આમિરની દીકરીએ સગાઈ કરી:એન્ગેજમેન્ટમાં આઇરા રેડ ગાઉનમાં જોવા મળી, એક્ટરને ઓળખવો મુશ્કેલ બન્યો

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આમિર ખાનની દીકરી આઇરાએ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે મુંબઈમાં સગાઈ કરી હતી. થોડા મહિના પહેલાં જ ઈટાલીમાં નૂપુરે આઇરાને પ્રપોઝ કરી હતી. હવે બંનેએ ઓફિશિયલી પરિવારની હાજરીમાં સગાઈ કરી હતી. આ સેલિબ્રેશનમાં આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ પણ સામેલ થઈ હતી.

આઇરા રેડ ગાઉનમાં જોવા મળી
આઇરાએ સગાઈ દરમિયાન રેડ ગાઉન પહેર્યુ હતું. નૂપુર બ્લેક રંગના ટક્સીડોમાં હતો. બંનેના ચહેરા પર સગાઈ કર્યાની ચમક જોવા મળી હતી.

આમિર ખાનને ઓળખવો મુશ્કેલ બન્યો
આમિર ખાનને દીકરીની સગાઈમાં ઓળખવો મુશ્કેલ બની ગયો હતો. આમિર સફેદ દાઢીમાં જોવા મળ્યો હતો. તેણે વ્હાઇટ કુર્તો-પાયજામો તથા બ્લેક ચશ્મા પહેર્યા હતા. આઇરાની મમ્મી રીના દત્તા ક્રીમ તથા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી. કિરણ રાવ દીકરા આઝાદ સાથે જોવા મળી હતી.

સગાઈમાં આઇરાની મમ્મી, ભાઈ જુનૈદ, કઝીન ઈમરાન ખાન, દાદી ઝિનત હુસૈન, ફોઈ નિખત તથા ફરહત પણ સામેલ થયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ પણ આવી હતી.

આમિર ખાન માતા સાથે. ઝિનત હુસૈનને થોડાં સમય પહેલાં જ હાર્ટ અટેક આવ્યો હતો.
આમિર ખાન માતા સાથે. ઝિનત હુસૈનને થોડાં સમય પહેલાં જ હાર્ટ અટેક આવ્યો હતો.
ફાતિમાએ આમિર ખાન સાથે ટ્વિનિંગ કર્યું હતું. બંને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યો હતો.
ફાતિમાએ આમિર ખાન સાથે ટ્વિનિંગ કર્યું હતું. બંને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળ્યો હતો.
કિરણ રાવ દીકરા સાથે.
કિરણ રાવ દીકરા સાથે.
આમિર ખાનનો ભાણીયો ઈમરાન ખાન.
આમિર ખાનનો ભાણીયો ઈમરાન ખાન.
આઇરા તથા નૂપુર.
આઇરા તથા નૂપુર.

સપ્ટેમ્બરમાં નૂપુરે પ્રપોઝ કર્યું
આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નૂપુરે સ્વીટહાર્ટ આઈરાને 'આયરન મેન ઇટાલી'ના શો દરમિયાન પ્રપોઝ કર્યું હતું. આઇરાએ પ્રપોઝલ વીડિયો પણ સો.મીડિયામાં શૅર કર્યો હતો, જેમાં નૂપુર રેસ કોસ્ચ્યૂમમાં હતો અને ગર્લફ્રેન્ડ પાસે આવ્યો હતો. તે આઈરાને કિસ કરે છે અને પછી ફિલ્મી અંદાજમાં ઘૂંટણ પર બેસીને બોક્સમાંથી રિંગ કાઢે છે અને આઈરાને પહેરાવે છે. નૂપુરનું ફિલ્મી પ્રપોઝલ જોઈને આઈરા ખુશ થઈ જાય છે. તે તરત જ હા પાડી દે છે અને પછી કિસ કરે છે. સેલેબ્સે સો.મીડિયામાં આઇરાને શુભેચ્છા પાઠવી છે. ટાઇગરની બહેન ક્રિષ્ના શ્રોફ, સુસ્મિતા સેનનો એક્સ-બોયફ્રેન્ડ રોહમન શૉલ, હુમા કુરૈશી, રિયા ચક્રવર્તી, સારા તેંડુલકર, હેઝલ કિચ સહિતના સેલેબ્સે અભિનંદન પાઠવ્યાં હતાં.

લૉકડાઉનમાં એકબીજા પ્રત્યે પ્રેમ થયો
નૂપુરર પહેલાં ઇરા મિશાલ કૃપલાણી નામના મ્યુઝિક કમ્પોઝર સાથે રિલેશનશિપમાં હતી. બંનેના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર ઘણા વાઇરલ પણ થયા હતા પણ ડિસેમ્બર 2019માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યારબાદ ઇરા ડિપ્રેશનમાં હોવાની વાતને લઈને ચર્ચામાં આવી હતી. ત્યારબાદ 2020માં નૂપુર તથા આઇરા એકબીજાની નિકટ આવ્યા હતા. લૉકડાઉનમાં બંને સાથે રહ્યા હતા અને એકબીજા પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો.

કોણ છે નૂપુર શિખરે?
આમિર ખાનના જમાઈ નૂપુરનો જન્મ 17 ઓક્ટોબર, 1985માં પુણેમાં થયો છે. તેણે મુંબઈની આર એ પોદ્દાર કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હતી. તેની માતા પ્રિતમ શિખરે ડાન્સ ટીચર છે. નૂપુર સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે. નૂપુરે આઇરાના પિતા એટલે કે આમિર ખાનને ફિટનેસ ટ્રેનિંગ આપી હતી. આ ઉપરાંત તે સુસ્મિતા સેનનો બે વર્ષ સુધી ફિટનેસ ટ્રેનર રહ્યો હતો. નૂપુરે આર્યનમેન 70.3 વર્લ્ડ ચેમ્પિયનશિપ તથા બીસ્ટમાસ્ટરમાં પણ ભાગ લીધો છે. નૂપુર પણ માતાની જેમ ડાન્સમાં માહેર છે.

આમિરની પહેલી પત્નીની દીકરી છે
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યાં હતાં. આમિર જ્યારે 'કયામત સે કયામત તક'નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યાં હતાં. આ જ ફિલ્મના 'પાપા કહતે હૈ' ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં જોવા મળી હતી. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યાં. 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને આઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે.

2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યાં
2005માં આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. 2011માં દીકરા આઝાદનો સરોગસીથી જન્મ થયો હતો. 3 જુલાઈ, 2021ના રોજ આમિરે કિરણથી અલગ થયાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આઈરાએ 2019માં ‘યુરિપાઈડ્સ મેડિયા’ નામના પ્લે સાથે થિયેટરમાં ડેબ્યુ કર્યું હતું. આ પ્લેને ડિરેક્ટ કર્યું હતું. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું. આ નાટકમાં ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચે લીડ રોલ પ્લે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...