તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'મોહબ્બતેં'ના 20 વર્ષ:આ ફિલ્મથી કમબેક કરવામાં અમિતાભ બચ્ચન સફળ રહ્યા હતા, શ્રીદેવી તેમની પત્નીનો રોલ પ્લે કરવાના હતા

એક મહિનો પહેલા

વર્ષ 2000માં રિલીઝ થયેલી ડિરેક્ટર આદિત્ય ચોપરાની સુપરહિટ ફિલ્મ 'મોહબ્બતેં'ને 27 ઓક્ટોબરે 20 વર્ષ પૂરા થયા છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય સ્ટારર આ ફિલ્મ 20 વર્ષ પછી પણ લોકોના દિલમાં કાયમ રહેવામાં સફળ રહી છે. જાણીએ ફિલ્મ સાથે જોડાયેલા અમુક ફેક્ટ્સ..

આ એ જ ફિલ્મ છે જેના દ્વારા અમિતાભ બચ્ચને બોલિવૂડમાં સક્સેસફુલ કમબેક કર્યું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક બનીને આવ્યા. આ ફિલ્મમાં અમિતાભે કડક સ્કૂલ પ્રિન્સિપલનો રોલ નિભાવ્યો હતો. તેમનો લુક ઈન્ડો વેસ્ટર્ન રાખવામાં આવ્યો હતો. આ લુકને કરણ જોહરે ડિઝાઇન કર્યો હતો. સાથે જ આ ફિલ્મના બધા કોસ્ચ્યુમ પણ કરણે જ ડિઝાઇન કર્યા હતા.

કાજોલ- કરિશ્માને રોલ ઓફર થયા હતા
'મોહબ્બતેં' ફિલ્મમાં કિમ શર્માએ સંજના અને શમિતા શેટ્ટીએ ઇશિકા ધનરાજગીરનો રોલ પ્લે કર્યો હતો. પરંતુ આ બંને રોલ સૌથી પહેલા કાજોલ અને કરિશ્મા કપૂરને ઓફર કરવામાં આવ્યા હતા પણ અમુક કારણસર તેમણે રિજેક્ટ કરી દીધા.

કિમ શર્માએ કહ્યું કે, 'આ મારા કરિયરની સૌથી મોટી ફિલ્મ છે. જોકે, તેના પછી મેં 30-35 ફિલ્મોમાં કામ કર્યું પણ આ ફિલ્મ બેનર, સ્ટોરી, ડિરેક્શન અને કાસ્ટ મુજબ મારા કરિયરની સૌથી મોટી ફિલ્મ રહી છે. આના માટે ગ્રેટફુલ છું. હજુ પણ આના માટે ફેન્સ સોશિયલ મીડિયા પર મને યાદ કરે છે. જોકે, આવું પહેલીવાર સાંભળી રહી છું કે અમે તેમના રિપ્લેસમેન્ટમાંથી આવ્યા છીએ. જો આવું હતું તો હું ઘણું ઓનર્ડ ફીલ કરું છું.'

શ્રીદેવીને બિગ બીની પત્ની બનાવવાના હતા
ફિલ્મમાં શાહરુખ ખાનનું નામ આર્યન મલ્હોત્રા છે. એવું કહેવાય છે કે આ નામ તેના દીકરાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તીનો પણ એક નાનો રોલ હતો, પરંતુ ફિલ્મ લાંબી હોવાના કારણે તેમનો રોલ હટાવી નાખવામાં આવ્યો. અગાઉ અમિતાભ બચ્ચનની પત્નીનો રોલ પણ ફિલ્મમાં દેખાડવાનો હતો. તેના માટે શ્રીદેવીને અપ્રોચ પણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડી ત્યારબાદ આ રોલ જ હટાવી દેવામાં આવ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો