સેલેબ લાઇફ:ઐશ્વર્યા રાય બીજીવાર પ્રેગ્નન્ટ છે? સો.મીડિયામાં વીડિયો વાઇરલ થતાં યુઝર્સ કન્ફ્યૂઝ

કાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઐશ્વર્યા રાય લુકને કારણે પણ ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું- બોટોક્સ વધુ પડતું લઈ લીધું છે

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન કાન ફિલ્મ ફેસ્ટિવલની આફ્ટર પાર્ટીમાં જોવા મળી હતી. ઐશ્વર્યા પતિ અભિષેક બચ્ચન તથા દીકરી આરાધ્યા સાથે આવી હતી. ઐશ્વર્યા શિમરી પિંક ગાઉન તથા પિંક જેકેટમાં હતી. આરાધ્યાએ રેડ ફ્રોક પહેર્યું હતું અને અભિષેક બ્લેક સૂટમાં હતો. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયને તેના લુકને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. આટલું જ નહીં ઐશ્વર્યાનો પાર્ટીનો એક વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે સવાલ કર્યો હતો કે એશ પ્રેગ્નન્ટ છે?

પાર્ટીમાં પતિ ને દીકરી સાથે એશ.
પાર્ટીમાં પતિ ને દીકરી સાથે એશ.

પાર્ટીનો વીડિયો વાઇરલ થયો
પાર્ટીનો એક ઇનસાઇડ વીડિયો વાઇરલ થયો છે. ઐશ્વર્યા રાય પાર્ટીમાં પતિ ને દીકરી સાથે એન્ટર થાય છે. પાર્ટીમાં તે હોલિવૂડ એક્ટ્રેસ ઈવા લોંગોરિયાને મળે છે. ઈવા એક્ટ્રેસ એશનું સ્વાગત કરે છે અને બંને વાત કરે છે. આ દરમિયાન ઈવાની નજર આરાધ્યા પર પડે છે અને તેને ભેટી પડે છે. ઐશ્વર્યા આ મોમેન્ટ જોઈને સ્માઇલ આપે છે.

ઈવાએ દીકરા સાથે વાત કરાવી
ઈવાએ પોતાના ત્રણ વર્ષીય દીકરાને વીડિયો કૉલ કર્યો હતો અને આરાધ્યા સાથે વાત કરાવી હતી. ઐશ્વર્યાએ વીડિયો કૉલ દરમિયાન ત્રણ વર્ષીય દીકરાને હેન્ડસમ કહ્યો હતો. આ દરમિયાન અભિષેક પણ જોવા મળ્યો હતો.

યુઝર્સે સવાલ કર્યો, ઐશ્વર્યા પ્રેગ્નન્ટ છે?
ઐશ્વર્યાની પાર્ટીનો વીડિયો વાઇરલ થતાં જ અનેક યુઝર્સે સવાલ કર્યો હતો કે તે પ્રેગ્નન્ટ છે? ઐશ્વર્યા પાર્ટીમાં જ્યારે એન્ટર થાય છે ત્યારે તેનાં પેટનો ઉભાર દેખાય છે અને આ જ કારણે યુઝર્સ કન્ફ્યૂઝ થઈ ગયા હતા. અનેક યુઝર્સે કહ્યું હતું કે લાગે છે કે એશ પ્રેગ્નન્ટ છે.

સો.મીડિયા યુઝર્સે કહ્યું, ક્યારેય વિચાર્યું નહોતું કે એશ આવી લાગશે
ઐશ્વર્યા રાયને મેકઅપને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. ઘણાં યુઝર્સે કહ્યું હતું કે ઐશ્વર્યાએ બોટોક્સ વધુ પડતા લીધા હોય તેમ લાગે છે, કારણ કે તેનાં ચહેરા પર સોજા છે. અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે ઐશ્વર્યાએ લીપ સર્જરી કરાવી છે. ઐશ્વર્યા હવે ઘરડી લાગે છે. તેના ચહેરા પર પહેલાં જેવી ચમક નથી. અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે ઐશ્વર્યાના ચહેરા સાથે કંઈક ખોટું થયું છે. મેકઅપ મેજિક કામ ના આવ્યું. બીજા યુઝરે કહ્યું હતું કે યાર આને શી જરૂર હતી પ્લાસ્ટિક સર્જરીની. કેમ ચહેરો બગાડી નાખ્યો? બોટોક્સ લુક. અન્ય એકે એમ કહ્યું હતું કે ક્યારેય વિચાર્યું નહોતું કે ઐશ્વર્યા આવી લાગશે.

2019માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એશ.
2019માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એશ.

2002થી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આવે છે
ઐશ્વર્યા રાય 2002થી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપે છે. 2002માં ઐશ્વર્યા પોતાની ફિલ્મ 'દેવદાસ' માટે આવી હતી. 2019માં ઐશ્વર્યા બ્લૂ સિન્ડ્રેલા ગાઉનમાં જોવા મળી હતી. 2020 તથા 2021માં કોરોનાના કેસ વધુ હોવાથી કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું નહોતું.