તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:ઇરફાનની પત્ની સુતપાના સંબંધીનું કોરોનાથી મોત, ગુસ્સામાં કહ્યું- દિલ્હીમાં બેડ ના મળ્યો, કારણ કે તે છોટા રાજન નહોતા

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્વર્ગીય એક્ટર ઇરફાન ખાનની પત્ની સુતપા સિકંદરે કોવિડ 19થી પોતાના સંબંધી સમીર બેનર્જીના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ નારાજગી પ્રગટ કરતાં કહ્યું હતું કે સમીરને દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સિજનવાળો બેડ મળી શક્યો નહોતો. સુતપાએ કહ્યું હતું કે જો સમીર કોઈ પ્રામાણિક વ્યક્તિ ને બદલે છોટા રાજન (ગેંગસ્ટર) હોત તો તેના માટે સરળતાથી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા થઈ ગઈ હોત.

સુતપાએ પોસ્ટમાં શું કહ્યું?
સુતપાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મેં એક દિવસ પહેલાં મારા સંબંધી સમીર બેનર્જી માટે મદદ માગી હતી. આજે તે અમને છોડીને જતા રહ્યાં. આપણે દેશની રાજધાની દિલ્હીમાં ICU સેટઅપ કરી શક્યા નહી અને અમને હોસ્પિટલમાં બેડ મળી શક્યો નહીં. તે તમામ કોવિડ વોરિયર્સનો આભાર, જેમણે અમારી મદદ કરી. હુ તમને ક્યારેય ભૂલી શકું તેમ નથી. તમને જીવનભર દુઆ આપીશ. હું ક્યારેય સમીરદાના હાસ્યને ભૂલી શકીશ નહીં. તેમના માટે ICUમાં બેડ એટલે ના મેળવી શકી, કારણ કે તે છોટા રાજન નહોતા. તે એક ઈમાનદાર વ્યક્તિ હતા.'

દિલ્હીમાં થયેલી તબાહીને ક્યારેય નહીં ભૂલી શકું
સુતપાએ આગળ કહ્યું હતું, 'હું દિલ્હીમાં થયેલી આ તબાહીને ક્યારેય ભૂલી શકીશ નહીં. હું એ પણ નહીં ભૂલી શકું કે બેનર્જી, શેખ, દાસ, અદજાનિયા તમામે જવાનું છે. તે આપણી સાથે થોડો વધુ સમય રહી શકે છે, જો હિંદુ કે મુસ્લિમ તહેવારને બદલે દેશમાં વધુમાં વધુ ઓક્સિજન પ્લાન્ટ્સ લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે તો સારું.'

છેલ્લે લખ્યું, છોટા રાજન થવું સારું છે
સુતપાએ પોતાની પોસ્ટમાં દિલ્હી સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા બેટર ટુ બી અ છોટા રાજન (છોટા રાજન હોવું સારું છે) એવા હેશટૅગનો ઉપયોગ કર્યો હતો. સુતપા તથા તેમનો દીકરી બાબિલ હાલમાં કોવિડ 19 સામે ઝઝૂમતા લોકોની મદદ કરી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો