તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદ:ઈરફાન ખાનના દીકરા બાબીલે પિતાનો જૂનો વીડિયો શૅર કર્યો, એક્ટર બિલાડી સાથે રમતા જોવા મળ્યાં

મુંબઈ10 મહિનો પહેલા

ઈરફાન ખાનના દીકરા બાબીલે સોશિયલ મીડિયામાં પોતાના સ્વર્ગીય પિતાનો એક વીડિયો તથા તસવીર શૅર કરી હતી. આ વીડિયો તથા તસવીરમાં ઈરફાન ખાન પોતાની પાલતું બિલાડી સાથે જોવા મળ્યાં હતાં.

બાબીલે પોસ્ટ શૅર કરી
બાબીલે પિતાની તસવીર તથા વીડિયો શૅર કર્યો હતો. તસવીરમાં ઈરફાન ખાનના ખોળામાં બિલાડી બેઠી છે. વીડિયોમાં બિલાડી ઈરફાનના હાથને ચાટતી હોય છે.

ચાહકોએ કમેન્ટ્સ કરી
આ પોસ્ટ પર ચાહકોએ કમેન્ટ્સ કરી હતી. એક ચાહકે કહ્યું હતું, તમે હંમેશાં અમારા દિલમાં રહેશો તો અન્ય એકે કહ્યું હતું, તેમની તસવીરો શૅર કરવા બદલ ખૂબ આભાર. એક્ટ્રેસ દિલજોતે કહ્યું હતું, લિજેન્ડ હંમેશાં આપણાં હૃદયમાં રહેશે.

29 એપ્રિલે નિધન થયું હતું
ઉલ્લેખનીય છે કે ન્યૂરોએન્ડ્રોક્રાઈન ટ્યૂમર સામે બે વર્ષની લડત આપ્યા બાદ ઈરફાન ખાનનું 29 એપ્રિલના રોજ કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું હતું. પિતાના નિધન બાદ બાબીલ તસવીરો તથા વીડિયો શૅર કરે છે. 

ઈરફાનના નિધન બાદ સુતપાએ આ વાત કહી હતી
પતિ ઈરફાનના નિધન બાદ સુતપાએ કહ્યું હતું, જ્યારે આખા વિશ્વે અંગત ખોટ અનુભવી હોય ત્યારે હું કેવી રીતે કહી શકું કે આ ફેમિલી સ્ટેટમેન છે? આ ક્ષણે હજારો લોકો અમારી સાથે છે તો હું કેવી રીતે એકલતા અનુભવી શકું? હું દરેકને કહેવા માગું છું કે મેં કંઈ જ ગુમાવ્યું નથી પરંતુ મેળવ્યું છે. અત્યાર સુધી તેમણે જે શીખવ્યું તેને હવે આચરણમાં લાવવાનો સમય છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો