કાસ્ટિંગ કાઉચ:‘હા, મારી સાથે પણ કાસ્ટિંગ કાઉચ થયેલું. એક્ટર પાસે એકલી ન ગઈ તો ફિલ્મમાંથી કાઢી મૂકી’, ઇશા કોપીકરનો સનસનાટીભર્યો આરોપ

7 મહિનો પહેલા

આજે નાના પડદાથી લઈને મોટા પડદા સુધી ક્યાંક ને ક્યાંક કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે બૉલિવૂડ એક્ટ્રેસ ઈશા કોપીકરે પણ ખુલાસો કર્યો છે. ઈશાને તેની કરિયરની શરૂઆતમાં જ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડયો હતો. ઈશાએ આ વાત આ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કરી હતી. ઈશાએ જણાવ્યું હતું કે, એક એક્ટરે તેને એકલી મળવા બોલાવી હતી. જ્યારે તેને એકલામાં મળવાનો ઇન્કાર કરી દીધો ત્યારે તેને ફિલ્મમાંથી કાઢી મૂકી હતી. આ ઘટનાની ઈશાના જીવનમાં ખરાબ અસર પડી હતી.

‘મને ફિલ્મમાંથી કાઢી મૂકી હતી’
ઈશાએ ‘બોમ્બે ટાઈમ્સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,વર્ષ 2000ના મધ્યમાં એક જાણીતા પ્રોડ્યુસરે મને બોલાવી હતી. આ મિટિંગ દરમિયાન તેમણે મને કહ્યું હતું કે, હીરોની ગુડ બુકમાં હોવું જરૂરી છે. આ વાત મારા ગળે ઊતરી નહોતી કે આ કહેવા શું માગે છે. આ બાદ મેં એક્ટરને ફોન કર્યો હતો. એક્ટરે મને કોઈ સ્ટાફ વગર એકલી મળવા બોલાવી હતી. આ બાદ મેં પ્રોડ્યુસરને કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, હું અહીં મારા લુક અને ટેલેન્ટના કારણે છું. જો તેનાથી મને કામ મળતું હોય તો ઠીક છે. આ બાદ મને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી.

‘મારા માટે કામથી મોટી મારી જિંદગી છે’
ઈશાએ વધુમાં કહ્યું હતું કે, આ બાદ હું ભાંગી પડી હતી. આ બાદ હું ભ્રમિત થઇ ગઈ હતી આ બાદ મને લાગતું હતું કે, ફિલ્મમાં તમે કેવા દેખાઓ છો, આ વાતથી ફરક પડે છે. પરંતુ અસલમાં એ વાતથી ફરક પડતો હતો કે તમે હીરોની ગુડ બુક્સમાં હતા અને તે ગુડ બુક્સનો અર્થ આ હતો. મને લાગે છે કે આપણે બધાની પોતાની મર્યાદાઓ અને પ્રાથમિકતાઓ છે. મારું જીવન મારા માટે કામ કરતાં મોટું છે. હું મારી જાતને અરીસામાં જોયા પછી વધુ સારું અનુભવવા માગું છું.

ઈશાની કરિયર
ઈશાની કરિયરની વાત કરવામાં આવે તો 1998માં આવેલી ફિલ્મ ' એક થા દિલ એક થી ધડકન'થી ડેબ્યુ કર્યું હતું. આ બાદ ઈશાએ ‘ફિઝા’, ‘પ્યાર, ઇશ્ક ઔર મોહબ્બત’, ‘કાંટે’, ‘કંપની’, ‘પિંજર’ અને ‘દિલ કા રિશ્તા’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ઈશાની લાઈફ વિશે વાત કરવામાં આવે તો 2009માં હોટેલ-બિઝનેસમેન ટીમ્મી નારંગ સાથે લગ્ન કર્યાં હતાં. કપલને 7 એક વર્ષની દીકરી છે, જેનું નામ રિઆના છે. ઈશા છેલ્લે વેબ સિરીઝ ‘દહનમ’માં જોવા મળી હતી.