અધૂરી ફિલ્મ:ઈરફાન ખાન ફિલ્મ ‘રાની’નું લોકેશન જોવા વિશાલ ભારદ્વાજ સાથે લિસ્બન ગયા હતા, આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ સામેલ હતી

એક વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

ઈરફાન ખાનનો પ્રથમ અને છેલ્લો પ્રેમ ફિલ્મ્સ જ હતો. તેઓ ફિલ્મ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ સાથે સપના દીદીની જિંદગી પર આધારિત ‘રાની’ ફિલ્મ કરવાના હતા. વિશાલના મિત્રોએ જણાવ્યું કે, ઈરફાન તેમાં એક ગેંગસ્ટરના રોલમાં હતા. તેમાં દીપિકા પાદુકોણ પણ હતી. હાલ તો તે ફિલ્મ બેકબર્નર પર છે. બે વર્ષ પહેલાં ફિલ્મ શરુ થવાની હતી ત્યારે લોકેશન જોવા માટે ઈરફાન વિશાલ ભારદ્વાજ સાથે પોર્ટુગલની રાજધાની લિસ્બન શહેર ગયા હતા. બંને ત્યાં 15 દિવસ સાથે રહ્યા હતા. શહેરની ઐતિહાસિક બિલ્ડિંગની દરેક ગલીઓ જોઈ લીધી હતી.

વિશાલ આ ફિલ્મમાં સપના દીદીના સફરને મુંબઈથી લિસ્બન શહેર સુધી લઇ જવા માગતા હતા. ફિલ્મની સ્ટોરી એસ હુસૈન જેદીની બુક પર આધારિત હતી. અંગ્રેજોએ જેવી ઈમારતો બનાવી હતી, તેવી બિલ્ડિંગ સાઉથ મુંબઈના કેટલાક વિસ્તારમાં હતી. હાલ તે ઈમારત ન હોવાથી વિશાલે બીજી જગ્યા સિલેક્ટ કરી હતી અને આ આઈડિયા ઈરફાનને ઘણો ગમ્યો હતો.

હાલ તે ફિલ્મમાં કોઈ પ્રોગ્રેસ નથી. દીપિકા સાઉથ ઇન્ડસ્ટ્રીના એક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે, તેમાં તે પ્રભાસ સાથે દેખાશે. સાથે જ તે મધુ મંટેનાની ‘મહાભારત’માં કામ કરશે જેમાં તે દ્રૌપદીના રોલમાં છે.

વિશાલ ભારદ્વાજ અત્યારે મસૂરીમાં છે. હાલ તે એક વેબ શોની તૈયારીમાં છે. ‘મિડનાઈટ્સ ચિલ્ડ્રન’ હાલ હોલ્ડ પર છે, કારણકે વિશાલના બજેટની અપેક્ષા અલગ જ હતી. ‘રાની’ ફિલ્મ માટે ક્રાઈમ થ્રિલર પસંદ કરનારા દર્શકોને હજુ વધારે રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...