તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડના રિયલ બૉડીગાર્ડનો ઇન્ટરવ્યૂ:સેલેબના લગ્ન હોય કે અવોર્ડ ફંક્શન, યુસુફ ઈબ્રાહિમની સિક્યોરિટી હોય છે, સની લિયોની રાખડી બાંધે છે

મુંબઈ23 દિવસ પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • કૉપી લિંક
  • યુસુફે સૌ પહેલાં 'બિગ બોસ 2'ના સેટ પર સિક્યોરિટી પૂરી પાડી હતી
  • શાહરુખ ખાન સાથે સાડા ત્રણ વર્ષ સુધી કામ કર્યું
  • શાહિદ કપૂરના લગ્નની સિક્યોરિટી પણ યુસુફે જ સંભાળી હતી

24 જાન્યુઆરીના રોજ વરુણ ધવન તથા નતાશા દલાલે અલીબાગમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં ટાઈટ સિક્યોરિટી જોવા મળી હતી. બહારની કોઈ અજાણી વ્યક્તિ અંદર ના આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. વરુણ ધવન તથા નતાશા દલાલના લગ્નની સિક્યોરિટી યુસુફ ઈબ્રાહિમે કરી હતી. યુસુફ ઈબ્રાહિમ બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ, આલિયા ભટ્ટ, કરન જોહર, અર્જુન કપૂર, સની લિયોનીને રેગ્યુલર બેઝ પર સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. દિવ્ય ભાસ્કરે યુસુફ ઈબ્રાહિમ સાથે ખાસ વાતચીત કરી હતી અને સ્ટાર્સને સિક્યોરિટી આપતી વખતે કેવા પડકારો આવે છે, તે અંગે વાત કરી હતી.

યુસુફ ઈબ્રાહિમ સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશો

તમારી સિક્યોરિટી કંપનીની શરૂઆત ક્યારે થઈ હતી અને સૌ પહેલાં કયા સેલેબ્સને સુરક્ષા આપી હતી?
911 પ્રોટેક્શન સ્ક્વૉડ કંપનીની શરૂઆત 2008માં થઈ હતી. કપંની શરૂ થયાના એક મહિના બાદ જ કોઈની ભલામણથી મને 'બિગ બોસ 2'માં પહેલો બ્રેક મળ્યો હતો. આ શોને શિલ્પા શેટ્ટીએ હોસ્ટ કર્યો હતો. ત્યારબાદ છ મહિનાની અંદર શાહરુખ ખાન સાથે કામ કરવાની તક મળી હતી. મારી કંપનીએ સાડા ત્રણ વર્ષ સુધી શાહરુખ ખાન સાથે કામ કર્યું હતું. આ દરમિયાન આલિયા ભટ્ટ, વરુણ ધવન, અર્જુન કપૂર, સની લિયોની, જેકલીન ફર્નાન્ડિઝ, કરન જોહર, નુસરત ભરૂચા, ઝરીન ખાન વગેરે સ્ટાર્સને સિક્યોરિટી પૂરી પાડું છું. હું સ્પેશિયલ પ્રસંગે સ્ટાર્સની સાથે હોઉં છું, બાકી મારા માણસો કાયમી રીતે તેમનું કામ સંભાળે છે.

અલીબાગમાં યુસુફ ઈબ્રાહિમ પોતાના સ્ટાફ સાથે
અલીબાગમાં યુસુફ ઈબ્રાહિમ પોતાના સ્ટાફ સાથે

લગ્ન જેવી ઈવેન્ટમાં સિક્યોરિટીના કેટલાં માણસો હાજર હોય છે?
ઈવેન્ટ જેટલી ભવ્ય હોય, સિક્યોરિટીની એટલી જ વધારે જરૂર પડે, જેમ કે સ્ટાર સ્ક્રીન અવોર્ડમાં 200-300 માણસો હોય છે. ફોન નેટવર્કિંગ પર લોકોને અરેન્જ કરવામાં આવે છે. બાકી અર્જુન કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, સની લિયોની વગેરે સ્ટાર્સ સાથે મારો રેગ્યુલર સ્ટાફ હોય છે.

અહીં સુધી પહોંચવામાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો?
ભગવાનની મહેરબાનીથી બધું જ સરળ રહ્યું. એવો ખાસ સંઘર્ષ કરવો પડ્યો નથી. રોજ કંઈક નવું શીખીને કામને ઈમ્પ્રૂવ કરું છું.

લગ્ન કે પછી ઈવેન્ટનું કામ વધુ હેટ્રિક હોય છે?
'બિગ બોસ' જેવા શો હોય ત્યારે તેમાં રૂટીન સેટ હોય છે, જેમાં જેની પાસે ID કાર્ડ હોય છે, તે અંદર આવે છે. આમાં પ્લાન તૈયાર હોય છે અને તે પ્રમાણે બધું ચાલતું હોય છે. લગ્નમાં હેન્ડલ કરવું થોડું મુશ્કેલ છે, કારણ કે તેમાં આગળ શું થશે તે ખબર હોતી નથી. સમય-સમય પર નિર્ણય લેવાના હોય છે. લગ્નમાં પણ ક્લાયન્ટ પહેલેથી કહી દેતા હોય છે કે કયા લોકો અંદર આવી શકે છે. તે હિસાબે અમે કામ કરતા હોઈએ છીએ. મેં શાહિદ કપૂર, સચિન જોષી તથા વીડિયો કોન વગેરેના લગ્નનું કામ જોયું હતું. આ લગ્નમાં મને પહેલાં જ ગેસ્ટ લિસ્ટ મળી ગયું હતું.

સચિન જોષી તથા વીડિયો કોન તો બિઝનેસમેન છે, તો ગ્લેમરસની દુનિયાના લોકોને સિક્યોરિટી આપવી વધારે મુશ્કેલ છે?
ના, ગ્લેમરસથી વધારે બિઝનેસમેનના લગ્નનું કામ સંભાળવું વધારે ટફ છે. સચિન તથા વીડિયો કોનના લગ્નમાં ઘણાં સ્ટાર્સ આવ્યા હતા, આમાં ટફ એ હતું કે લગ્નમાં ક્રાઉડ ગેસ્ટની પાછળ પાછળ આવે છે. ત્યારે તેમને સંભાળવા મુશ્કેલ છે. સેલિબ્રિટીના લગ્નમાં વધારે ક્રાઉડ હોતું નથી, કારણ કે પહેલેથી જ એકબીજાને ઓળખતા હોઈએ છીએ.

વરુણના લગ્નમાં યુસુફ પરિવાર તથા સ્ટાફ સાથે
વરુણના લગ્નમાં યુસુફ પરિવાર તથા સ્ટાફ સાથે

વરુણના લગ્નમાં કઈ રીતે સિક્યોરિટી કરી હતી?
વરુણના લગ્નમાં સિક્યોરિટી મામલે કોઈ ચેલેન્જ આવી નહોતી. અલીબાગની પોલીસ તથા લોકોએ ઘણો જ સપોર્ટ કર્યો હતો. લગ્નમાં 150-200 લોકો સામેલ હતા. મહેમાનોનું લિસ્ટ પહેલેથી જ મળી ગયું હતું. કોવિડ 19નો ટેસ્ટ ફરજિયાત હતો. સ્ટાફથી લઈ ડેકોરેટર સુધી, તમામનો ટેસ્ટ થયો પછી તેમને ઓન બોર્ડ લેવામાં આવ્યા હતા. તમામના રિપોર્ટ ચેક કરીને તેમને લગ્ન સ્થળની અંદર મોકલવામાં આવ્યા હતા. લગ્નમાં કરન જોહર, મનીષ મલ્હોત્રા, કુનાલ કોહલી, શશાંક ખૈતાન આવ્યા હતાં. કોઈ અઘટિત ઘટના ના બને તે માટે અમે પહેલેથી પ્લાનિંગ કરીને રાખ્યું હતું. અમારા હાથમાં કંટ્રોલ હતો.

લગ્નના કેટલાં દિવસ પહેલાં સિક્યોરિટી સ્ટાફ આવ્યો હતો? વરુણ-નતાશા અલીબાગથી મુંબઈ બોટમાં આવ્યા ત્યારે બોટમાં પણ સિક્યોરિટી હતી?
બોટમાં વરુણ ધવનનો પર્સનલ બોડીગાર્ડ હતો, જે અમારી જ કંપનીમાંથી છે. અલીબાગથી રવાના થયા ત્યારે ત્યાં અમારા ચાર સિક્યોરિટી સ્ટાફના સભ્યો હતા અને મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા આગળ પણ ચાર સિક્યોરિટીનો સ્ટાફ હતો. લગ્ન પહેલાં બેવાર હું ટીમની સાથે રેકી કરીને આવ્યો હતો. લગ્નના ફંક્શન શરૂ થયાના 24 કલાક પહેલાં સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ છ દિવસ સુધી સિક્યોરિટી સ્ટાફ રહ્યો હતો. આઠ-આઠ કલાકની કુલ ત્રણ શિફ્ટ થઈ હતી. એક શિફ્ટમાં કુલ 22 સિક્યોરિટી તથા સુપરવાઈઝર રહેતા. એટલે કે આખા દિવસમાં 66 લોકો સિક્યોરિટી કરતાં. આ સાથે જ પોલીસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

એક્ટર તથા એક્ટ્રેસમાંથી કોની સિક્યોરિટી ચેલેન્જિંગ રહે છે?
એક્ટ્રેસની સિક્યોરિટી ક્યારેય ચેલેન્જિંગ હોતી નથી, પરંતુ એક્ટરની વધુ ચેલેન્જિંગ હોય છે. કારણ કે કોઈ મૂવમેન્ટ કે ઈવેન્ટ હોય ત્યારે ફીમેલ આર્ટિસ્ટ અંગે ચાહકો એક ચોક્કસ મર્યાદામાં રહે છે. સ્પર્શ કરવામાં તથા પકડવામાં થોડી સાવચેતી રાખે છે, ફોટો-સેલ્ફી માટે વિનંતી કરે છે. જો મેલ આર્ટિસ્ટની વાત કરીએ તો ચાહકો તેમની પર તૂટી પડે છે. બંનેની સિક્યોરિટીમાં ફરક હોય છે. તો પણ ફીમેલ પર વધુ ધ્યાન આપવું પડે છે, કારણ કે તેમની સાથે કોઈ અઘટિત ઘટના ના બને. વાસ્તવમાં ચાહકો ક્યારેય સ્ટાર્સને કોઈ તકલીફ આપતા નથી. ચાહકોથી સ્ટાર્સને ક્યારેય જોખમ રહેતું નથી. તેઓ માત્ર સ્ટાર્સ સાથે ફોટો લેવા માગતા હોય છે અને ફોટો માટે જ તેઓ બેચેન રહેતા હોય છે. આથી જ નાની-મોટી ભીડ બેકાબૂ થાય તો પણ કોઈ ટેન્શન હોતું નથી.

સની લિયોની, અર્જુન કપૂર, વરુણ ધવન, આલિયા ભટ્ટ, જેકલીન ફર્નાન્ડિઝ વગેરે સ્ટાર્સમાં કોના ચાહકો વધુ બેકાબૂ બનતા હોય છે?
બધાનું પોત-પોતાનું ફેન ફોલોઈંગ છે. હા વાત જો આલિયા ભટ્ટ તથા વરુણ ધવનની કરવામાં આવે તો તેમાં બાળકોની ફેન ફોલોઈંગ વધારે છે. તેમની મૂવમેન્ટમાં બાળકોનું વધારે ધ્યાન રાખવું પડે છે કે ક્યાંક તેમને વાગી ના જાય. વરુણના લગ્નમાં પરિવારનો જમણવાર હતો, તેમાં બાળકો પણ આવ્યા હતા. જોકે, બહારથી કોઈ બાળકો આવ્યા નહોતા. તેનું એક કારણ એ પણ હતું કે મોટાભાગના લોકોને વરુણના લગ્નની ખબર જ નહોતી.

અનુષ્કા શર્મા તથા આલિયા ભટ્ટ સાથે યુસુફ
અનુષ્કા શર્મા તથા આલિયા ભટ્ટ સાથે યુસુફ

તમારા તથા તમારા સ્ટાફ પ્રત્યે સ્ટાર્સનું વલણ કેવું હોય છે?
જો જવાબદારીપૂર્વક કામ કરીએ તો તમામનું વલણ સારું હોય છે. જો ખોટું કરીએ તો સેલિબ્રિટી ગુસ્સે થઈ જાય છે. કોઈ પણ સેલિબ્રિટી ત્યારે જ ગુસ્સે થાય છે, જ્યારે ભૂલ કરવામાં આવે. કામને ગંભીરતાથી કરો ત્યારે બધું જ સારું ચાલે છે. સની લિયોની છેલ્લાં ચાર વર્ષથી મને રાખડી બાંધે છે. આલિયા ભટ્ટ મારા જન્મદિવસ પર બુકે તથા ગિફ્ટ મોકલાવે છે. વરુણ ધવન સોશિયલ મીડિયામાં દર વર્ષે વિશ કરે છે અને વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. આલિયા હોય કે વરુણ તમામ મને 'તમે' કહીને જ બોલાવે છે.

સની લિયોની સાથે ભાઈ-બહેનના સંબંધો કેવી રીતે બંધાયા?
સની 'બિગ બોસ'ના સમયે મુંબઈ આવી હતી. ત્યારબાદ તેણે ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. સચિન જોષી સાથે 'જેકપોટ' ફિલ્મમાં કામ કરતી હતી. તે સમયે સચિન જોષીની સિક્યોરિટીનું કામ મારી કંપની કરતી હતી. સચિન જોષી સાથે સની લિયોની પ્રમોશન માટે જતી હતી. ત્યારે હું બંનેનું ધ્યાન રાખતો હતો. પ્રમોશનથી મુંબઈ પરત ફર્યા બાદ સનીના પતિ ડેનિયલે મારો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે જો કંઈ જરૂર પડે તો તમે સની માટે આવશો? તો મેં હા પાડી હતી. વાસ્તવમાં એક ભાઈ પોતાની બહેનનું જે રીતે ધ્યાન રાખે તે રીતે હું સની લિયોનીનું ધ્યાન રાખતો હતો, કારણ કે તે સમયે સની અંગે લોકોના મનમાં કંઈક અલગ જ વાતો ચાલતી હતી. એકવાર હૈદરાબાદમાં સની લિયોની શૂટિંગ કરતી હતી અને હું મારા રૂમમાં સૂતો હતો. તે દિવસે રક્ષાબંધનનો તહેવાર હતો. સનીએ મને બોલાવ્યો હતો. જ્યારે હું તેના રૂમમાં ગયો ત્યારે તેણે મને કહ્યું હતું કે તે મને રાખડી બાંધવા માગે છે. તો મેં તરત જ હા પાડી દીધી હતી. અચાનક આ બધું થયું હતું, આથી મારી પાસે ગિફ્ટમાં આપવા માટે પણ કંઈ નહોતું. તે સમયે ખિસ્સામાંથી જે થોડાં ઘણાં પૈસા હતા તે આપી દીધા હતા.

વરુણ તથા આલિયા સાથે કેવી રીતે સંપર્ક થયો?
વરુણ તથા આલિયા 'સ્ટૂડન્ટ ઓફ ધ યર' ફિલ્મ કરતાં હતાં. ત્યારે હું ધર્મા પ્રોડક્શનનું કામ જોતો હતો. પ્રમોશન દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ, આલિયા ત્રણેયનું ધ્યાન રાખતો હતો. ત્યાંથી તેમની સાથે મુલાકાતો થતી અને આજ સુધી આ લોકોનું કામ જોઉં છું. આ ઉપરાંત કરન જોહર, જેક્લીન, અર્જુન રામપાલ, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, શાહરુખ ખાન, ઝરીન ખાન, નુસરત ભરૂચા વગેરેનું કામ કર્યું છે. બોલિવૂડમાંથી માત્ર અમિતાભ બચ્ચન તથા સલમાન ખાનને બાદ કરતાં મોટાભાગના સ્ટાર્સ સાથે ક્યાંકને ક્યાંક તો કામ કર્યું છે.

શાહરુખ ખાન સાથે યુસુફ
શાહરુખ ખાન સાથે યુસુફ

શાહરુખ ખાનનું કામ છોડવાનું કોઈ ખાસ કારણ હતું?
એવું કોઈ ખાસ કારણ નહોતું. તેમની સાથે સાથે મેં બીજા આર્ટિસ્ટ સાથે પણ કામ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે ડેટનો ઈશ્યૂ થતો હતો. શાહરુખ સાથે તેમનો પોતાનો પર્સનલ માણસ પણ હતો. જોકે, મારે કોઈને કોઈ સ્ટાર્સ સાથે જવાનું રહેતું. ક્યારેક આલિયા તો ક્યારેક વરુણ. આ સમયે ડેટના ઈશ્યૂ થતાં હતાં. એટલે જ કામ કરવાનું બંધ કર્યું હતું. આજે પણ જ્યારે શાહરુખસર મળે છે તો હાય-હેલ્લો તો કરે જ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો