રિએક્શન:આર્થિક સંકટમાં હોવાની વાત પર ઈશાન ખટ્ટરના પિતા ભડક્યા, કહ્યું- ભગવાન ના કરે, જો આવું ક્યારેક થયું તો સાથ આપવા માટે પરિવાર છે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક ઇન્ટરવ્યૂમાં સંજના તથા વંદનાએ કહ્યું હતું કે કોરોનાકાળમાં તેમની બચત લગભગ પૂરી થવા આવી છે.

બોલિવૂડ એક્ટર રાજેશ ખટ્ટરે પોતે આર્થિક સંકટમાં હોવાની વાતને નકારી છે. રાજેશ ખટ્ટરે કહ્યું હતું કે આ બાબતમાં શાહિદ કપૂર તથા ઈશાન ખટ્ટરનું નામ પણ સંડોવવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે શાહિદ, રાજેશની પહેલી પત્ની નીલિમા તથા પંકજનો દીકરો છે. તો ઈશાન તેનો તથા નીલિમાનો દીકરો છે. રાજેશની બીજી પત્ની વંદનાએ એક વાતચીતમાં આર્થિક સંકટ અંગે વાત કરી હતી.

વંદનાએ સારવાર પાછળ પૈસા ખર્ચ થયા હોવાની વાત કરી હતી
રાજે કહ્યું હતું કે તેની પત્નીએ માત્ર તે પૈસા અંગે વાત કરી હતી, જે મેડિકલ બિલ પર ખર્ચ થયા હતા. તેમણે કહ્યું હતું, 'વંદનાનું આ સ્ટેટમેન્ટ હાલના સમયમાં મેડિકલ તથા હોસ્પિટલના બિલ પર થયેલા ખર્ચ અંગે હતું. થોડાં કલાકો બાદ આ વાતને મરી મસાલો ભભરાવીને રજૂ કરવામાં આવી અને તે વાઇરલ થઈ ગઈ હતી. લોકો કહેવા લાગ્યા કે હું તૂટી ગયો છું. મારી ખાતામાં પેસા નથી. મદદ માટે તરત જ મારા સંબંધીઓ તથા અન્ય લોકોના મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા. થોડાં જ સમયમાં વાત આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી.'

ખરાબ નિયતથી શાહિદ-ઈશાનનું નામ લીધું
પૂરા ઘટનાક્રમ સાથે શાહિદ તથા ઈશાનનું નામ જોડવા પર રાજેશે કહ્યું હતું, 'આ ખરાબ નિયતથી કરવામાં આવ્યું હતું. તેમનું નામ લેવામાં આવ્યું. અમે એક્ટર્સ આ પ્રકારની નિરાધાર અફવાઓથી ટેવાઈ ગયા છીએ, પરંતુ આ થોડું વધારે થઈ ગયું હતું. ભગવાન ના કરે, જો હું ક્યારેક આવી સ્થિતિમાં પહોંચી પણ ગયો તો મારો સાથ આપવા માટે મારો પરિવાર છે. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને સંવેદનશીલ થવું સમયની ડિમાન્ડ છે.'

પત્ની વંદના તથા દીકરા સાથે રાજેશ ખટ્ટર
પત્ની વંદના તથા દીકરા સાથે રાજેશ ખટ્ટર

સો.મીડિયામાં પણ આક્રોશ વ્યક્ત કર્યો
રાજેશ ખટ્ટરે સો.મીડિયામાં પણ આર્થિક સંકટની વાતોનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું, 'જેમને મારા માટે ચિંતા કરી અને મને આશ્વાસન આપ્યું, તેમનો આભારી છું. અમે ઠીક છીએ. હું મીડિયાના મિત્રોને કહેવા માગું છું કે તમે દરેક રીતે ક્રિએટિવ હોઈ શકો છો, પરંતુ કોઈ પણ સ્ટોરી પોસ્ટ કરતાં પહેલાં બેઝિક ફેક્ટની પુષ્ટિ કરો, કારણ કે અનેક લોકો એવા છે, જે તમારા લખેલા અથવા બોલાયેલા શબ્દો પર વિશ્વાસ કરે છે.'

વંદનાએ શું કહ્યું હતું?
વંદનાએ કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ હોસ્પિટલના બીલ ભરે છે અને તેમાં જ તેમની બચત હવે પૂરી થવા આવી છે. તો રાજેશે કહ્યું હતું કે હોસ્પિટલમાં બેડ શોધવો તેમના માટે એક ખરાબ સપનું હતું. હાલમાં તેમની પાસે કોઈ કામ ના હોવાથી તેઓ પોતાની બચતથી ગુજરાન ચલાવે છે.