રણબીર-આલિયા તથા અયાન સાથે ખાસ વાતચીત:ત્રણ વર્ષમાં પાર્ટ 2 લાવવાની તૈયારી, 'બ્રહ્માસ્ત્ર'નો આગામી ભાગ 'બાહુબલી'ની જેમ સસ્પેન્સથી ભરેલો હશે

મુંબઈ12 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ

ગયા અઠવાડિયે 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થઈ છે અને ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મ સફળ થતાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ તથા અયાન મુખર્જી ઘણાં જ ખુશ છે. હાલમાં જ તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી.

સૌથી યુનિક કૉમ્પ્લિમેન્ટ શું મળ્યું?
અયાનઃ ઘણાં જ વખાણ કરવામાં આવ્યા છે. બાળકોને આ ફિલ્મ ગમી છે. કેટલાંક લોકોને કેટલીક વાતો ગમી નથી.

રણબીરઃ આ પહેલાં મોટાભાગે ફિલ્મ આવે તો અમારા પર્ફોર્મન્સની વાત થતી હતી અને પછી ફિલ્મની વાત થતી. અહીંયા પહેલાં ફિલ્મની વાત થઈ.

આલિયાઃ જ્યારે મેં મારા કરિયરની શરૂઆત કરી ત્યારે હું બાળકી હતી. તે સમયે નાના બાળકો મારા ચાહકો હતો. કોઈએ કહ્યું હતું કે જો બાળકોને તમારી ફિલ્મ ગમી જાય તો તેનાથી મોટી કોઈ વાત નથી. તે ઘણાં જ વફાદાર હોય છે.

ભાગ 2ની વાર્તા લખાઈ ગઈ છે?
અયાનઃ એક બેઝિક વાર્તા તો શરૂઆતથી જ ઇન પ્લેસ હતી. આ વાર્તા પાર્ટ 3 સુધી આવશે. હું અમૃતા તથા દેવ અંગે વધુ વાત નહીં કરું, પરંતુ આજની તારીખમાં 'બ્રહ્માસ્ત્ર'ના શિવામાં સુપરપાવર છે. તે આગ ઉત્પન્ન કરી શકે છે. વાર્તા ત્યાંથી જ આગળ વધશે. દેવની વાર્તા તો રહેશે જ. અમને જે ફીડબેક મળ્યા છે, તેને ધ્યાનમાં રાખીને તે વાતોને અમે આગામી ભાગમાં એડ કરીશું. ત્રણ વર્ષની અંદર ભાગ 2 લઈને આવીશું.

ફિલ્મના પાર્ટમાં કેટલો ગેપ હોવો જોઈએ?
આલિયાઃ ગેપ હોવો જરૂરી છે. આ વાત ફિલ્મના પહેલા પાર્ટમાંથી શીખવા મળી. બાકી દર બે વર્ષે પાર્ટ આવતા રહે, એેમ અમે ઈચ્છીએ છીએ.

રણબીરઃ દર્શકો 'બ્રહ્માસ્ત્ર'ના બજેટ પર પણ ચર્ચા કરે છે. ફર્સ્ટ પાર્ટમાં આગ બતાવવામાં આવી હતી. ફિલ્મ ત્રણ ભાગમાં છે. આ ફિલ્મનું ઇકોનોમિક્સ અલગ છે.

ફેનમેડ થિયરીને ધ્યાનમાં રાખતા આલિયા નેગેટિવ ઈશાનો રોલ કેટલો એન્જોય કરશે?
આલિયાઃ મારા કરતાં ક્રિએટરને આ વાત ગમે છે કે નહીં તેના પર આધાર રાખે છે. ચાહકોની થિયરી રસપ્રદ છે. હાલમાં હું આ અંગે કમેન્ટ કરીશ નહીં.

રણબીરઃ મારા ખ્યાલે જો અલગ થિયરી આવે છે તો તે સારી વાત છે. ઓડિયન્સ પણ પોતાની કલ્પના કરી રહી છે.

ફિલ્મના ઓપનિંગ કલેક્શન સમયે નર્વસનેસ આવી હતી?
રણબીરઃ હા. આપણે ફિલ્મ બોક્સ ઓફિસ માટે જ બનાવીએ છીએ.

અયાનઃ બોક્સ ઓફિસ કરતાં વધુને વધુ લોકો ફિલ્મ જોવા આવે તેમ ઈચ્છતો હતો. હું ઈચ્છતો હતો કે ચાહકો આ ફિલ્મનો અનુભવ કરે.

પાર્ટ 2 અને 3માં શાહરુખ-નાગાર્જુન જોવા મળશે?

રણબીરઃ આ સીક્રેટ રહેશે. અયાને તો અમને પણ હજી સુધી કહ્યું નથી.

આલિયાઃ મારા મતે સાઇન્ટિસ્ટનું પાત્ર મર્યું નથી.

અયાનઃ અમે આ અંગે કોઈ જ કમેન્ટ કરી શકીએ તેમ નથી.

દેવ તથા અમૃતાના નામનો ઘટસ્ફોટ ક્યારે થશે?

આલિયાઃ અમે એક પ્લાન બનાવ્યો છે. અયાન સાથે ચર્ચા પણ કરી છે.

રણબીરઃ અત્યારે જે નામોની ચર્ચા છે, તેમને સ્ક્રિપ્ટ ગમવી જોઈએ. 'બાહુબલી 1' સમયે ચાહકોમાં ચર્ચા હતી કે 'કટપ્પા ને બાહુબલી કો ક્યો મારા?' એવી જ ચર્ચા હાલમાં દેવ અને અમૃતાના નામની થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...