લોકપ્રિય સિંગર કૃષ્ણકુમારનું 31 મેના રોજ કોલકાતામાં અવસાન થયું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, કેકેનું અવસાન હાર્ટ અટેકને કારણે થયું છે. કોલકાતામાં લાઇવ કોન્સર્ટ બાદ અચાનક તબિયત લથડી હતી અને તેમને CMRI હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીંયા ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યાં હતાં. કેકેના અવસાનના સમાચાર સાંભળીને ચાહકો ને સેલેબ્સ આઘાતમાં છે. સલમાન ખાન, અજય દેવગન, કપિલ શર્મા સહિત અનેક સેલેબ્સ તથા સિંગર્સે સો.મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સલમાને શું કહ્યું?
સલમાને કહ્યું હતું, 'આ ભાવપૂર્ણ અવાજે આપણને પ્રેમ કરતાં શીખવાડ્યો અને હવે તે રહ્યો નથી.' ઉલ્લેખનીય છે કે સલમાનની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'નું ગીત 'તડપ તડપ..' કેકેએ ગાયું હતું. આ ગીત સલમાન ખાન પર પિક્ચરાઇઝ કરવામાં આવ્યું હતું.
અજય દેવગન
'આ ઘણું જ અશુભ છે. લાઇવ પર્ફોર્મન્સ પછી કેકેના અવસાનના સમાચાર ભયાનક છે. હું જે ફિલ્મ્સ સાથે જોડાયેલો હતો, તેમણે તે ફિલ્મ્સમાં ગાયું છે. આથી જ તેમનું જવું બહુ જ પર્સનલ લાગે છે. પરિવાર માટે પ્રાર્થના તથા સંવેદના.'
અક્ષય કુમાર
સલીમ મર્ચન્ટ
સોનુ નિગમ
અદનાન સામી
કપિલ શર્મા
શ્રેયા ઘોષાલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.