સેલેબ્સને કોરોના:‘કટપ્પા’ સત્યરાજ કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ, ‘તારક મહેતા’નો ‘બાઘા’ તન્મય વેકરિયા અને સિંગર અરિજિત સિંહ, એક્ટર મહેશ બાબુ પણ પોઝિટિવ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારક મહેતાનો ‘બાઘા’ ઉર્ફે તન્મય વેકરિયા કોરોના પોઝિટિવ
  • ‘હેરાફેરી’ના ડિરેક્ટર પ્રિયદર્શન પણ કોરોના સંક્રમિત થતાં હોસ્પિટલમાં દાખલ
  • યુટ્યુબર આશિષ ચંચલાની પણ કોરોના પોઝિટિવ

દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં એક પછી એક સેલિબ્રિટીઓ કોરોના સંક્રમિત થઈ રહી છે. સેલેબ્સના આ લિસ્ટમાં હવે સિંગર અરિજીત સિંહ, ડાયરેક્ટર મધુર ભંડારકર, પ્રિયદર્શન અને યુટ્યુબર આશિષ ચંચલાનીનું નામ જોડાઈ ચૂક્યું છે. આ ઉપરાંત ‘બાહુબલિ’ ફિલ્મમાં ‘કટપ્પા’નું પાત્ર ભજવીને પોપ્યુલર થનારા એક્ટર સત્યરાજ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સાઉથની અભિનેત્રી તૃષા કૃષ્ણન્ પણ કોરોના સંક્રમિત થઈ છે.

‘કટપ્પા’નું પાત્ર ભજવનારા એક્ટર સત્યરાજને કોરોનાની સારવાર માટે ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
‘કટપ્પા’નું પાત્ર ભજવનારા એક્ટર સત્યરાજને કોરોનાની સારવાર માટે ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ‘બાઘા’નું પાત્ર ભજવનારો ગુજરાતી અદાકાર તન્મય વેકરિયા પણ કોરોના સંક્રમિત થયો છે.

અન્ય રિપોર્ટ્સ અનુસાર, નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મમેકર પ્રિયદર્શનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે પોપ્યુલર સિંગર અરિજીત સિંહે પોતાના કોરોના સંક્રમિત હોવાની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને ફેન્સને આપી છે.

અમે સ્વસ્થ છીએ- અરિજીત સિંહ
અરિજીત સિંહે લખ્યું- "મારો અને મારી પત્નીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમે બંને સ્વસ્થ છીએ અને હોમ ક્વોરન્ટીન છીએ."

હું ફૂલી વેક્સિનેટેડ છુંઃ મધુર ભંડારકર
ફિલ્મમેકર મધુર ભંડારકરે પોસ્ટ શેર કરીને લખ્યું, "મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમ છતાં હું કોરોનાની ઝપેટમાં આવી ગયો છું જો કે હું હળવા લક્ષણો મહેસૂસ કરી રહ્યો છું. હું ઘરે હોમ ક્વોરન્ટાઈન છું. જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમારો ટેસ્ટ કરાવી લો. તમામ લોકો સુરક્ષિત રહો અને કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરો."

અટલ ટનલ પાસે ઊભેલા ડિરેક્ટર પ્રિયદર્શન
અટલ ટનલ પાસે ઊભેલા ડિરેક્ટર પ્રિયદર્શન

ઘણા બોલિવૂડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવ્યા
બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક દિવસોમાં શરદ મલ્હોત્રા, શિખા સિંહ, વરુણ સૂદ, એકતા કપૂર, જોન અબ્રાહમ, સોનુ નિગમ, નકુલ મહેતા, સીમા ખાન, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, રિયા કપૂર, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર વગેરે સ્ટાર્સને કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે.

મને કોરોનાનાં હળવા લક્ષણો છેઃ યુટ્યુબર આશિષ ચંચલાની
આશિષે જાતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. તેણે લખ્યું, ‘નમસ્કાર હું તમને બધાને કહેવા માગું છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોવિડનાં હળવા લક્ષણો છે પરંતુ શરીરમાં દુખાવો છે. હું મારા શરીરને સંપૂર્ણ આરામ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. અત્યારે હું હોમ ક્વોરન્ટીન છું. તમે બધા તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો.’