ઈરફાન ખાનનું 29 એપ્રિલના રોજ કોલન ઈન્ફેક્શન (એક જાતનો પાચનનો રોગ)ને કારણે નિધન થયું હતું. નોંધનીય છે કે ઈરફાન છેલ્લાં બે વર્ષથી ન્યૂરોએન્ડ્રોક્રાઈન ટ્યૂમરની સારવાર કરાવતા હતાં. ઈરફાનના આકસ્મિક અવસાનથી માત્ર પરિવાર જ નહીં બોલિવૂડ તથા ચાહકોને પણ ઘેરો આઘાત લાગ્યો હતો. તેઓ સોશિયલ મીડિયામાં સતત થ્રોબેક તસવીરો શૅર કરતા રહે છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામે ઈરફાનના અકાઉન્ટને મેમરાઈઝ્ડ કર્યું હતું.
શું હોય છે મેમરાઈઝ્ડ અકાઉન્ટ?
મેમરાઈઝ્ડ આઈડીમાં અકાઉન્ટમાં બાયોમાં ‘રિમેમ્બરિંગ’ ટેગ એડ કરવામાં આવે છે. આવા અકાઉન્ટમાં કોઈપણ વ્યક્તિ લોગ ઈન કરી શકતું નથી. આવા અકાઉન્ટ્સ વ્યકતિના મૃત્યુ બાદ તેની યાદમાં બનાવવામાં આવે છે. મેમરાઈઝ્ડ આઈડી ઇન્સ્ટાગ્રામની એક્સપ્લોર જેવી જગ્યા પર જોવા મળતા નથી. અકાઉન્ટની કોઈપણ માહિતી, પોસ્ટ, કમેન્ટ્સ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી.
આ પહેલાં સુશાંતનું અકાઉન્ટ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુશાંત સિંહ રાજપૂતના ઈન્સ્ટા અકાઉન્ટમાં ‘રિમેમ્બરિંગ’ ટેગ એડ કરવામાં આવ્યું હતું. સુશાંતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને સારવાર કરાવતો હતો. પોલીસે અત્યાર સુધીમાં 30થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, સુશાંતે આત્મહત્યા કરી હતી. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે એક્ટરે શા માટે આત્મહત્યા કરી હતી. સુશાંતના નિધન બાદથી તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યામાં વધારો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.