છે. નાદવના વિવાદાસ્પદ નિવેદન બાદ બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અનુપમ ખેર, અશોક પંડિત, રામગોપાલ વર્માએ આ નિવેદનનો ભારે વિરોધ કર્યો છે, જ્યારે સ્વરા ભાસ્કર-પ્રકાશ રાજે ઇઝરાયલના ડિરેક્ટરને સપોર્ટ આપ્યો છે. પરંતુ હવે નાદવે આ મામલે મૌન તોડ્યું છે.

નાદવ લેપિડે માફી માગી
નદવે માફી માંગી અને કહ્યું કે તેણે પોતાનું નિવેદન કાશ્મીરના નાગરીકો માટે નહીં પરંતુ માત્ર ફિલ્મ માટે આપ્યું છે. તેમણે કહ્યું કે જો તેમના નિવેદનથી લોકોને દુઃખ થયું હોય તો તે તેના માટે માફી માગે છે.

નાદવે કર્યા મોટો દાવો
ફિલ્મ નિર્માતા નાદવ લેપિડના જણાવ્યા અનુસાર, તે હજુ પણ પોતાના નિવેદન પર અડગ છે. તે ભારતીય નથી જેના કારણે તે આ મુદ્દા પર વાત કરવામાં અસ્વસ્થતા અનુભવતો નથી. નદાવના આ નિવેદનના કારણે ઈઝરાયેલના રાજદૂતે માફી માંગવી પડી હતી.તે જ સમયે, ફિલ્મ નિર્માતા 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને એક મહાન મૂવી તરીકે વર્ણવે છે અને કહે છે કે તેણે પોતાની જવાબદારી વ્યક્તિલક્ષી રીતે નિભાવી છે. તેણે દાવો કર્યો હતો કે તેની પાસે પુરાવા છે કે બાકીના જ્યુરી સભ્યો પણ તેની સાથે સંમત છે.

કોણ છે નાદવ લેપિડ?
નાદવ ઈઝરાયેલનો સ્ક્રીનરાઇટર તથા ફિલ્મમેકર છે. આઠ એપ્રિલ, 1975માં ઈઝરાયેલના તેલ અવીવમાં જન્મેલા નાદવે પોતાની કરિયરમાં અઢળક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ્સ બનાવી છે.

2011માં ફિલ્મ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું
નાદવે 2011માં ફિલ્મ 'પોલીસમેન'થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ નાદવે 'ધ કિંડરગાર્ડન ટીચર', 'સિનોનિમસ', 'અહેડ્સ ની' જેવી ફિલ્મ બનાવી હતી.

આ ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરીમાં સામેલ છે
નાદવ માત્ર IFFIના જ્યૂરીનો ચીફ નથી. તે 2015માં લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડુન લેપર્ડ જ્યૂરી, 2016માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ ક્રિટિક્સ વીક જ્યૂરી તથા 2021માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફિશિયલી કોમ્પિટિશન જ્યૂરીનો મેમ્બર રહી ચૂક્યો છે. નાદવની ફિલ્મ 'સિનોનિમસ'એ 2019માં 69મા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન બીયર અવૉર્ડ જીત્યો નથી. નાદવની ડેબ્યૂ ફિલ્મ 'પોલીસમેન'ને લોકાર્નો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ જ્યૂરી પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવી હતી.

'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે શું કહ્યું?
લેપિડે ગોવામાં 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાની ક્લોઝિંગ સેરેમનીમાં કહ્યું હતું, 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈને અમે બધા જ ડિસ્ટર્બ હતા. આ ફિલ્મ અમને અશ્લીલ તથા પ્રોપેગેંડા બેઝ્ડ લાગી. આટલા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ માટે આ ફિલ્મ યોગ્ય નથી. હું તમારી સાથે મારી ફીલિંગ એટલા માટે શૅર કરું છું, કારણ કે આ ફેસ્ટિવલની આત્મા છે કે આપણે અહીંયા ટીકાઓનો પણ સ્વીકાર કરીએ અને તેના પર ચર્ચા કરીએ.

નાદવે આગળ કહ્યું હતું, 'આ ફેસ્ટિવલમાં અમે ડેબ્યૂ કોમ્પિટિશનમાં 7 ફિલ્મ અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 15 ફિલ્મ જોઈ હતી, જેમાં 14 ફિલ્મ સિનેમેટિક ફીચર્સવાળી હતી. 15મી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી અમે બધા હેરાન હતા.'