ભાસ્કર ખાસ / ‘ગુલાબો સિતાબો’માં બિગ બીનો બદલાયેલો અવાજ સાંભળવા મળશે, ‘અગ્નિપથ’ના 30 વર્ષ બાદ આ પ્રયોગ કર્યો

interesting facts of gulabo sitabo, Amitabh Bachchan's changed his voice
X
interesting facts of gulabo sitabo, Amitabh Bachchan's changed his voice

  • ટ્રેલર પહેલાં ફિલ્મને લઈ મહત્ત્વની માહિતી મળી
  • અમિતાભના પાત્રનું નામ મિર્ઝા, આયુષ્માન બાંકે બન્યો છે
  • બંને વચ્ચે ટોમ એન્ડ જેરી જેવા સંબંધો

અમિત કર્ણ

May 22, 2020, 11:50 AM IST

મુંબઈ. ‘ગુલાબો સિતાબો’નું ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં દિવ્ય ભાસ્કર ફિલ્મની કેટલીક મહત્ત્વની માહિતી લઈને આવ્યું છે. અમિતાભ બચ્ચન સતત પોતાના પાત્રો સાથે પ્રયોગ કરે છે. આ ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચને પોતાના પાત્ર સાથે પ્રયોગ કર્યો છે. ‘અગ્નિપથ’ના વર્ષો બાદ અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાના બદલાયેલા અવાજમાં ફિલ્મમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે 1990માં ‘અગ્નિપથ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને યશ જોહરે પ્રોડ્યૂસ કરી હતી અને મુકુલ એસ આનંદ ફિલ્મના ડિરેક્ટર હતાં. 

ફિલ્મની સ્ટોરી કંઈક આવી છે
ફિલ્મમાં અમિતાભ બચ્ચન લખનઉના ફાતિમા મહેલ નામની એક હવેલીના મકાનમાલિક છે. તેમનું નામ ફિલ્મમાં મિર્ઝા છે. હવેલી વર્ષો જૂની છે. મિર્ઝાને પોતાના કોઈ બાળકો હોતા નથી. ફિલ્મમાં આયુષ્માન ભાડુઆતના રોલમાં છે. તેણે બાંકેનો રોલ પ્લે કર્યો હોય છે. બાંકેના કોઈ પિતા હોતા નથી. જોકે, મિર્ઝા તથા બાંકે વચ્ચે ટોમ એન્ડ જેરી જેવા સંબંધો છે. બંનેને એકબીજા સાથે બિલકુલ બનતું નથી અને બંને એકબીજા વગર રહી પણ શકતા નથી. મિર્ઝા ઈચ્છે છે કે બાંકે મકાન ખાલી કરે પરંતુ બાંકે મકાન ખાલી કરવા તૈયાર નથી.

અવનવી યુક્તિઓ અપનાવે છે
હવે, મિર્ઝા પોતાના ભાડુઆત બાંકેને ઘરમાંથી કાઢી મૂકવા માટે અવનવી યુક્તિઓ અજમાવે છે. જોકે, તેમની એક પણ યુક્તિ કામ આવતી નથી. અંતે, તેઓ કાનૂનની મદદ લે છે. જોકે, અહીંયા પણ તેમને સફળતા મળતી નથી. છેલ્લે તેઓ પોતાની હવેલી વેચવાનો નિર્ણય કરે છે પણ અહીંયા અનેક ગુંચવણો રહેલી છે. તેમની હવેલી વર્ષો જૂની છે. આથી જ આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટને બોલાવીને મિર્ઝા હવેલી વેચવાનો પ્રયાસ કરે છે. જોકે, અહીંયા ડિપાર્ટમેન્ટનો એક અધિકારી હવેલી વેચવા દેતો નથી. આગળ શું છે, તેને લઈ ફિલ્મ છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી