કેટરીના કૈફે ગયા વર્ષે 9 ડિસેમ્બરના રોજ વિકી કૌશલ સાથે સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર મહિના બાદ જ કેટરીના કૈફ પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા થઈ રહી છે. હાલમાં જ કેટરીના કૈફ મુંબઈ એરપોર્ટ પર પિંક સલવાર સૂટમાં જોવા મળી હતી.
સો.મીડિયામાં વીડિયો વાઇરલ
સો.મીડિયામાં કેટરીના કૈફનો મુંબઈ એરપોર્ટનો વીડિયો વાઇરલ થયો છે. કેટરીના એરપોર્ટથી પોતાની કારમાં બેસવા જતી હોય છે. આ દરમિયાન ફોટોગ્રાફર્સે કેટરીનાના ફોટો-વીડિયો લીધો હતો. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં ચાહકો ચર્ચા કરવા લાગ્યા કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે.
યુઝર્સે કહ્યું, કેટરીનામાં નબળાઈ આવી ગઈ છે
એરપોર્ટ પર પિંક સલવાર-સૂટ તથા મેચિંગ દુપટ્ટામાં જોવા મળેલી કેટરીના બહુ જ સંભાળીને ચાલતી હોય એમ લાગતું હતું. એક યુઝરે કહ્યું હતું, 'ઓહ માય ગોડ, તે પ્રેગ્નન્ટ હોય એમ લાગે છે.' અન્ય એકે કહ્યું હતું, 'જલદીથી મમ્મી બનશે.' બીજા એક યુઝરે કહ્યું હતું, 'પ્રેગ્નન્સીના શરૂઆતના સમયમાં મહિલામાં નબળાઈ આવી જાય છે, કેટરીના પણ આવી જ લાગે છે.' તો એકે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'કેટરીના પ્રેગ્નન્ટ છે, એટલે તેણે ઇન્ડિયન આઉટફિટ પહેર્યાં છે.'
કેટરીનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે 'ટાઇગર 3'નું શૂટિંગ થોડા સમય પહેલાં જ પૂરું કર્યું હતું. હાલમાં તે ફિલ્મ 'મેરી ક્રિસમસ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. કેટરીનાની ફિલ્મ 'ફોન ભૂત' રિલીઝ માટે તૈયાર છે.
હાલમાં જ પતિ માટે બ્રેકફાસ્ટ બનાવ્યો હતો
કેટરીના કૈફે હાલમાં જ સો.મીડિયામાં પતિ માટે બ્રેકફાસ્ટ બનાવ્યાની તસવીર શૅર કરી હતી. તસવીર શૅર કરીને કેટરીનાએ કેપ્શન આપ્યું હતું, 'રવિવારે મેં પતિ માટે નાસ્તો બનાવ્યો.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.