તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂમર્ડ કપલ:ઇંગ્લેન્ડમાં ક્રિકેટર કેએલ રાહુલ સાથે શું ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે અથિયા શેટ્ટી?

મુંબઈ4 દિવસ પહેલા
  • હાલમાં ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડમાં છે
  • અથિયા તથા રાહુલની સો.મીડિયા પોસ્ટમાં એક જ જેવું બેકગ્રાઉન્ડ જોવા મળ્યું

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. અથિયા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહેતી હોય છે. ચર્ચા છે કે અથિયા તથા ઇન્ડિયન ક્રિકેટર કે એલ રાહુલ વચ્ચે અફેર છે. અથિયાએ ઘણીવાર રાહુલ સાથેની તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. હાલમાં જ આ બંનેની એક તસવીરને કારણે ચર્ચા જાગી છે કે અથિયા ઇંગ્લેન્ડમાં છે.

અથિયાએ મોનોક્રોમ તસવીર શૅર કરી

અથિયાની સો.મીડિયા પોસ્ટ
અથિયાની સો.મીડિયા પોસ્ટ

અથિયાએ પોતાની એક મોનોક્રોમ તસવીર શૅર કરી હતી. આ તસવીર બાદ તરત જ ચાહકોએ એ વાત નોટિસ કરી કે અથિયા હાલમાં ઇંગ્લેન્ડમાં પોતાના કથિત બોયફ્રેન્ડ કેએલ રાહુલની સાથે છે. ઉલ્લેખનીય છે કે રાહુલે થોડાં સમય પહેલાં એક્યૂટ એપેન્ડિક્સની સર્જરી કરાવી હતી. પછી તે વર્કઆઉટ કરતો જોવા મળ્યો હતો. હાલમાં જ રાહુલે પણ એક તસવીર શૅર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું, આજના દિવસના અપડેટ. તસવીરમાં રાહુલ ગાર્ડનમાં બેસીને કૉફીનો મજા માણતો જોવા મળે છે.

કેએલ રાહુલની સો.મીડિયા પોસ્ટ (બંને પોસ્ટમાં બેકગ્રાઉન્ડ એક જ જેવું જ છે)
કેએલ રાહુલની સો.મીડિયા પોસ્ટ (બંને પોસ્ટમાં બેકગ્રાઉન્ડ એક જ જેવું જ છે)

યુઝરે કહ્યું, ચાલાક અથિયા
તો બીજી બાજુ અથિયાએ મોનોક્રોમ તસવીર શૅર કરી છે. આ બંને તસવીરના બેકગ્રાઉન્ડ સેમ છે. તસવીર પોસ્ટ કર્યા બાદ ચાહકોએ સવાલ કર્યો હતો કે શું અથિયા રાહુલની સાથે છે? અન્ય એક યુઝરે કહ્યું હતું કે તમે પણ તે જ જગ્યાએ છો, જ્યાં રાહુલ સર છે? તો અન્ય એકે લખ્યું હતું, ચાલાક અથિયા..બેકગ્રાઉન્ડ છુપાવી લીધું, જેથી અમને ખબર ના પડે. કોઈ વાતા નહીં. તમે આ રીતે અમને હિંટ આપતા રહેજો.

હાલમાં જ અથિયાએ રાહુલને 29મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
હાલમાં જ અથિયાએ સો.મીડિયામાં રાહુલની તસવીર શૅર કરીને 29મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. એક્ટ્રેસે કહ્યું હતું, તમારી આભારી છું. હેપી બર્થડે. આ પોસ્ટ પર અથિયાના પપ્પા સુનીલ શેટ્ટીએ પણ કમેન્ટ કરી હતી.

રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતી અથિયાની પોસ્ટ
રાહુલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતી અથિયાની પોસ્ટ

અથિયાએ બોલિવૂડમાં 'હીરો' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. અથિયા છેલ્લે 'મોતીચૂર ચકનાચૂર'માં જોવા મળી હતી. નોંધનીય છે કે હાલમાં ક્રિકેટ ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઇંગ્લેન્ડમાં છે. તે ન્યૂઝીલેન્ડ સામે રમશે. મેચ 18 જૂનથી શરૂ થશે. અનુષ્કા શર્મા પણ પતિ તથા દીકરી સાથે ઇંગ્લેન્ડમાં છે. છેલ્લાં ઘણાં સમયથી અથિયા તથા રાહુલ વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. જોકે, બંનેમાંથી કોઈએ ઓફિશિયલી આ સંબંધોનો સ્વીકાર કર્યો નથી.