દુઃખદ:ઈરફાન ખાનની માતાનું 95 વર્ષની ઉંમરમાં નિધન, લૉકડાઉનને કારણે એક્ટરે વીડિયો કોલિંગ પર અંતિમ વિદાય આપી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું શનિવારે (25 એપ્રિલ) સવારે નિધન થયું હતું. તેઓ 95 વર્ષના હતાં અને લાંબા સમયથી બીમાર હતાં. તેઓ ઈરફાનના ભાઈ સલમાન તથા અન્ય પરિવારના સભ્યો સાથે રહેતા હતાં. સઈદા બેગમને સાંજે જ સુપુર્દે ખાક કરવામાં આવ્યા હતાં. લૉકડાઉનને કારણે ઈરફાન ખાન મુંબઈમાં છે અને તેઓ જયપુર જઈ શકે તેમ નહોતાં. વીડિયો કોલિંગ પર ઈરફાને માતાને અંતિમ વિદાય આપી હતી. 

જયપુરમાં રહેતા હતાં
ઈરફાનની માતા જયપુરની બેનિવાલ કાંતા કૃષ્ણા કોલોનીમાં બે દીકરાઓ ઈમરાન તથા સલમાન સાથે રહેતા હતાં. ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સલમાને કહ્યું હતું કે તેમની માતા છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતાં. જોકે, શનિવાર સવારે અચાનક જ તેમની તબિયત બગડી હતી. ઈરફાને થોડાં સમય પહેલાં જ માતાના હાલચાલ પૂછ્યાં હતાં. 

સઈદા નવાબ પરિવારમાંથી આવતા હતાં
સઈદા આઝાદી પહેલાં રાજસ્થાનના એક માત્ર મુસ્લિમ શાસક ટોંકના નવાબી પરિવાર સાથે સંબંધ ધરાવતા હતાં. તેઓ કવિયત્રી પણ હતા. સૂત્રોના મતે, જયપુરના બહારના વિસ્તારમાં આવેલા ચુંગીનાકા કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. પરિવારના બહુ જૂજ લોકો જ આવ્યા હતાં. 

અન્ય સમાચારો પણ છે...