ભાસ્કર ઇન્ટરવ્યૂ:'આશ્રમ' સિરીઝના વિવાદ અંગે ડિરેક્ટર પ્રકાશ ઝાએ કહ્યું- જે ખોટી દિશામાં ભ્રમિત છે, તે જરૂર બોલશે

મુંબઈ23 દિવસ પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય

મોસ્ટ અવેટેડ 'આશ્રમ' વેબ સિરીઝનો ત્રીજો ભાગ રિલીઝ થઈ ગયો છે. સિરીઝ અંગે વિવાદ થયા બાદ આ વખતે નામ 'એક બદનામ આશ્રમ' કરવામાં આવ્યું છે. સિરીઝના ડિરેક્ટર તથા લીડ એક્ટર બોબી દેઓલે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી.

'આક્ષમ' સફળ સિરીઝ રહી, આ અંગે શું કહેશો?
બોબી દેઓલઃ તમે જે કામ કરો છો અને તે કામમાં સફળતા મળે છે ત્યારે આનંદ થાય છે. લોકો અમારા કામની પ્રશંસા કરે તે માટે મહેનત કરીએ છીએ. જ્યારે આટલી પ્રશંસા થઈ તો વિચાર્યું નહોતું કે આવું કંઈ થશે. ક્યારેક એમ લાગે છે કે હું કોઈ સપનું જોઈ રહ્યો છું.

પ્રકાશ ઝાઃ મારી તો મુશ્કેલી વધી જાય છે, કારણ કે લોકો કહે છે કે વધુ એક સિઝન બનાવો. પછી વાર્તા વિચારવી પડે, લખવું પડે અને બનાવવી પડે. બસ આ સમસ્યા છે.

શોની ત્રીજી સિઝનમાં અલગ શું છે?
બોબી દેઓલઃ બીજો ભાગ બનાવવાનું વિચાર્યું તો ખ્યાલ નહોતો કે શું કરીશું. જોકે, જે રીતે વાર્તા આગળ વધે છે તે હિસાબે અમે આગળ વધીએ છીએ. લોકોને આ વાર્તા એટલી ગમી કે લોકો અલગ અલગ રીતે જોવા ઈચ્છે છે. મને લાગે છે કે દર્શકો એક્સાઇટેડ છે અને તેથી જ આ શો લોકપ્રિય થયો.

'આશ્રમ' સિરીઝમાં આ મહેલને બાબા નિરાલાનો આશ્રમ બતાવવામાં આવ્યો છે.
'આશ્રમ' સિરીઝમાં આ મહેલને બાબા નિરાલાનો આશ્રમ બતાવવામાં આવ્યો છે.

પ્રકાશ ઝાઃ કોઈ બાળકને વાર્તા સંભળાવીએ તો વાર્તા બાળકને ના ગમે તો તે સાંભળતો નથી. અમે વાર્તા અંગે વિચારીએ ત્યારે દર્શકોને આ કેટલી ગમશે તે પહેલાં જોઈએ છીએ. રાઇટર માટે આ ચેલેન્જ છે. બિઝનેસમાં પણ હર્ષદ મહેતા જેવા લોકો નીકળે છે. ટાટા, અંબાણી, બિરલા જેવા સારા બિઝનેસમેન પણ છે. આ જ રીતે ધર્મ તથા રાજકારણમાં છે.

'આશ્રમ' પર થયેલા વિવાદ અંગે શું કહેશો?
બોબી દેઓલઃ જુઓ, હું બહુ જ સરળ વ્યક્તિ છું. દુનિયામાં જે થઈ રહ્યું છે, તેનાથી હું બહુ દૂર છું. મારો પરિવાર પણ આવો જ છે. હું એક્ટર છું અને અલગ અલગ કેરેક્ટર પ્લે કરું છું. સમાજમાં જે બને છે, તેના પર વાર્તા લખવામાં આવ્યું છે. આટલી ગંદી વ્યક્તિનો રોલ ભજવવો મારા માટે મુશ્કેલ હતો.

પ્રકાશ ઝાઃ હું હંમેશાં કહેતો આવ્યો છું કે વિવાદ કરનારા લોકો તો રહેશે, જેના મનમાં આ પ્રકારની વાત હોય તે તો બોલશે. દરેક વિવાદને હજારો લોકો યોગ્ય રીતે જોતા હોય છે અને સાચો દૃષ્ટિકોણ રજૂ કરે છે. વિવાદ કરનારા લોકો બોલશે, કારણ કે તેઓ ખોટી દિશામાં ભ્રમિત છે, પરંતુ હું એ હજારો લોકો વિશે વિચારું છું જે સાચું માને છે.

સિરીઝનું શૂટિંગ રાજસ્થાનમાં પણ થયું છે.
સિરીઝનું શૂટિંગ રાજસ્થાનમાં પણ થયું છે.

'આશ્રમ 3'ને કયા શૂટ કરી?
પ્રકાશ ઝાઃ આ વખતે 163 લોકેશન પર શૂટ કરવામાં આવી. જયપુર તથા ભોપાલમાં પણ શૂટ કરવામાં આવી છે. 10 એપિસોડ છે અને શૂટિંગ 80 દિવસ સુધી ચાલ્યું.

આ શોની કેટલી સિઝન આવશે?
પ્રકાશ ઝાઃ આ તો વાર્તા પર ડિપેન્ડ કરે છે. વાર્તા જે રીતે આગળ વધશે તે રીતે સિઝન આવશે.

પહેલી સિઝન સફળ થતાં બીજી સિઝન માટે પ્રેશર અનુભવ્યું હતું?
બોબી દેઓલઃ આ વાત મનમાં તો રહે છે કે સેકન્ડ સિઝન કેવી બનશે, લોકો જોશે તો ખરા ને? વાર્તા જ્યારે લખાય છે ત્યારે તમને સબ્જેક્ટ પર વિશ્વાસ હોય છે. લોકો જેના વિશે જાણવા માગે છે તેવી આ વાર્તા છે. આપણે જે ડોક્યુમેન્ટ્રી જોઈએ છીએ તે મોટાભાગે ખરાબ લોકો પર, મર્ડર પર તથા સ્કેમ પર બનતી હોય છે. આ બધી વાતો રસપ્રદ હોય છે.