આમિરની દીકરીનો જડબાતોડ જવાબ:આઈરા ખાને ફરીવાર બિકીની તસવીરો શૅર કરી, પ્રેમી સાથે પૂલમાં જોવા મળી

મુંબઈ5 મહિનો પહેલા
  • આઈરા ખાન એક્ટ્રેસ ફાતિમા સના શેખ તથા પ્રેમી સાથે જોવા મળી

આમિર ખાનની દીકરી આઈરા ખાને તાજેતરમાં જ 25મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આઈરાએ પરિવાર તથા મિત્રો સાથે પૂલ પાર્ટી કરી હતી. આઈરાએ પિતા આમિર ખાન, સાવકી માતા કિરન રાવ, સગી માતા રીના દત્તા, પ્રેમી નુપૂર શિખરે, સાવકો ભાઈ આઝાદ રાવ ખાન તથા મિત્રો સાથે બિકીની પહેરીને બર્થડે કેક કાપી હતી. આટલું જ નહીં આઈરાએ પૂલમાં પ્રેમી ને સાવકી માતા કિરન રાવ સાથે મસ્તી ધમાલ પણ કરી હતી. આઈરાએ સો.મીડિયામાં પૂલ પાર્ટીની તસવીરો શૅર કરી હતી. આઈરાએ પિતાની હાજરીમાં બિકીની પહેરી હોવાથી સો.મીડિયા યુઝર્સે તેને ઘણી જ ટ્રોલ કરી હતી. હવે આઈરાએ ટ્રોલર્સને જવાબ આપ્યો છે અને પૂલ પાર્ટીની વધુ તસવીરો શૅર કરી છે.

શું કહ્યું આઈરાએ?
આઈરાએ પૂલ પાર્ટીની વધુ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'મારા બર્થડેની તસવીરોને તમામ લોકો હેટ તથા ટ્રોલ કરી ચૂક્યા હોય તો અહીંયા વધુ તસવીરો છે...'

આઈરાએ શૅર કરેલી તસવીરો....

ફ્રેન્ડ સાથે આઈરા.
ફ્રેન્ડ સાથે આઈરા.
ફ્રેન્ડ સાથે આઈરા.
ફ્રેન્ડ સાથે આઈરા.
ફ્રેન્ડ્સ સાથે આઈરા.
ફ્રેન્ડ્સ સાથે આઈરા.
પ્રેમી તથા ફ્રેન્ડ સાથે આઈરા.
પ્રેમી તથા ફ્રેન્ડ સાથે આઈરા.
ફ્રેન્ડ સાથે આઈરા.
ફ્રેન્ડ સાથે આઈરા.
પ્રેમી સાથે આઈરા.
પ્રેમી સાથે આઈરા.
ફાતિમા સાથે આઈરા.
ફાતિમા સાથે આઈરા.

યુઝર્સે વખાણ કર્યા
આઈરાના આ જવાબના ઘણાં યુઝર્સે વખાણ કર્યા હતા. એક યુઝરે કહ્યું હતું કે ટ્રોલર્સને શું જવાબ આપ્યો છે. અન્ય એકે કહ્યું હતું બેસ્ટ જવાબ. તસવીરોમાં આઈરા ખાન પૂલમાં પ્રેમી નુપૂર શિખરે સાથે જોવા મળે છે. એક તસવીરમાં આઈરા તથા બોલિવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ વચ્ચેનું બોન્ડિંગ જોવા મળે છે.

તસવીરોમાં આઈરા ખાનની પાર્ટી...

પ્રેમી સાથે આઈરા.
પ્રેમી સાથે આઈરા.
ફ્રેન્ડ સાથે આઈરા.
ફ્રેન્ડ સાથે આઈરા.
પૂલમાં પ્રેમી તથા ફ્રેન્ડ્સ સાથે આઈરા.
પૂલમાં પ્રેમી તથા ફ્રેન્ડ્સ સાથે આઈરા.
કિરણ રાવ સાથે આઈરા.
કિરણ રાવ સાથે આઈરા.
પિતા આમિર ખાન, માતા રીના દત્તા તથા સાવકા ભાઈ આઝાદ સાથે આઈરા.
પિતા આમિર ખાન, માતા રીના દત્તા તથા સાવકા ભાઈ આઝાદ સાથે આઈરા.
પ્રેમી સાથે આઈરા.
પ્રેમી સાથે આઈરા.

આમિર તથા રીના 2002માં અલગ થયા
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આમિર જ્યારે 'કયામત સે કયામત તક'નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યા હતા. આ જ ફિલ્મના 'પાપા કહતે હૈ' ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં જોવા મળી હતી. 18 એપ્રિલ 1986માં થયેલા એ લગ્ન 16 વર્ષ ટક્યા. 2002માં તેમના ડિવોર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને આઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે.

2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા
2005માં આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. 2011માં દીકરા આઝાદનો સરોગસીથી જન્મ થયો હતો. 3 જુલાઈ, 2021ના રોજ આમિરે કિરણથી અલગ થયાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આઈરાએ 2019માં ‘યુરિપાઈડ્સ મેડિયા’ નામનાં પ્લે સાથે થિએટરમાં ડેબ્યૂ કર્યું હતું. આ પ્લેને ડિરેક્ટ કર્યું હતું. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ નાટકમાં ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચે લીડ રોલ પ્લે કર્યો હતો.