તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇરફાન ખાન યાદોમાં:એક સમયે એક્ટર-એક્ટ્રેસને જોવાની લાલચમાં પર્વત પર ચઢ્યા, ક્યારેક મગર બનીને સૂઈ ગયા, ઇરફાનના 4 મિત્રોએ રસપ્રદ કિસ્સા શૅર કર્યા

મુંબઈ2 મહિનો પહેલાલેખક: રાજેશ ગાબા
  • કૉપી લિંક
જયપુરના ખેતરમાં ઇરફાન મિત્ર હૈદર અલી સાથે - Divya Bhaskar
જયપુરના ખેતરમાં ઇરફાન મિત્ર હૈદર અલી સાથે
  • મિત્રોએ ઇરફાન સાથે જોડાયેલા કિસ્સાઓ શૅર કર્યા
  • ઇરફાન શાંત પરંતુ સેન્સ ઓફ હ્યુમર ગજબની હતી

‘જમાના બડે શૌક સે સુન રહા થા, હમીં સો ગયે દાસ્તાં કહતે કહતે...’ સાકિબ લખનવીનો આ શેર એક્ટર ઇરફાન ખાન પર એકદમ ફિટ બેસે છે. જયપુરની ગલીઓથી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સુધીની સફર. પછી ત્યાંથી માયાનગરી મુંબઈમાં સંઘર્ષ. સિરિયલ બાદ બિગ સ્ક્રિન પર અભિનયથી બોલિવૂડ તથા હોલિવૂડમાં અલગ ઓળખ બનાવી. સફળતાની ટોચ પર બેસીને સેલિબ્રેટ કરવાનો સમય આવ્યો તો ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર સામે હારી ગયા. ઇરફાનની પહેલી ડેથ એનિવર્સરી પર તેના ચાર મિત્રોએ રસપ્રદ વાતો શૅર કરી છે.

ટીવી સ્ટેશનમા એક્ટર-એક્ટ્રેસને મળશે, એવું વિચારીને પર્વત પર ચઢી ગયા હતા
ઇરફાનના નિકટના મિત્ર DIG ઇન્ટેલિજન્સ, જયપુર હૈદર અલી જૈદીએ કહ્યું હતું, ‘સમજણો થયો ત્યારથી ઇરફાનને ઓળખતો હતો. અમે સાથે મોટા થયા હતા. સુભાષ ચોકમાં અમે પાડોશી હતી. તે સેન્ટ પોલ સ્કૂલમાં ભણતો અને હું સેન્ટ ઝેવિયર્સમાં. અમે સ્કૂલે સાથે નહોતા જતા પરંતુ પછી આખો દિવસ સાથે જ રહેતા.

કોલેજમાં સાથે ભણતા હતા. હું ઈકોનોમિક્સમાં તથા તે ઉર્દૂમાં. અહીંયા મારા પિતા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા. પછી તેને થિયેટરનો શોખ જાગ્યો. કોમન મિત્ર અનુપ ચતુર્વેદીની સાથે થિયેટરમાં જવા લાગ્યો. પછી દિલ્હી NSDમાં ગયો. ત્યાંથી મુંબઈ. જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તેનું સિલેક્શન થયું તો મને રાત્રે 2 વાગે બોલાવ્યો હતો. સવારે પાંચ વાગે તે બસમાં ગયો હતો.’

જયપુરમાં મિત્ર હૈદર અલી સાથે પતંગ ઉડાવતા ઇરફાન ખાન
જયપુરમાં મિત્ર હૈદર અલી સાથે પતંગ ઉડાવતા ઇરફાન ખાન

તે બહુ જ ઈન્ટેસ વ્યક્તિ હતો. જ્યારે પણ જયપુર આવે ત્યારે અમે સાથે પતંગ ઉડાવતા હતા. તેને પતંગબાજીનો ગાંડો શોખ હતો. એકવાર તો પતંગબાજીમાં પડી ગયો અને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું તો પણ તે જ હાથે બોલિંગ કરવા લાગ્યો હતો. કોઈ પણ તેના બોલ પર આઉટ થઈ જતું હતું. તેનું હાડકું વાંકું થઈ ગયું હતું. રાત્રે પાન ખાવાનું તથા સુમસામ રસ્તા પર ફરવું, એ અમારી આદત હતી. તે ટોપી પહેરી લેતો, જેથી કોઈ તેને ઓળખી ના જાય. પુષ્કરમાં તેણે જમીન જોઈ હતી અને અહીંયા ફાર્મહાઉસ બનાવવાની યોજના હતી.

જ્યારે અમે સ્કૂલમાં હતા ત્યારે ખબર પડી કે નાહરગઢમાં ટીવી સ્ટેશન છે, જ્યાંથી ટેલિકાસ્ટ થાય છે. ઇરફાને વિચાર્યું કે ત્યાં એક્ટર-એકટ્રેસ આવતા હશે. અમે પર્વત પર ચઢીને ત્યાં ગયા, પરંતુ ત્યાં કોઈ મળ્યું નહીં. તેને નાનપણથી હીરો-હીરોઈનનો ક્રેઝ હતો. તેને અમ્મી પ્રત્યે ઘણી જ લાગણી હતી. તેની માતા ડોમિનેટિંગ મહિલા હતી. તેઓ કહેતા કે હૈદરમિયાં ઇરફાનને સમજાવો. તેને કહો કે એક્ટિંગ-વેક્ટિંગનું ભૂત છોડે.

ઇરફાનના પિતા પાસે જૂની વિલી સ્ટાઈલની જીપ હતી. તેના પિતાની ટાયર રિટ્રેડિંગની દુકાન હતી. અમે બહુ નાના હતા. તેમના પિતા અમને બધાને આમેરનો કિલ્લે ફરવા લઈ જતા. ઇરફાન પોતાના પિતાને અબ્બુજી કહેતો હતો.

જયપુરમાં ઇરફાન ખાન મિત્ર DIG ઇન્ટેલિજન્સ હૈદર અલી જૈદી તથા તેમના દીકરા અલી સાથે
જયપુરમાં ઇરફાન ખાન મિત્ર DIG ઇન્ટેલિજન્સ હૈદર અલી જૈદી તથા તેમના દીકરા અલી સાથે

2018માં જ્યારે તે સારવાર માટે લંડન ગયો ત્યારે હું પણ ગયો હતો. મને જોતા જ ગળે મળ્યો અને કહેવા લાગ્યો હતો કે તું મુંબઈ નથી આવતો એટલે તને લંડન બોલાવ્યો. હોસ્પિટલની નજીકમાં જ ફ્લેટ લીધો હતો. અહીંયા તે ટેનિસ રમતો, સાયકલ ચલાવતો. તેણે રસોઈ બનાવી હતી અને વાસણો પણ જાતે જ સાફ કર્યા હતા. તેને જોઈને કોઈ ના કહી શકે કે તેને આટલી મોટી બીમારી હતી.

તું બંગાળી છે, સુતપા સાથે મારી વાત કરઃ આલોક ચેટર્જી
અમે લોકો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માં 1984-77 સુધી સાથે ભણ્યાં હતાં. અમે ત્રણ વર્ષ દરેક નાટકમાં લીડ રોલ પ્લે કર્યો હતો. ઈરફાન એક્ટિંગને ઘણી જ ગંભીરતાથી લેતો હતો. શરૂઆતથી જ તે ગંભીર અને સારો એક્ટર હતો. ઓછું બોલતો પણ મિત્રોમાં લોકપ્રિય હતો અને હસાવવામાં માહિર.

NSDમાં ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે FTII (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા)માં હજી એક્ટિંગનો કોર્સ નથી અને તેથી જ હું NSDમાં આવ્યો છું, કારણ કે મારે સિનેમાના એક્ટર બનવું છે. સિનેમાના પણ એવા એક્ટર બનવું છે કે જેની એક્ટિંગ જોઈને ડિરેક્ટર જાતે આવે. આ સપનું હતું અને જીવનમાં તેણે આ સપનું સાકાર કર્યું.

આ વાત ત્યારની છે, જ્યારે અમે લોકો NSDમાં સિલેક્શન લિસ્ટ જોતા હતાં. તે મારી પાછળ ઊભો હતો. મેં પૂછ્યું કે તું કઈ ડોરમેટ્રીમાં છો? તો તેણે જવાબ આપ્યો કે પાંચ. પછી તેણે મને પૂછ્યું કે શું તું મુસ્લિમ છો? આના પર મેં તેને પૂછ્યું કે તું બંગાળી છો? તો બોલ્યો કે ના હું તો મુસ્લિમ છું. મેં કહ્યું કે હું બંગાળી છું. આ રીતે NSDમાં અમારું પહેલું ઈન્ટરેક્શન થયું હતું.

NSDમાં ત્રણ વર્ષ અમે સાથે રહ્યાં હતાં, ત્યારબાદ પણ અમારી વચ્ચે સંપર્ક હતો. 2005માં જ્યારે મુંબઈમાં હું અનુપમ ખેર સાહેબના ઘરે આવ્યો ત્યારે તેને પણ મળ્યો હતો. ત્યારે તે બહુ મોટો સ્ટાર બની ગયો હતો પરંતુ અમે NSDના દિવસોમાં જે રીતે એકબીજાને મળતા, તે જ રીતે મળ્યાં હતાં.

ત્રણ વર્ષ પહેલાં એક અખબારના કાર્યક્રમમાં ભોપાલ આવ્યો હતો, તે સમયે હું તેને મળવા ગયો હતો. તે સમયે તેની સુરક્ષામાં પાંચથી છ કમાન્ડો હતો. મેં પૂછ્યું કે તને મળવું હશે તો કમાન્ડોને મળવું પડશે તો તેણે જવાબ આપ્યો હતો કે આ તારા માટે થોડી છે.

તેની સાદગી અને બેફિકર સ્વભાવનો અંદાજ એ વાતથી લગાવો કે મેં સિગારેટ પીધી અને તેણે બીડી. અમે સાથે ચા પીધી, બદામ ખાધી. 20 વર્ષ પહેલાં દૂરદર્શનની સિરિયલ ‘સલમા સુલ્તાન’ના શૂટિંગ માટે તે ભોપાલ આવ્યો હતો ત્યારે મારા ઘરે આવ્યો હતો. 10 વર્ષ પહેલાં ‘મકબૂલ’નું શૂટિંગ પણ ભોપાલમાં થયું હતું. આ ફિલ્મ શેક્સપીયરના નાટક ‘મેકબેથ’ પર આધારિત હતી. તેણે મારી પાસેથી આ નાટકની અંગ્રેજી કોપી માગી હતી. હું તેને જહાંનુમા હોટલ પર આ બુક આપવા ગયો હતો.

કહી શકાય કે અમે એકબીજાને મળતા રહેતા હતાં. હું તેની પત્ની સુતપાને પણ સારી રીતે ઓળખું છું અને તે મારી પત્ની શોભાને પણ ઓળખે છે. કારણ કે અમારા પ્રેમસંબંધ NSDમાં સાથે જ રહ્યો હતો. એમ કહેવાય કે હું તેનો એક મેસેન્જર હતો. તેના લવ મેરેજનો પ્રસ્તાવ પણ હું જ લઈને ગયો હતો. બંગાળી હોવાને કારણે તેણે મને કહ્યું હતું કે તું ભરોસાપાત્ર વ્યક્તિ છો અને તું જ વાત કર. જોકે, NSDમાંથી બહાર આવ્યાના થોડાં વર્ષો બાદ તેણે લગ્ન કર્યાં હતાં. આનું કારણ કદાચ મુંબઈમાં તેનો સંઘર્ષ હોઈ શકે છે. તેની સાથે પારિવારિક સંબંધો હતાં. હું તેની માતાને પણ ઓળખતો અને નાના ભાઈને પણ મળ્યો હતો.

તેણે શરૂઆતમાં મુંબઈમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. છ કલાક કોલ સેન્ટરમાં નોકરી કરી હતી. બાકીના સમયમાં સ્ટૂડિયો તથા ડિરેક્ટરના ચક્કર કાપતો. પહેલી સીરિયલ ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’માં બ્રેક મળ્યો. આઠ વર્ષ બાદ ટીવીનો સૌથી લોકપ્રિય સ્ટાર બન્યો. પછી પહેલી ફિલ્મ મળી. 42 વર્ષની ઉંમરમાં કદાચ તે સિનેમામાં આવ્યો અને જ્યારે આવ્યો ત્યારે અમિતાભ બચ્ચનથી લઈ ટોમ હેંક્સ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું.

તે શરૂઆતથી જ નસીરૂદ્દીન શાહને બહુ માનતો હતો. તે કહેતો કે ફિલ્મમાં રિયાલિસ્ટક એક્ટિંગ નસીરસાહેબ કરે છે. સારા રોલ મળે તો વ્યક્તિ સફળ થઈ શકે છે. ‘પાન સિંહ તોમર’માં તેણે સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો હતો. તે કેરેક્ટરને પી ગયો હતો. હી વોઝ અ કિંગ.

આ તસવીર 1984ની છે. ઇરફાન ખાન ત્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતા હતા. જમણેથી ઇરફાન ખાન, નીચે સુતપા, દાઢીવાળા ભાઈ આલોક ચેટર્જી, અભિનેત્રી મીતા વશિષ્ઠ તથા ડાબી બાજી ઈદરીશ અનવર મલિક.
આ તસવીર 1984ની છે. ઇરફાન ખાન ત્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતા હતા. જમણેથી ઇરફાન ખાન, નીચે સુતપા, દાઢીવાળા ભાઈ આલોક ચેટર્જી, અભિનેત્રી મીતા વશિષ્ઠ તથા ડાબી બાજી ઈદરીશ અનવર મલિક.

જ્યારે મગર બનીને ઇરફાન સૂઈ ગયો હતો
આલોક ચેટર્જીએ ક્લાસનો એક કિસ્સો શૅર કર્યો હતો. કહ્યું હતું, મોહન મહર્ષિ અમારા ટીચર તથા ડિરેક્ટર હતા. એક દિવસ રિયાલિસ્ટિક ક્લાસમાં તેમણે અમને જાનવરની જેમ ફિલ કરવાનું કહ્યું હતું. કોઈ કૂતરું તો કોઈ બિલાડી બન્યું. ઇરફાન પેટના બળે સૂઈ ગયો અને જ્યારે મોહનજીએ તેને પૂછ્યું કે તું શું બન્યો છે, તો તેણે જવાબ આપ્યો હતો કે સર મગર. તડકો ખાઈ રહ્યો છું. અમે બધા હસી પડ્યા હતા. તે જોવામાં એકદમ શાંત હતો પરંતુ તેની સેન્સ ઓફ હ્યુમર કમાલની હતી.

શરૂઆતમાં તેણે મુંબઈમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. છ કલાક કોલ સેન્ટરમાં નોકરી કરી, બાકીનો સમય સ્ટૂડિયોના ચક્કર કાપ્યા હતા. પહેલી સિરિયલ ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’માંથી બ્રેક મળ્યો. 8 વર્ષ પછી ટીવીનો લોકપ્રિય કલાકાર બન્યો. પછી પહેલી ફિલ્મ કરી. 42 વર્ષની ઉંમરમાં સિનેમામાં આવ્યો અને આવ્યો ત્યારે અમિતાભથી લઈ ટોમ હેંક્સ જેવા એક્ટર સાથે કામ કર્યું.

અમિતાભ સાથેના ઝઘડાનું ઈમ્પ્રોવાઈઝેશન
ઇરફાન ખાનના કો સ્ટાર તથા ફિલ્મ ‘પીકુ’માં બુદ્ધધન (અમિતાભના સર્વન્ટ)નું પાત્ર ભજવનાર બાલેન્દ્ર સિંહે કહ્યું હતું કે શૂટિંગમાં જ્યારે ઇરફાનને સ્ક્રિપ્ટ મળે તો તે તેના વિશે જ વિચારે. તે ખૂણામાં જઈને સિગારેટ પીવે અને સીન અંગે વિચારે. કેવી રીતે પાત્રમાં ઓતપ્રોત થવું? ક્યારેક તે જમીન પર તો ક્યારેક કારમાં બેસી જતો. બહુ જ ઓછું બોલે, પરંતુ વિચારતો ઘણું.

કારમાં દીપિકા પાદુકોણ, ઇરફાન ખાન તથા બાલેન્દ્ર સિંહ શૂટિંગ દરમિયાન
કારમાં દીપિકા પાદુકોણ, ઇરફાન ખાન તથા બાલેન્દ્ર સિંહ શૂટિંગ દરમિયાન

મારે વધુ ગોળ જોઈએ છે, તો પૈસા લેવા પડશે
જયપુરથી ઇરફાનના સાથી તથા ‘પાનસિંહ તોમર’માં તેના ભાઈ માતાદીન સિંહનો રોલ પ્લે કરનાર ઈમરાન હસનીએ કહ્યું હતું, અમારા પૂર્વજો તથા ઇરફાનના પૂર્વજો જયપુરના જ હતા. આ રીતે અમારો જયપુર સાથે સંબંધ જોડાયેલો છે. મુંબઈ આવ્યો તો તેમની સાથે મળવાનું રહેતું. અનેકવાર ઈદ પર સાથે રહેતા.

‘પાન સિંહ તોમર’ સમયનો એક કિસ્સો યાદ છે. અમારે દેહરાદૂન પાસે આર્મી એરિયામાં શૂટિંગ કરવાનું હતું. જોકે, અમને પરવાનગી મળી ન હીં. અમે ત્રણ દિવસ ત્યાં રહ્યાં. એક દિવસ ઇરફાને કહ્યું કે ચલો ફરવા જઈએ. અમે ત્રણ કિમી ચાલીને ગયા. અહીંયા જોયું તો લિક્વિટ ગોળ બનતો હતો અને તેની સોડમ આવતી હતી.

‘પાન સિંહ તોમર’ના સેટ પર ઈમરાન હસની તથા ઇરફાન ખાન
‘પાન સિંહ તોમર’ના સેટ પર ઈમરાન હસની તથા ઇરફાન ખાન

જ્યારે ગોળ બનાવનારને ખબર પડી કે અમે બીજેથી આવીએ છીએ તો તેણે મહેમાનની જેમ અમને ગોળ ખાવા આપ્યો. તે ઘણો જ સ્વાદિષ્ટ હતો. ઇરફાને પૈસાનું પૂછ્યું તો તેમણે પૈસા લેવાની ના પાડી દીધી હતી. ઇરફાને ઘણી જ રકઝક કરી પરંતુ તેઓ માન્યા નહીં. અમે જેટલા દિવસ ત્યાં રહ્યાં તેટલાં દિવસ અમારી મહેમાન નવાજી કરી હતી. ઇરફાનભાઈ સાથે છેલ્લે હોસ્પિટલ જાય તે પહેલાં તેમના ઘરે મુલાકાત થઈ હતી. બીમાર હતા, પરંતુ પોઝિટિવ ઘણાં જ હતા. તેમના ચહેરા પર બીમારીનું કોઈ ચિહ્ન જોવા મળ્યું નહોતું. તેઓ ગળે મળ્યા અને બહાર સુધી મૂકવા આવ્યા હતા. હોસ્પિટલમાં હતા ત્યારે બાબિલે સ્પીકર પર ફોન કરીને વાત કરાવી હતી. પછી તો કબ્રસ્તાનમાં જ મુલાકાત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...