ટાઇગર શ્રોફ ફરી પ્રેમમાં પડ્યો:દિશા પટની સાથેના બ્રેકઅપ બાદ આકાંક્ષા શર્માને ડેટ કરતો હોવાની ચર્ચા, મ્યૂઝિક વીડિયોમાં સાથે કામ કર્યું છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ તથા દિશા પટની છ વર્ષથી એકબીજાને ડેટ કરતાં હતા. જોકે, બંને હાલમાં જ અલગ થયા છે. હવે ટાઇગરનું નામ એક્ટ્રેસ તથા મોડલ આકાંક્ષા શર્મા સાથે જોડાયું છે.

કોણ છે આકાંક્ષા?
આકાંક્ષાની વાત કરીએ તો તેણે મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે એક્ટ્રેસ બની હતી. તેણે 2020માં સાઉથ ફિલ્મ 'ત્રિવિક્રમ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આકાંક્ષાએ વરુણ ધવન, મહેશ બાબુ જેવા હીરો સાથે જાહેરાતોમાં કામ કર્યું છે.

બે મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે
આકાંક્ષા તથા ટાઇગરે મ્યૂઝિક વીડિયો 'કાસાનોવા'માં કામ કર્યું હતુ. આ ઉપરાંત બંને 'આઇ એમ અ ડિસ્કો ડાન્સર 2.0'માં પણ કામ કર્યું હતું.

ટાઇગર શ્રોફે શું કહ્યું?
બોલિવૂડમાં ટાઇગર ને આકાંક્ષાના ડેટિંગની વાતો જોરશોરથી ચર્ચાઈ રહી છે. મીડિયા સાથેની એક વાતચીતમાં ટાઇગરને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે આ વાત સાચી નથી.

ટાઇગરે કરિયરની શરૂઆત 2014માં ફિલ્મ 'હીરોપંતી'થી કરી હતી. આ ફિલ્મમાં ક્રિતિ સેનન હતી. એક્ટરના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે 'ગણપત', 'સ્ક્રૂ ઢીલા', 'બડે મિયા છોટે મિયા', 'બાગી 4', 'રેમ્બો'માં જોવા મળશે.

કેમ દિશા ને ટાઇગર અલગ થયા?
દિશા-ટાઇગરના કોમન મિત્રે દાવો કર્યો હતો કે રિલેશનશિપમાં આવ્યા બાદ બંને લગભગ સાથે જ રહેતા હતા. ટાઇગર છેલ્લાં ઘણાં વર્ષોથી પેરેન્ટ્સ જેકી શ્રોફ તથા આયેશા શ્રોફથી અલગ રહે છે. આથી જ દિશા મોટાભાગે ટાઇગરના ઘરે જ રહેતી હતી. ગયા વર્ષે દિશા પટનીને લગ્નની વાત કરવાનું શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશાએ ટાઇગર સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી હતી અને લગ્ન અંગે કહ્યું હતું. જોકે, ટાઇગરે ચોખ્ખી ના પાડી દીધી હતી. દિશાએ ઘણીવાર લગ્ન અંગે વાત કરી હતી. જોકે, દર વખતે ટાઇગરનો એક જ જવાબ રહેતો, 'ના, અત્યારે નહીં.' દિશા લગ્ન માટે ઉતાવળી હતી, પરંતુ ટાઇગર લગ્નના બંધનમાં બંધાવા માગતો નહોતો.