તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકામાં ઈરફાનને યાદ કર્યા:‘પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ અમેરિકા’ અવોર્ડ શોમાં એક્ટરને સન્માનિત કર્યા, પરંતુ સ્ટેજ પર ઈરફાન ખાનને બદલે ઈરિફ ખાન બોલ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે 29 એપ્રિલે, 54 વર્ષની ઉંમરે ઈરફાને દુનિયાને અલવિદા કહ્યું હતું
  • માર્ચ, 2018માં ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર ડિટેક્ટ થયું હતું

હાલમાં જ 32મા પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ અમેરિકા (PGA) અવોર્ડ જાહેર કર્યા. આ દરમિયાન મેમોરિયમ સેગમેન્ટમાં સ્વર્ગસ્થ એક્ટર ઈરફાન ખાનને સન્માનિત કરવામાં આવ્યા. જો કે, સેરેમનીમાં ઈરફાનનું નામ ખોટી રીતે વાંચવામાં આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે, સેરેમની દરમિયાન ઈરફાન ખાનનું નામ ઈરિફ ખાન વાંચવામાં આવ્યું. સેરેમની દરમિયાન હોલિવૂડ એક્ટર કિર્ક ડગલસ(ગયા વર્ષે 103 વર્ષની ઉંમરે નિધન થયું હતું) અને ચેડવિક બોસમેન(ગયા વર્ષે 43 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું)ને પણ યાદ કરવામાં આવ્યા હતા.

ઈરફાને હોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું
ઈરફાન ખાન આમ તો બોલિવૂડ એક્ટર છે પણ તેમણે ઘણી હોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું અને ત્યાં તેમણે ખાસ ઓળખ પણ ઊભી કરી હતી. અંગ્રેજી ફિલ્મમાં ‘ધ અમેઝિંગ સ્પાઈડર મેન’, ‘લાઈફ ઓફ પાઈ’, ‘ઇન્ફર્નો’, ‘જુરાસિક વર્લ્ડ’ અને ‘પઝલ’ જેવી ફિલ્મ સામેલ છે. ઈરફાનની બે ફિલ્મો ‘સલામ બોમ્બે’ અને ‘ધ લંચ બોક્સ’ ઓસ્કારમાં નોમિનેટ થઈ છે.

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ઈરફાન ખાનનું નિધન થયું હતું
29 એપ્રિલે 54 વર્ષની ઉંમરે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઈરફાનની માતાનું નિધન 25 એપ્રિલે થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું. માર્ચ, 2018માં ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર ડિટેક્ટ થયું હતું. અંતિમ ક્ષણ સુધી તેમની ટ્રીટમેન્ટ ચાલુ હતી.

ઈરફાન ખાનને ચારવાર ફિલ્મફેર મળ્યો હતો
ઈરફાન ખાને ‘મકબૂલ’, ‘લાઈફ ઈન અ મેટ્રો’, ‘લંચ બોક્સ’, ‘પીકુ’, ‘તલવાર’, ‘હિંદી મીડિયમ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમને ‘હાસિલ’ (નેગેટિવ રોલ), ‘લાઈફ ઈન અ મેટ્રો’ (બેસ્ટ એક્ટર), ‘પાન સિંહ તોમર’ (બેસ્ટ એક્ટર ક્રિટિક) તથા ‘હિંદી મીડિયમ’ માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ‘પાન સિંહ તોમર’ માટે એક્ટરને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો