ક્રિકેટરમાંથી એક્ટર બન્યા:ઈરફાન પઠાણ સાઉથ ફિલ્મ 'કોબરા'થી એક્ટિંગ ડેબ્યૂ કરશે, આ ક્રિકેટર્સે પણ એક્ટિંગ વર્લ્ડમાં નસીબ અજમાવી ચૂક્યા છે

મુંબઈ9 મહિનો પહેલા

પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ ટૂંક સમયમાં સાઉથ ફિલ્મ 'કોબરા'થી એક્ટિંગની શરૂઆત કરશે. આ ફિલ્મનું ટીઝર જાન્યુઆરીમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. દર્શકોને ટીઝર ઘણું જ પસંદ આવ્યું હતું. ફિલ્મમાં સાઉથ એક્ટર વિક્રમ જીનિયસ ગણિતશાસ્ત્રી તથા ક્રિમિનલની ભૂમિકામાં છે. ઈરફાન પોલીસના રોલમાં છે. તે વિક્રમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરે છે. ઈરફાન પહેલો ક્રિકેટર નથી, જે એક્ટિંગ ફિલ્ડમાં આવ્યો છે. આ પહેલાં પણ ઘણાં ક્રિકેટર્સે એક્ટિંગ પર હાથ અજમાન્વોય છે.

ભારતીય ક્રિકેટર હરભજન સિંહ તમિળ ફિલ્મ ‘ફ્રેન્ડશિપ’થી લીડ રોલમાં આવી રહ્યો છે. હરભજને સોશિયલ મીડિયામાં ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું હતું. ફિલ્મ ગયા વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે ફિલ્મ હજી સુધી રિલીઝ થઈ શકી નથી. ભજ્જીએ આ પહેલાં અક્ષય કુમારે કો-પ્રોડ્યૂસ કરેલી પંજાબી ફિલ્મ ‘ભજ્જી ઈન પ્રોબ્લેમ’માં કેમિયો કર્યો હતો.

ફિલ્મના પોસ્ટરમાં હરભજન સિંહ
ફિલ્મના પોસ્ટરમાં હરભજન સિંહ

સુનીલ ગાવસ્કરને આપણે લિટલ માસ્ટર તરીકે ઓળખીએ છીએ. જોકે, ગાવસ્કરે માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં પરંતુ સિનેમાના 70 mmના પડદાં પર પોતાની ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો. 1980માં આવેલી મરાઠી ફિલ્મ ‘સાવ્લી પ્રેમચી’માં સુનીલ ગાવસ્કર જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત 1988માં નસીરુદ્દીન શાહની ફિલ્મ ‘માલામાલ’ કેમિયો કર્યો હતો.

‘સાવ્લી પ્રેમચી’માં મધુમતી સાથે સુનીલ ગાવસ્કર
‘સાવ્લી પ્રેમચી’માં મધુમતી સાથે સુનીલ ગાવસ્કર

અજય જાડેજા 90ના દાયકામાં ઈન્ડિયન ક્રિકેટ ટીમનો મહત્ત્વનો પ્લેયર હતો. જોકે, મેચ-ફિક્સિંગ સ્કેન્ડલમાં તેનું નામ આવતા તેની ક્રિકેટ કરિયરનો અકાળે અંત આવ્યો હતો. અજય જાડેજાએ પોતાનું નસીબ બોલિવૂડમાં અજમાવવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખેલ’માં અજય જાડેજા જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી અને આ સાથે જ બોલિવૂડમાં કરિયર બનાવવાનું અજય જાડેજાનું સપનું પણ તૂટી ગયું હતું.

‘ખેલ’માં અજય જાડેજા એક્ટ્રેસ સેલિના જેટલી સાથે
‘ખેલ’માં અજય જાડેજા એક્ટ્રેસ સેલિના જેટલી સાથે

કપિલ દેવનું નામ સાંભળતા જ આપણને મેદાનમાં ક્રિકેટર બેટિંગ ને બોલિંગ કરતો હોય તે નજર સમક્ષ આવવા લાગે. પહેલી જ વાર ભારતને ક્રિકેટમાં વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવે બોલિવૂડમાં પણ કામ કર્યું છે. ‘હરિયાણા હરિકેન’ તરીકે જાણીતા કપિલ દેવે ‘ઈકબાલ’, ‘મુઝસે શાદી કરોંગી’ તથા ‘સ્ટપ્ડ’માં કામ કર્યું છે.

‘ઈકબાલ’માં કપિલ દેવ એક્ટર નસીરુદ્દીન શાહ તથા શ્રેયસ તળપદે સાથે
‘ઈકબાલ’માં કપિલ દેવ એક્ટર નસીરુદ્દીન શાહ તથા શ્રેયસ તળપદે સાથે

યુવરાજ સિંહના પિતા યોગીરાજે ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેમણે 30 જેટલી પંજાબી અને દસેક જેવી હિંદી ફિલ્મ્સમાં કામ કર્યું છે. છેલ્લે યોગીરાજ ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’માં ફરહાન અખ્તરના કોચની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.

‘ભાગ મિલ્ખા ભાગ’ના શૂટિંગ દરમિયાન યુવરાજ સિંહ તથા યોગીરાજ સિંહ
‘ભાગ મિલ્ખા ભાગ’ના શૂટિંગ દરમિયાન યુવરાજ સિંહ તથા યોગીરાજ સિંહ

ક્રિકેટર તરીકે સલીલ અંકોલા પોતાનું આગવું સ્થાન બનાવી શક્યો નહીં. જોકે, તેણે ટીવી પર પોતાની આગવી ઓળખ બનાવી છે. સલીલે ટીવી સિરિયલ ‘ચાહત ઔર નફરત’માં કામ કર્યું હતું. જોકે, સલીલ અંકોલા હોરર શો ‘શશશ...કોઈ હૈં’થી ચાહકોમાં લોકપ્રિય બન્યો હતો. ક્રિકેટરમાંથી એક્ટર બનેલા સલીલે 19થી વધુ સિરિયલ્સમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે બોલિવૂડ ફિલ્મ ‘કુરુક્ષેત્ર’ તથા ‘ચુરા લિયા હૈં તુમને’માં કામ કર્યું હતું.

સિરિયલ ‘કર્મફળદાતા શનિ’માં સૂર્યદેવ તરીકે સલીલ અંકોલ
સિરિયલ ‘કર્મફળદાતા શનિ’માં સૂર્યદેવ તરીકે સલીલ અંકોલ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લીએ ઈન્ડો-ઓસ્ટ્રેલિયન ફિલ્મ ‘અન ઈન્ડિયન’માં કામ કર્યું હતું. આ ફિલ્મને અનુપમ શર્માએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં સુપ્રિયા પાઠક, તનિષ્ઠા ચેટર્જી, આકાશ ખુરાના જેવા કલાકારો હતાં. આ ફિલ્મનું શૂટિંગ સિડનીમાં થયું હતું.

‘અન ઈન્ડિયન’ના પ્રમોશન દરમિયાન બ્રેટ લી તથા તનિષ્ઠા
‘અન ઈન્ડિયન’ના પ્રમોશન દરમિયાન બ્રેટ લી તથા તનિષ્ઠા

પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાને 1989માં જેપી દત્તાની ફિલ્મ ‘બટવારા’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, ડિમ્પલ કાપડિયા, અમૃતા સિંહ, પૂનમ ધિલ્લોન, શમ્મી કપૂર તથા અમરિષ પુરી હતાં. આ ઉપરાંત મોહસીન ખાન ફિલ્મ ‘ફતેહ’માં સંજય દત્ત સાથે તથા ‘સાથી’માં આદિત્ય પંચોલી સાથે જોવા મળ્યો હતો. મોહસીન ખાને બોલિવૂડ એક્ટ્રેસ રીના રોય સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્ન નિષ્ફળ રહ્યાં હતાં. મોહસીને માત્ર હિંદી જ નહીં પરંતુ પાકિસ્તાનમાં ઉર્દૂ ફિલ્મ્સમાં પણ કામ કર્યું હતું.

‘સાથી’ ફિલ્મના પોસ્ટરમાં આદિત્ય પંચોલી, મોહસીન ખાન તથા વર્ષા ઉસગાંવકર
‘સાથી’ ફિલ્મના પોસ્ટરમાં આદિત્ય પંચોલી, મોહસીન ખાન તથા વર્ષા ઉસગાંવકર

અફઘાનિસ્તાનમાં જન્મેલા સલીમ દુર્રાનીએ 1973માં ફિલ્મ ‘ચરિત્ર’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં પરવીન બાબી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. સલીમ દુર્રાની પહેલાં ઈન્ડિયન ક્રિકેટર છે, જેમને અર્જુન અવોર્ડ મળ્યો હતો.

‘ચરિત્ર’નું પોસ્ટર તથા સલીમ દુર્રાનીની તસવીર
‘ચરિત્ર’નું પોસ્ટર તથા સલીમ દુર્રાનીની તસવીર

વર્ષ 2015માં શ્રીસંતનું નામ સ્પોટ ફિક્સિંગમાં આવ્યું હતું અને તેને કારણે તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શ્રીસંતે પછી એક્ટિંગ ફિલ્ડમાં જવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2017માં શ્રીસંતે ‘અક્સર 2’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે મલયાલમ ફિલ્મ ‘ટીમ 5’, હિંદી ફિલ્મ ‘કૅબરે’ તથા કન્નડ ફિલ્મ ‘કેમ્પે ગોડા 2’માં કામ કર્યું હતું. શ્રીસંતે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ ટીવીમાં રિયાલિટી શોમાં પણ હાથ અજમાવ્યો હતો. તે રિયાલિટી શો ‘એક ખિલાડી એક હસીના’, ‘ઝલક દિખલાજા 7’, ‘બિગ બોસ 12’, ‘ખતરો કે ખિલાડી 9’માં જોવા મળ્યો હતો.

‘ટીમ 5’ના એક સીનમાં શ્રીસંત
‘ટીમ 5’ના એક સીનમાં શ્રીસંત

ઈન્ડિયન ક્રિકેટર સદાગોપ્પન રમેશ પહેલા ભારતીય ક્રિકેટ ખેલાડી છે, જેમણે પહેલાં જ બોલ પર વિકેટ લીધી હતી. સદાગોપ્પન રમેશે વર્ષ 2008માં તમિળ ફિલ્મ ‘સંતોષ સુબ્રમણ્યમ’માં કામ કર્યું હતું. આ ઉપરાંત વર્ષ 2011માં તમિળ સ્પોર્ટ્સ-કોમેડી ફિલ્મ ‘પોટ્ટા પોટ્ટી’માં લીડ એક્ટર તરીકે કામ કર્યું હતું.

‘પોટ્ટા પોટ્ટી’ના એક સીનમાં સદાગોપ્પન રમેશ
‘પોટ્ટા પોટ્ટી’ના એક સીનમાં સદાગોપ્પન રમેશ

ઈન્ડિયન ક્રિકેટર આકાશ ચોપરા તથા ઝિમ્બાબ્વે ક્રિકેટર પોમી બાંગવાએ વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઢીશૂમ’માં કેમિયો કર્યો હતો. રોહિત ધવનની આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, વરુણ ધવન, જેકલીન ફર્નાન્ડિઝ તથા અક્ષય ખન્ના હતાં.

‘ઢીશૂમ’ના એક સીનમાં પોમી બાંગવા તથા આકાશ ચોપરા
‘ઢીશૂમ’ના એક સીનમાં પોમી બાંગવા તથા આકાશ ચોપરા

વિનોદ કાંબલી પોતાની અશિસ્તને કારણે ક્રિકેટથી દૂર થયો હતો. વિનોદે વર્ષ 2000માં બોલિવૂડમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. તેણે વર્ષ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અનર્થ’માં સુનીલ શેટ્ટી તથા સંજય દત્ત સાથે કામ કર્યું હતું. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.

‘અનર્થ’ના એક સીનમાં જ્હોની લીવર સાથે વિનોદ કાંબલી
‘અનર્થ’ના એક સીનમાં જ્હોની લીવર સાથે વિનોદ કાંબલી

ભારતીય ક્રિકેટર સંદિપ પાટિલ 1985માં આવેલી ફિલ્મ ‘કભી અજનબી થે’માં લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. આ જ ફિલ્મમાં સૈયદ કિરમાણી પણ હતાં. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.

‘કભી અજનબી થે’માં સંદિપ પાટીલ-પૂનમ ધિલ્લોન તથા સૈયદ કિરમાણી
‘કભી અજનબી થે’માં સંદિપ પાટીલ-પૂનમ ધિલ્લોન તથા સૈયદ કિરમાણી

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટર ડ્વેન બ્રાવો ‘ચેમ્પિયન’ સોંગને કારણે લોકપ્રિય છે. બ્રાવોએ ગયા વર્ષે રિલીઝ થયેલી તમિળ ફિલ્મ ‘ચીથીરામ પેસુથડી 2’ના એક સોંગમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત ડ્વેન બ્રાવો સોશિયલ અવેરનસની એક શોર્ટ ફિલ્મમાં જોવા મળ્યો હતો.

સોંગના રિહર્સલ દરમિયાન
સોંગના રિહર્સલ દરમિયાન

વર્ષ 2004માં રિલીઝ થયેલી ડેવિડ ધવનની ફિલ્મ ‘મુઝસે શાદી કરોંગી’માં ઈરફાન પઠાણ, શ્રીનાથ, આશિષ નેહરા, હરભજન સિંહ, પાર્થિવ પટેલ, કપિલ દેવ, મોહમ્મદ કૈફ તથા નવજોત સિંહ સિંધુ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સલમાન ખાન તથા પ્રિયંકા ચોપરા લીડ રોલમાં હતાં.

‘મુઝસે શાદી કરોંગી’ના એક સીનમાં ઈરફાન પઠાણ, શ્રીનાથ, આશિષ નેહરા, હરભજન સિંહ, પાર્થિવ પટેલ તથા મોહમ્મદ કૈફ
‘મુઝસે શાદી કરોંગી’ના એક સીનમાં ઈરફાન પઠાણ, શ્રીનાથ, આશિષ નેહરા, હરભજન સિંહ, પાર્થિવ પટેલ તથા મોહમ્મદ કૈફ

ક્રિકેટર બન્યા પહેલાં યુવરાજ સિંહ પિતા યોગીરાજ સાથે પંજાબી ફિલ્મ્સમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરતો હતો. જોકે, યુવરાજના નસીબમાં ક્રિકેટર બનવાનું લખાયેલું હોવાથી તે કેમેરાથી દૂર ક્રિકેટના મેદાનમાં આવી ગયો હતો.

પંજાબી ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે
પંજાબી ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે