તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંગનાની તકલીફ:ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થયા પછી ઈન્સ્ટાગ્રામે પણ પોસ્ટ ડિલીટ કરી, એક્ટ્રેસે કહ્યું-અહીંયા અઠવાડિયું સુધી પણ ટકું તેવું લાગતું નથી

3 મહિનો પહેલા
  • ટ્વિટરે કહ્યું હતું કે, કંગનાએ અમારા પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું
  • પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ એક્ટ્રેસે કેટલીક વિવાદિત પોસ્ટ કરી હતી

એક્ટ્રેસ કંગના રનૌત કોરોના પોઝિટિવ છે. થોડા દિવસ પહેલાં તેનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એ પછી કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની વાત લખવાની શરુ કરી દીધી. કોરોના પોઝિટિવ હોવાની પોસ્ટ પણ શેર કરી, પણ ઇન્સ્ટાગ્રામે પોસ્ટ ડિલીટ કરી. આ પાછળનું કારણ તો એક્ટ્રેસને પણ ખબર નથી પણ તેણે કોવિડ ફેન ક્લબનું ષડયંત્ર કહ્યું છે.

‘અહીંયા તો એક અઠવાડિયું પણ ટકી નહીં શકું’
પોસ્ટ ડિલીટ થતા રવિવારે નાખુશ એક્ટ્રેસે લખ્યું, ઇન્સ્ટાગ્રામે મારી વધુ એક પોસ્ટ ડિલીટ કરી છે કારણકે કોરોનાનો ખાતમો બોલાવવાની મારી ધમકીથી કોઈની ભાવનાને ઠેંસ પહોંચી લાગે છે. કમ્યુનિસ્ટ અને ટેરરિસ્ટથી સહાનુભૂતિ રાખનારા લોકો વિશે સાંભળ્યું હતું પણ કોરોના ફેન ક્લબ..ગજબ! ઇન્સ્ટા પર આવ્યાને બે દિવસ થયા છે પણ અહીં એક અઠવાડિયું પણ ટકું એવું લાગતું નથી.

કંગના આઈસોલેશનમાં
કોરોના પોઝિટિવ આવ્યા પછી કંગનાએ કહ્યું હતું, 'મેં મારી જાતને ક્વૉરન્ટીન કરી છે. મને ખ્યાલ નહોતો કે મારા શરીરમાં આ વાઈરસ કેવી રીતે આવ્યો. મને ખ્યાલ છે કે હું તેને ખત્મ કરી દઈશ. પ્લીઝ તમે લોકો કોઈ પણ બાબતને તમારી પર હાવી ના થવા દો. જો તમે આનાથી ડરી જશો તો આ તમને વધારે ડરાવશે. આ કંઈ જ નથી. સામાન્ય ફ્લૂ છે. આવો આ કોવિડ 19 વાઈરસને ખત્મ કરીએ. હર હર મહાદેવ'

ટ્વિટર અકાઉન્ટ કેમ સસ્પેન્ડ થયું?
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. ટ્વિટરે કહ્યું હતું કે કંગનાએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે પ.બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ એક્ટ્રેસે કેટલીક વિવાદિત પોસ્ટ કરી હતી. આ અંગે કંગના પર કેસ પણ કરવામાં આવ્યો છે. કંગનાએ પોતાની એક પોસ્ટમાં કહ્યું હતું કે રાક્ષસને વશમાં કરવા માટે મોદીજીએ વર્ષ 2000વાળું વિરાટ રૂપ બતાવે તે જરૂરી છે.

વિવાદિત પોસ્ટ બાદ કોલકાતા પોલીસે કંગના રનૌત વિરુદ્ધ પ.બંગાળના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપમાં ફરિયાદ કરી છે. એડવોકેટ સુમીત ચૌધરીએ ઈમેલના માધ્યમથી કોલકાતા પોલીસ કમિશ્નર સૌમેન મિત્રાને ફરિયાદ કરી હતી. તેમણે પોતાના મેલમાં કંગનાના પોસ્ટની ત્રણ લિંક્સ પણ શૅર કરી હતી. સુમીત ચૌધરીએ આક્ષેપ મૂક્યો છે કે કંગનાએ બંગાળના લોકોનું અપમાન કર્યું છે.

કંગનાએ શું કહ્યું હતું?
પં. બંગાળની ચૂંટણી બાદ કંગનાએ એક પોસ્ટમાં કહ્યું હતું, 'પ.બંગાળમાં બાંગ્લાદેશી તથા રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે હિંદુ ત્યાં બહુમતીમાં નથી. ડેટા પ્રમાણે, બંગાળી મુસ્લિમ ઘણાં જ ગરીબ તથા વંચિત છે. સારું છે કે બીજું કાશ્મીર બનવા જઈ રહ્યું છે.'

અન્ય એક પોસ્ટમાં મોદીને વિરાટરૂપ ધારણ કરવાનું કહ્યું હતું
કંગનાએ કહ્યું હતું, આ ભયાનક છે. આપણે ગુંડાઈને મારવા માટે સુપર ગુંડાઈની જરૂર છે. તે એક રાક્ષસની જેમ છે. મોદીજી તેમને વશમાં કરવા માટે મહેરબાની કરીને પોતાનું વર્ષ 2000 વાળું વિરાટ રૂપ બતાવો.

અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, હું ખોટી હતી. તે રાવણ નથી. તે એક મહાન રાજા હતો. તે દુનિયાનો મહાન રાજા હતો. તે વિદ્વાન હતો. શાનદાર વીણા વાદક હતો. જોકે, આ લોહી તરસી દાનવ તાડકા છે. જે લોકોએ પણ તેને વોટ આપ્યો, તે તમામના હાથ લોહીથી રંગાયેલા છે. એક્ટ્રેસ આટલેથી જ અટકી નહોતી. વધુમાં કંગનાએ કહ્યું હતું કે આ ત્યારે થાય છે, જ્યારે રાક્ષસોને શક્તિ મળે છે. ધર્મ પર અધર્મની જીત થઈ છે.