ગ્રેમી અવૉર્ડ્સ 2022:ભારતીય-અમેરિકન સિંગર ફાલ્ગુની શાહને 'ચિલ્ડ્રન્સ મ્યુઝિક આલ્બમ'નો અવૉર્ડ

લાસ વેગાસ6 મહિનો પહેલા
ગ્રેમી અવૉર્ડની ટ્રોફી સાથે ફાલુ શાહ.
 • ગ્રેમી અવૉર્ડ્સ સેરેમનીમાં યુક્રેનના રાષ્ટ્રપતિનો ભાવુક વીડિયો મેસેજ

અમેરિકાના લાસ વેગાસમાં 64મા ગ્રેમી અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રેમી અવોર્ડ્સ સંગીતનો ઓસ્કર અવોર્ડ તરીકે લોકપ્રિય છે. ભારતીય ફાલ્ગુની શાહ આ વખતે ગ્રેમી અવોર્ડ્સ જીતી છે. અવોર્ડ શો દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો વીડિયો મેસેજ બતાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફાલ્ગુની શાહ ફાલુ શાહ તરીકે લોકપ્રિય છે. ઇન્ડિયન મ્યુઝિક કમ્પોઝર રિકી કેજે બીજીવાર ગ્રેમી અવોર્ડ જીત્યો છે. રિકીને 'બેસ્ટ ન્યૂ એજ આલ્બમ'ની કેટેગરીમાં ગ્રેમી અવોર્ડ મળ્યો છે.

વિનર લિસ્ટ

 • પોપ આલ્બમઃ સોર - ઓલિવિયા રોડ્રિગો
 • આર એન્ડ બી આલ્બમઃ હેક્સ ટેલ્સ - જેજમાઇન સલવિન
 • રેપ પર્ફોર્મન્સઃ ફેમિલી ટાઇસ બેબી કીમ
 • ન્યૂ આર્ટિસ્ટઃ ઓલિવિયો રોડ્રિગો
 • કન્ટ્રી આલ્બમઃ ફેમિલી ટાઇ્સ - ક્રિસ સ્ટેપલેટન
 • સોંગ ઓફ ધ યરઃ લીવ ધ ડોર ઓપન
 • પ્રોડ્યુસર ઑફ ધ યર (નોન ક્લાસિકલ): જેક એન્ટોનોફ
 • ટ્રેડિશનલ પોપ વોકલ આલ્બમઃ લવ ફોર સેલ - ટોની બેનેટ તથા લેડી ગાગા
 • પોપ સોલો પર્ફોર્મન્સઃ ડ્રાઇવર્સ લાઇસન્સ - ઓલિવિયો રોડ્રિગો
 • કોમેડી આલ્બમઃ સિન્સિર્લી લુઇસ - સી કે લુઇસ સીકે
 • ચિલ્ડ્રન્સ મ્યુઝિક આલ્બમઃ અ કલરફુલ વર્લ્ડ - ફાલુ શાહ
 • જેઝ લોકલ આલ્બમઃ સોંગરાઇટ્સ અપોથેકરી લેબ - ઇન્સ્પ્રેન્ઝા સ્પેલ્ડિંગ
 • રેપ આલ્બમઃ કોલ મી ઇફ યુ ગેટ લોસ - ટેલર
 • રેપ સોંગઃ જેલ
 • મેલોડિક રેપ પર્ફોર્મન્સઃ હરિકેન
 • રોક આલ્બમઃ મેડિસિન એટ મિડનાઇટ
 • રોક સોંગઃ વેઇટિંગ ઓન અ વૉર
 • મેટલ પર્ફોર્મન્સઃ ધ એલિયન ડ્રીમ થિયેટર
 • રોક પર્ફોર્મન્સઃ મેકિંગ અ ફાયર - ફૂ ફાઇટર્સ
 • બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સઃ મહોબ્બત - અરોઝ આફતાબ
 • બેસ્ટ ન્યૂ એજ આલ્બમ: રિકી કેજ

ઝેલેન્સ્કીએ શું કહ્યું?
વીડિયોમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું, 'અમારા સંગીતકારો ટક્સીડોને બદલે બૉડી આર્મર પહેરે છે. હોસ્પિટલમાં દાખલ ઘાયલો માટે ગીતો ગાય છે. જેઓ ક્યારેય સાંભળી નહીં શકે તેમના માટે પણ કેટલાક લોકો ગીત ગાય છે. ખંડેર શહેરોનું મૌન અને મરેલા લોકો. અમે પ્રેમ કરવા, પોતાનો અવાજ ઉઠાવવા તથા જીવવા માટે અમારી આઝાદીનું રક્ષણ કરીએ છીએ.'

અમારો સપોર્ટ કરો
રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું, 'અમે અમારી જમીન પર રશિયા સામે લડીએ છીએ. તે પોતાના બોમ્બ સાથે ભયંકર સન્નાટો લઈને આવે છે અને તે મોત સાથે લપેટાયેલો છે. આ સન્નાટાને તમે તમારા સંગીતથી ભરો અને અમારી વાત કહો. તમારા સોશિયલ નેટવર્ક કે તમારા ટીવી નેટવર્ક પર તમે યુદ્ધની સચ્ચાઈ કહો. તમે કોઈ પણ રીતે અમારો સપોર્ટ કરો, પરંતુ ચૂપ ના કરો. ફરી શાંતિ આવશે. યુદ્ધે અમારાં તમામ શહેરોને ખંડેર બનાવી દીધા છે.'

અન્ય સમાચારો પણ છે...