તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાકાનો જન્મદિવસ:ગર્લફ્રેન્ડના ઘર સામેથી જાન કાઢી હતી, સેટ પર મોડા આવવવાની આદતથી ત્રાસી જઈને મહમૂદે રાજેશ ખન્નાને લાફો મારી દીધો હતો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વીતેલા જમાનાના ફેમસ એક્ટર રાજેશ ખન્નાનો આજે જન્મદિવસ છે. રાજેશનો જન્મ 1942માં પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમને ભારતીય સિનેમાના પહેલા સુપરસ્ટાર પણ માનવામાં આવે છે.

રાજેશ ખન્નાએ પોતાના કરિયરમાં 180 ફિલ્મોમાં કામ કર્યું, જેમાં 163 ફીચર ફિલ્મો અને 17 શોર્ટ ફિલ્મો હતી. અદભુત એક્ટિંગ માટે તેમને ત્રણવાર ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો. તે અવોર્ડ માટે 14 વખત નોમિનેટ પણ થયા છે. આ સિવાય ઇન્ડિયન સિનેમામાં યોગદાન આપવા માટે ઘણા અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 18 જુલાઈ, 2012ના રોજ રાજેશ ખન્ના આ દુનિયા છોડીને જતા રહ્યા.

દીકરીનો જન્મ પણ આ જ દિવસે થયો હતો

29 ડિસેમ્બરે જ રાજેશ ખન્નાની દીકરી ટ્વિન્કલ ખન્નાનો પણ જન્મદિવસ છે. ડિમ્પલની ડિલિવરીના સમયે ડોકટરે તેમને 29 ડિસેમ્બર આસપાસનો સમય આપ્યો હતો. રાજેશ ખન્ના પણ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે આ જ દિવસે તેમના ઘરે બાળક આવે અને એવું જ થયું. રાજેશ ખન્ના જ્યારે જીવતા હતા તો 29 ડિસેમ્બરે જ ટ્વિન્કલ સાથે કેક કટ કરતા હતા.

લોહીથી છોકરીઓ લેટર લખતી હતી

એક જમાનામાં તેમનો ક્રેઝ એવો હતો કે ક્યારેક તેમની ગાડીથી ઊડતી ધૂળને પણ ફેન્સ ઉઠાવી લેતા હતા. સ્ટુડિયોમાં તેમની ગાડીને છોકરીઓ કિસ કરી લેતી હતી. અમુક છોકરીઓ તેના લોહીથી લેટર લખતી હતી. આ ગાંડપણ જ હતું પણ આનાથી તેમની પોપ્યુલારિટીની ખબર પડે છે.

ડિમ્પલ સાથે લગ્ન કરી બધાને ચકિત કરી દીધા

1972માં તેમનાં લગ્ન થયાં. આ તે સમયના સૌથી મોટા ન્યૂઝ હતા. કારણકે બધા જાણતા હતા કે અંજુ મહેન્દ્ર સાથે કાકાની લવ સ્ટોરી ચાલી રહી હતી, પણ 'બોબી' ગર્લ ડિમ્પલ સાથે લગ્ન કરીને રાજેશ ખન્નાએ બધાને ઝાટકો આપ્યો હતો. લગ્ન સમયે જાન જાણીજોઈને પોતાની ગર્લફ્રેન્ડના ઘરની સામેથી લઇ જવામાં તેમને કોઈ વિચિત્ર સુખ મળ્યું. તેમનું વર્તન અમુકવાર અણસમજુ જેવું હતું. તે પણ તેમના વ્યક્તિત્ત્વનો એક ભાગ હતો.

મહમૂદે લાફો માર્યો હતો

મહમૂદ 'જનતા હવલદાર' નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમાં રાજેશ ખન્નાને કાસ્ટ કરવામાં આવ્યા. એક દિવસ મહમૂદ તેમના ફાર્મહાઉસ પર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યાં મહમૂદનો એક દીકરો રાજેશને મળ્યો અને સીધો દુઆ સલામ કરીને નીકળી ગયો. રાજેશ આનાથી નારાજ થઇ ગયો કે માત્ર હેલ્લો કેમ કહ્યું? ત્યારબાદ રાજેશ ખન્ના સેટ પર લેટ આવવા લાગ્યા.

શૂટિંગમાં રોજ મોડું થતા મહમૂદને ગુસ્સો આવ્યો. તે ફિલ્મના ડિરેક્ટર પણ હતા અને એક્ટર પણ. એક દિવસ તેમણે બધા સામે રાજેશ ખન્નાને લાફો મારી દીધો. તેમણે રાજેશને કહ્યું, 'તમે સુપરસ્ટાર હશો તમારા ઘર પર, મેં ફિલ્મ માટે તમને પૂરા પૈસા આપ્યા છે તો તમારે મારી ફિલ્મ સમયસર પૂરી કરવી જ પડશે.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો