ના હોય!:કેટનો ભાઈ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ માઇકલ ફેલ્પ્સ છે? ગૂગલ તો કંઈક એવું જ માને છે, જાણો આખરે શું છે સત્ય

મુંબઈ2 મહિનો પહેલા
  • કેટરિનાનો ભાઈ હાલમાં જ મુંબઈ આવ્યો છે, તે જિમની બહાર તથા કેટની બિલ્ડિંગ નીચે જોવા મળ્યો હતો

વિકી કૌશલ તથા કેટરીના કૈફ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ધામધૂમથી લગ્ન કરવાના છે. કેટરીના કૈફના પરિવાર અંગે ઘણાં ઓછા ચાહકોને ખ્યાલ હશે. કેટરીનાને છ બહેનો તથા એક ભાઈ છે. જોકે, તમે કેટરીનાના ભાઈ અંગે ગૂગલમાં સર્ચ કરશો તો તમને ઘણી જ નવાઈ લાગશે. ગૂગલને લાગે છે કે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ માઇકલ ફેલ્પ્સ એક્ટ્રેસનો ભાઈ છે.

કેમ ગૂગલને આવું લાગે છે?
માઇકલ ફેલ્પ્સ તથા કેટરીના વચ્ચે કોઈ સંબંધ નથી. જોકે, ગૂગલ સર્ચ કરીએ તો કેટના ભાઈ તરીકે સ્વિમર માઇકલ ફેલ્પ્સની જ તસવીર જોવા મળે છે. વાસ્તવમાં કેટરીનાના ભાઈનું નામ સેબેસ્ટિન લોરેન્ટ માઇકલ છે. આથી જ ગૂગલે એવું માની લીધું કે માઇકલ ફેલેપ્સ જ કેટરીનાનો ભાઈ છે. 2019માં માઇકલે બહેન કેટરીના સાથેની એક તસવીર સો.મીડિયામાં પોસ્ટ કરી હતી.

ગૂગલ સર્ચ કરીએ તો કેટના ભાઈ તરીકે માઇકલ ફેલ્પ્સની તસવીર આવે છે
ગૂગલ સર્ચ કરીએ તો કેટના ભાઈ તરીકે માઇકલ ફેલ્પ્સની તસવીર આવે છે

માઇકલ હાલમાં મુંબઈમાં છે
માઇકલ શનિવાર, 4 ડિસેમ્બરે મુંબઈમાં જોવા મળ્યો હતો. તે બહેન કેટરીના સાથે જિમની બહાર ક્લિક થયો હતો.

મુંબઈ આવ્યા બાદ માઇકલે સો.મીડિયામાં આ પોસ્ટ શૅર કરી હતી
મુંબઈ આવ્યા બાદ માઇકલે સો.મીડિયામાં આ પોસ્ટ શૅર કરી હતી

કેટનો ભાઈ વિકી કૌશલને ફોલો કરે છે
સેબેસ્ટિન લોરેન્ટ સો.મીડિયામાં બહુ એક્ટિવ નથી. હજી સુધી તેણે માત્ર 22 જ સો.મીડિયા પોસ્ટ શૅર કરી છે. સેબેસ્ટિન સો.મીડિયામાં વિકી કૌશલ તથા કેટરીના કૈફને ફોલો કરે છે.

કેટરીના ભાઈ સાથે
કેટરીના ભાઈ સાથે

ચાર દિવસે વેડિંગ ફંક્શન ચાલશે
કેટરીના તથા વિકી 6 ડિસેમ્બરે રાજસ્થાન જશે તેમ માનવામાં આવે છે. સવાઈ માધોપુરની સિક્સ સેન્સ બરવાડા હોટલમાં 7 ડિસેમ્બરે સંગીત સેરેમની, 8 ડિસેમ્બરે મહેંદી સેરેમની તથા 9 ડિસેમ્બરે લગ્ન છે. 10 ડિસેમ્બરે અહીંયા ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવશે.

કોરોનાની વેક્સિન લીધી હશે તેમને જ આમંત્રણ
કોરોનાવાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે કેટરીના તથા વિકી કૌશલે ખાસ સાવચેતી રાખવાનું શરૂ કર્યું છે. ભારતમાં પણ નવા વેરિયન્ટના કેસ મળ્યા બાદ કેટ-વિકીએ કડક નિયમો બનાવ્યા છે. લગ્નમાં આવનાર તમામ મહેમાનોએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા જરૂરી છે. આટલું જ નહીં મહેમાનોએ લગ્નમાં આવતા પહેલાં 24 કલાક જૂનો RT PCRનો રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. જો મહેમાન રિપોર્ટ નહીં આપે તો વેડિંગ વેન્યૂ પર ટેસ્ટ કરવામાં આવશે. વેક્સિનેટેડ વગરના મહેમાનોને લગ્નમાં એન્ટ્રી મળશે નહીં. આ તમામ વ્યવસ્થા રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગની ટીમ કરશે. વિકી-કેટના લગ્નમાં 120 મહેમાનો હાજર રહેશે.

મુંબઈમાં જિમની બહાર કેટનો ભાઈ માઇકલ
મુંબઈમાં જિમની બહાર કેટનો ભાઈ માઇકલ

સાફ-સફાઈથી લઈ વીજળી વ્યવસ્થાની જવાબદારી નક્કી
જિલ્લા વહીવટી તંત્રે પંચાયતને વીજળી, સફાઈ તથા પાર્કિંગની જવાબદારી સોંપી છે. લગ્નમાં સામેલ થનાર મહેમાનો માટે પિક-અપ તથા ડ્રોપ માટે લક્ઝૂરિયસ કારને મેળા મેદાનમાં પાર્ક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિટિંગમાં SP સવાઈ માધોપુર, CCF રણથંભોર, ADM સવાઈ માધોપુર, DFO રણથંભોર ટાઇગર રિઝર્વ, CO ગ્રામીણ, જિલ્લાના તમામ ADM, ચૌથ બરવાડાના પોલીસ ઇન્સ્પેક્ટર, ચૌથ બરવાડાના સરપંચ, બરવાડા ફોર્ટ રિસોર્ટના ડિરેક્ટર, લગ્નના ઇવેન્ટ મેનેજર, સિક્યોરિટી બાઉન્સર કંપની, કાલરા બસ સર્વિસના લોકો હાજર રહ્યા હતા.