તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ:'ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ' આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે, છેલ્લી વાર મોટા પડદે જોવા મળશે

મુંબઈ2 મહિનો પહેલા

થિયેટરના મોટા પડદા પર ઈરફાન ખાનની એક્ટિંગનો જાદુ ફરી એકવાર જોવા મળશે. એમની એક ઇન્ટરનેશનલ ફિલ્મ 'ધ સોંગ ઑફ સ્કોર્પિયન્સ' આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ સાથે તે ઈરફાનની થિયેટરમાં રિલીઝ થનારી છેલ્લી ફિલ્મ બનશે. આ ફિલ્મને અનુપ સિંહે ડિરેક્ટ કરી છે.

રાજસ્થાની વેપારીના રોલમાં
ઈરફાન ખાન 'અંગ્રેજી મીડિયમ'માં પણ રાજસ્થાની પાત્રમાં જોવા મળ્યાં હતાં. 'ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ'માં ઈરફાન ખાન રાજસ્થાની ઊંટના વેપારીના રોલમાં છે. આ ઈન્ટરનેશનલ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2015માં જેસલમેર, રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 2017માં સ્વિટ્ઝર્લેન્ડમાં આયોજિત 70મા લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઈન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં પણ આ ફિલ્મ બતાવવામાં આવી હતી. ફિલ્મમાં ઈરફાન ખાનની સાથે ઈરાનિયન એક્ટ્રેસ ગોલીશફ્તેહ ફરહાની અને વહીદા રહેમાન છે.

શું છે ફિલ્મની વાર્તા?
ફિલ્મની વાર્તા એક એવી ગાયિકા નૂરન (ગોલીશફ્તેહ)ની છે, જે પોતાનાં ગીતથી લોકોની બીમારીઓ મટાડે છે. તે પોતાનાં દાદી (વહીદા રહેમાન) પાસેથી ગાતા શીખી હોય છે. તેનાં લગ્ન ઈરફાન ખાન સાથે થાય છે. ફિલ્મમાં નૂરનના જીવનમાં શું મુશ્કેલીઓ આવે છે, તે બતાવવામાં આવ્યું છે. ઈરફાને આ ફિલ્મમાં યાદગાર અભિનય આપ્યો છે.

29 એપ્રિલના રોજ ઈરફાન ખાનનું નિધન
ઈરફાન ખાનનું મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 29 એપ્રિલના રોજ કોલન ઈન્ફેક્શનને કારણે અવસાન થયું હતું. 53 વર્ષીય ઈરફાન ખાને માર્ચ, 2018માં ઘટસ્ફોટ કર્યો હતો કે તેમને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર છે. ઈરફાને ટ્યૂમરની સારવાર લંડનમાં કરાવી હતી. આ દરમિયાન જ તેમણે ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નું શૂટિંગ કર્યું હતું. ફિલ્મ આ વર્ષે 12 માર્ચે રિલીઝ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો