તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇરફાનની વાત સુતપાની જુબાની:‘તેઓ એક મુસાફર હતા, મોત સાથે એક અલગ જ એટેચમેન્ટ હતું, તેઓ જાણવા માગતા હતા કે મૃત્યુ બાદ આખરે શું થાય છે’

મુંબઈ2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • ઈરફાન પાંચવાર નમાઝ નહોતા વાંચતા, પણ તેમને અધ્યાત્મમાં ઊંડો રસ હતો
  • અમે પતિ-પત્ની કરતાં વધારે મિત્રો હતા, તેમણે મને ક્યારેય ધર્મ પરિવર્તન કરવાનું કહ્યું નહોતું

ફિલ્મ-એક્ટર ઇરફાન ખાનની આજે એટલે કે 29 એપ્રિલના રોજ પહેલી ડેથ એનિવર્સરી છે. ગયા વર્ષે 29 એપ્રિલના રોજ ઇરફાન ખાને કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઇરફાનની પહેલી ડેથ એનિવર્સરી પર દિવ્ય ભાસ્કરે તેમની પત્ની સુતપા સાથે ખાસ વાત કરી હતી. સુતપાએ વાતચીતમાં ઇરફાનના અજાણ્યા પાસા અંગે વાત કરી હતી. વાંચો, ઇરફાનના જીવનની અજાણી વાતો પત્ની સુતપાની જુબાની.

બ્લેક બેલબોટમ, મલમલનો શર્ટ તથા રેગિંગ
ઇરફાન સાથે મારી મુલાકાત NSDના દિવસોમાં થઈ હતી. તેમણે બ્લેક બેલબોટમ પેન્ટ પહેર્યું હતું. મલમલનો શર્ટ હતો. અમારા બંનેનું સિલેક્શન થઈ ગયું હતું. હું થર્ડ યરના સિનિયર્સની પણ મિત્ર હતી. સતીશ કૌશિક સાથે મિત્રતા હતા. તેમણે રેગિંગ કર્યું તો અમે પણ ઇરફાનનું થોડું રેગિંગ કર્યું હતું. ઇરફાનને ખ્યાલ નહોતો કે અમે બેચમેટ છીએ.

ઇરફાનને ફોટોગ્રાફીનો ઘણો જ શોખ હતો.
ઇરફાનને ફોટોગ્રાફીનો ઘણો જ શોખ હતો.

ક્લાસમાં ભવિષ્યવાણી કરી હતી
NSD અંગે અમારા મનમાં એ જ ધારણા હતી કે આ સરકારી ટાઈપની જગ્યા છે. અહીંનો સર્ક્યુલેશન ડિપાર્ટમેન્ટ અમને ઘણો જ પસંદ હતો. જ્યારે ઓરિયેન્ટેશન ક્લાસ શરૂ થયો ત્યારે મારી બાજુમાં તેઓ પણ આવ્યા. મને જોઈને તેમને ઘણો જ ગુસ્સો આવ્યો હતો. નારાજગી એ વાતની હતી કે તેઓ એમ માનતા કે હું મારા મનમાં સમજું છું શું. આ તેમનું રિએક્શન હતું. પછી મ્યુઝિકના ક્લાસમાં મેં તેમને ‘સારંગા તેરી યાદ મેં’ ગાતા જોયા. એટલું સારું નહોતું ગાયું, પરંતુ એવરેજ હતું. ચહેરા પર પેશન હતું. શબ્દોને અનુભવી રહ્યા હતા. એ સમયે મેં કહ્યું હતું કે અહીં કોઈ અન્ય વ્યક્તિ એક્ટર બને કે ના બને, આ વ્યક્તિ બનશે.

પોતાની જ દુનિયામાં ઇરફાન ખોવાયેલા રહેતા
મને તેમનામાં જે વાત સૌથી વધુ ગમી હોય તો એ એ હતી કે તેઓ ક્યારેય કોઈની નિંદા કરતા નહોતા. ક્યારેય પોલિટિક્સ કરતા નહોતા. આ દુનિયામાં રહીને પણ તેઓ પોતાની દુનિયામાં ખોવાયેલા રહેતા. આ તેમનું અલગ વ્યક્તિત્વ હતું. હું છોકરીઓ કરતાં છોકરાઓ સાથે વધુ બોલતી, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કોઈની નિંદા કરતા. જોકે ઇરફાનમાં આ વાત ક્યારેય જોવા મળી નહીં.

ગંગટોકમાં ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ના સેટ પર.
ગંગટોકમાં ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ના સેટ પર.

એકદમ સ્પષ્ટ વક્તા
મારે એક્ટિંગ કરવી નહોતી. NSDના દિવસોમાં મારી અંદર એક લાગણી હતી કે આખરે આ દુનિયામાં આટલી બનાવટ કેમ છે. આના પર તેઓ મને સમજાવતા કે આખી દુનિયાને સુધારવાનું કેમ નક્કી કર્યું છે. ઇરફાન બહુ જ પ્રેક્ટિકલ માણસ હતા. તેમને હાલનાં વર્ષોમાં એક ફિલ્મ ઓફર થઈ હતી. એ બિગ બજેટ ફિલ્મ હતી. એના પર તેમણે કહ્યું હતું, ‘આટલી બિગ બજેટ ફિલ્મ મારી સાથે ના બનાવો. સારું રહેશે કે અક્ષય કુમારને લઈ લો. ત્યાં મેકિંગ માટે 100 કરોડ તો શું 500 કરોડ પણ આવી જશે. મારી સાથે ફિલ્મ બનાવશો તો ફિલ્મ એટલું રિકવર કરી શકાશે નહીં. ફિલ્મ ડૂબી જશે. મારા નામ પર વધુ એક ફ્લોપ લખાશે.’ કહેવાનો અર્થ એ કે તેમને પોતાની વેલ્યુ ખબર હતી.

ઇરફાનની આદત આખી છેલ્લે સુધી રહી
NSD કે પછી એ પહેલાં પણ એક આદત છેલ્લે સુધી હતી. ત્યાં સુધી કે અમે મુંબઈ આવ્યાં અને જ્યારે તેઓ સ્ટાર બન્યા ત્યારે પણ તેમણે ક્યારેય કોઈની નિંદા કરી નહોતી. ત્યાં સુધી કે મને સાંભળવા મળ્યું હતું કે ઇરફાન તથા નવાઝની વચ્ચે ઈગો ઈસ્યુ છે, પરંતુ હકીકત તો એ છે કે ઇરફાને ક્યારેય નવાઝની ટીકા કરી નહોતી. તેઓ નવાઝને બહુ જ માનતા હતા.

ઇરફાનને ક્રિકેટ રમવું ઘણું જ પસંદ હતું.
ઇરફાનને ક્રિકેટ રમવું ઘણું જ પસંદ હતું.

નવાઝ સાથેના ખરાબ સંબંધો માત્ર PR સ્ટોરી હતી
સુજોય ઘોષે ફિલ્મ ‘કહાની’ માટે ઇરફાનને નવાઝ અંગે પૂછ્યું હતું. ઇરફાને સુજોયને તરત જ નવાઝને કાસ્ટ કરવાની વાત કરી હતી. હવે બંને વચ્ચેના સંબંધો ખરાબ કરવામાં PR સ્ટોરીનો મહત્ત્વનો ફાળો હતો. ક્યારેક તેમણે ઇરફાનને કહ્યું હશે કે અરે નવાઝ તો તમારા વિશે આવું કહેતો હતો. ત્યાર બાદ પણ ઇરફાને ક્યારેય આ મુદ્દે કંઈ જ વાત કરી નહોતી. ગયા વર્ષે જ્યારે અમે લંડનમાં હતા ત્યારે નવાઝનો ફોન આવ્યો હતો અને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

હંમેશાં પત્ની કરતાં મિત્ર વધુ રહી
લંડનમાં હું અઢી વર્ષ સુધી ઇરફાનની સાથે પડછાયાની જેમ રહી. હું પત્ની તરીકે નહીં, મારો તો ધર્મ છે. જોકે અમે આખી જિંદગી મિત્રની જેમ રહ્યાં. એક જિગરી મિત્ર માટે તો વ્યક્તિ આટલું કરે જ છે. તેમની એક વાત મને ઘણી જ પસંદ હતી. તે એ કે તેમને બિચારા થઈને રહેવું પસંદ નહોતું. તેઓ પોતાની અમ્મીને કહેતા કે બિચારા બનીને ના રહો. એ અલ્લાહ મિયાંને પણ પસંદ નથી. NSDથી મુંબઈ આવ્યા અને ઓડિશનથી સંઘર્ષ સુધીના સમયમાં તેમના ચહેરા પર ક્યારેય ચિંતાની રેખાઓ જોવા મળી નહોતી. તેઓ હંમેશાં કહેતા કે બસ જરા તક, થોડી જગ્યા મળી જાય, તેઓ પોતાના માટે આખું વિશ્વ તૈયાર કરી લેશે.

સ્વિટ્ઝર્લેન્ડમાં અનુપ સિંહની સાથે.
સ્વિટ્ઝર્લેન્ડમાં અનુપ સિંહની સાથે.

બોલિવૂડ અંગે ચિંતા પણ હતી
કરિયરની શરૂઆતમાં તેમણે ટીવીમાં કામ કર્યું હતું. તેઓ હંમેશાં ટીવીનો આભાર માનતા, પરંતુ સતત ફિલ્મમાં કામ કરવાનો પ્રયાસ કરતા. હંમેશાં કહેતા કે ફિલ્મ જ કરવી છે. મારા ખ્યાલથી ‘વૉરિયર’ તેમના માટે ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ હતી. તેમનામાં સમયને અનુભવવાની ખૂબી હતી. તેઓ જ્યારે ‘જુરાસિક પાર્ક’ કરતા હતા ત્યારથી જ કહેતા કે જો બોલિવૂડ ના સુધર્યું તો હોલિવૂડ આપણને ખાઈ જશે. તેઓ હંમેશાં વાર્તાને કિંગ તરીકે રજૂ કરવાની વાત કરતા.

અધ્યાત્મમાં ઊંડો રસ
તેઓ એ દિવસમાં પાંચવાર નમાઝ નહોતા વાંચતા, પરંતુ અધ્યાત્મમાં ઊંડો રસ ધરાવતા હતા. તેઓ માત્ર મુસ્લિમ નહીં, પરંતુ અન્ય ધર્મ અંગે જાણવાનો પ્રયાસ કરતા. તેઓ હંમેશા રામકૃષ્ણ પરમહંસ અંગે જાણવાનો પ્રયાસ કરતા. તેમને રિચ્યુઅલ્સ પ્રત્યે નફરત હતી, પરંતુ ધર્મ પ્રત્યે ઘણો જ પ્રેમ હતો.

લંડનમાં સારવાર દરમિયાન ઇરફાન ખાન.
લંડનમાં સારવાર દરમિયાન ઇરફાન ખાન.

મોત પછીની દુનિયા અંગે જાણવા માગતા હતા
મોત પ્રત્યે તેમને એક અલગ પ્રકારનું એટેચમેન્ટ થઈ ગયું હતું. તેઓ હંમેશાં જાણવા માગતા કે મોત પછી આખરે શું થાય છે. કલાકો સુધી મેડિટેશન કરતા. તેમણે ક્યારેય મને ધર્મ પરિવર્તન કરવાનું કહ્યું નહોતું. ઇરફાન ટિપિકલ મુસ્લિમ પરિવારમાંથી આવતા હતા. ત્યાંથી તેમની ઓપન માઈન્ડેડ વ્યક્તિ થવું, એક સ્પિરિચ્યુઅલ જર્ની છે. ઇરફાનની સાથે મેં જીવનને ભરપૂર રીતે જીવ્યું છે.

ઇરફાન છેલ્લે સારવારથી નારાજ થયા હતા
મને એ વાતનું બિલકુલ દુઃખ નથી કે મારો પતિ મને છોડીને જતો રહ્યો. મારાં બાળકો માટે તેઓ મેચ્યોર મિત્ર હતા. મારાં બાળકો પાસેથી સાચો મિત્ર છીનવી લીધો. પોતાની અંતહીન જિજ્ઞાસાઓમાંથી કેટલાકના જવાબ મળ્યા હતા. વ્યક્તિ જે ઈચ્છે છે એ તેને મળે છે. બસ, દિલની ઊંડાઈમાંથી એ ઈચ્છા આવવી જોઈએ. તેઓ હજી જવાબ શોધતા હતા, પરંતુ એ અધૂરા રહી ગયા. છેલ્લા દિવસોમાં અમે લંડનમાં ખૂબ નાટકો જોયાં. ફિલ્મ એક્સપ્લોર કરી. બસ, છેલ્લે થયેલી સારવારથી થોડા નારાજ હતા.

છેલ્લી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ના શૂટિંગ દરમિયાન ઇરફાન ખાન.
છેલ્લી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ના શૂટિંગ દરમિયાન ઇરફાન ખાન.
અન્ય સમાચારો પણ છે...