તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાઉડ મોમેન્ટ:ભારતીય સેનાએ 'શેરની'ને ટ્રિબ્યૂટ આપી, વિદ્યા બાલનના નામ પર કાશ્મીરમાં સૈન્ય ફાયરિંગ રેન્જ બનાવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની એક અલગ જ ઓળખ બનાવનાર વિદ્યા બાલનને હાલમાં જ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ એકેડમીએ 395 નવા આમંત્રિતમાં સામેલ કરી છે. હવે કાશ્મીરમાં સૈન્યે ફાયરિંગ રેન્જનું નામ વિદ્યા બાલન આપ્યું છે.

વિદ્યા આ વર્ષની શરૂઆતમાં કાશ્મીરમાં ભારતીય સેનાએ આયોજિત કરેલ ગુલમર્ગ વિન્ટર ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. વિદ્યા બાલનની વિવિધ ઉપલબ્ધિઓને સન્માનિત કરતા ભારતીય સૈન્યે ગુલમર્ગમાં એક સૈન્ય ફાયરિંગ રેન્જને 'વિદ્યા બાલન ફાયરિંગ રેન્જ' નામ આપ્યું છે.

વિદ્યા બાલન ઓસ્કરમાં વોટિંગ કરશે
2021ના આ સ્પેશિયલ ગ્રુપમાં 46% મહિલાઓ, 39% લઘુમતી જાતિનું પ્રતિનિધિત્વ કરનાર જાતીય સમુદાયો તથા 53% આંતરરાષ્ટ્રીય લોકો સામેલ છે. આ 395 લોકો 50 દેશમાંથી પસંદ કરવામાં આવ્યા છે. વિદ્યા બાલન ઉપરાંત એકતા કપૂર તથા તેની માતા શોભા કપૂરની પણ પસંદગી કરવામાં આવી છે. વિદ્યા બાલનને 'તુમ્હારી સુલુ' તથા 'કહાની'ને કારણે અલગ ઓળખ મળી છે. એકતા કપૂરને 'ડ્રીમ ગર્લ' તથા 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ' માટે તો શોભા કપૂરને 'ઉડતા પંજાબ' તથા 'ધ ડર્ટી પિક્ચર'ને કારણે પસંદ કરવામાં આવ્યા છે.