બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હાલમાં લંડનમાં પરિવાર સાથે વેકેશન મનાવી રહી છે. કરીનાએ સો.મીડિયામાં વેકેશનની તસવીરો પણ શૅર કરી છે. જોકે, આ વેકેશનની એક તસવીર ખાસ્સી ચર્ચામાં છે. આ જોઈને ચાહકોને પણ નવાઈ લાગી છે. આ તસવીરમાં સૈફ-કરીના જોવા મળે છે. આ તસવીર જોયા બાદ સો.મીડિયા યુઝર્સ અટકળો કરવા લાગ્યા કે કરીના કપૂર ત્રીજીવાર પ્રેગ્નન્ટ છે.
શું છે તસવીરમાં?
વાઇરલ તસવીરમાં કરીના કપૂર બ્લેક રંગના ટેંક ટોપમાં જોવા મળે છે. તેણે સ્લિંગ બેગ કેરી કરી છે. ન્યૂડ મેકઅપ તથા હાફ ટાઇ હેરમાં કરીના ઘણી જ સુંદર લાગે છે. જોકે, સો.મીડિયા યુઝર્સની નજર કરીનાના ટમી પર અટકી ગઈ હતી. યુઝર્સે કહ્યું હતું કે આ કરીનાનો બેબી બમ્પ છે. આ તસવીર જોયા બાદ યુઝર્સ માની રહ્યા છે કે તે ત્રીજીવાર માતા બનવાની છે.
યુઝર્સે કમેન્ટ્સ કરી
વાઇરલ તસવીર પર એક યુઝરે કહ્યું હતું, 'બ્લેક આઉટફિટમાં પેટ છુપાઈ શક્યું નહીં.' અન્ય એકે કહ્યું હતું કે તે પ્રેગ્નન્ટ છે. ત્રીજા એકે કહ્યું હતું કે અરે કરીના થોડીક તો રાહ જો.
લંડનમાં પરિવાર-મિત્રો સાથે કરીના કપૂર...
21 ફેબ્રુઆરીએ બીજા દીકરાને જન્મ આપ્યો
કરીના-સૈફે વર્ષ 2012માં લગ્ન કર્યાં હતાં. 2016માં કરીનાએ 20 ડિસેમ્બરના રોજ તૈમુરને જન્મ આપ્યો હતો. 2021માં 21 ફેબ્રુઆરીના રોજ કરીનાએ બીજા દીકરા જેહને જન્મ આપ્યો હતો. સૈફને પહેલાં લગ્નથી દીકરી સારા તથા દીકરો ઈબ્રાહિમ છે. ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન તથા જહાંગીર વચ્ચે 25 વર્ષનું અંતર છે.
સૈફને ઉંમરના દરેક દસકામાં બાળક
થોડાં મહિના પહેલાં એક મીડિયા ઇન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું, 'સૈફને તેની ઉંમરના દરેક દસકામાં એક બાળક છે. વીસ, ત્રીસ, ચાલીસ અને હવે પચાસ વર્ષનો થયો ત્યારે જેહ જન્મ્યો હતો. જોકે, મેં તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જ્યારે તે 60 વર્ષનો થશે ત્યારે કોઈ બાળક આવશે નહીં. મને લાગે છે કે સૈફ જેવા ખુલ્લા વિચારો ધરાવતી વ્યક્તિ જ ઉંમરના વિવિધ તબક્કે ચાર બાળકનો પિતા બની શકે છે. તેણે ચારેય બાળકોને પૂરતો સમય આપ્યો છે. અત્યારે જેહને પૂરતો સમય આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમે નક્કી કર્યું છે કે જેહ પાસે હું અથવા તો સૈફ અચૂકથી રહીશું. જો હું શૂટિંગ પર હોઉં તો સૈફ ઘરે હોય અને જો સૈફ શૂટિંગ પર હોય તો હું ઘરે હોઉં છું.'
કરીનાએ ડિજિટલ ડેબ્યૂ કર્યું
કરીનાએ હાલમાં જ નેટફ્લિક્સની વેબ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ સિરીઝ જાપાનીઝ નોવેલ 'ડિવોશન ઑફ સસ્પેક્ટ X' પર આધારિત છે. આ ઉપરાંત કરીનાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટે રિલીઝ થશે. સૈફ અલી ખાનની વાત કરીએ તો તે 'વિક્રમ વેધા'માં હૃતિક રોશન સાથે જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.